મકર સંક્રાંતિ પર મેળવો સૂર્ય-શનિનું વરદાન, જાણો એનું મહત્વ

સૂર્યનું કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવું સંક્રાંતિ કહેવાય છે. સૂર્ય દર મહિનામાં રાશિ પરિવર્તન કરે છે, એટલા માટે કુલ મળીને વર્ષની બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ બે સંક્રાતીઓ સર્વાધિક મહત્વપૂર્ણ હોય છે. એક મકર સંક્રાંતિ અને બીજી કર્ક સંક્રાંતિ.

સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યારે મકર સંક્રાંતિ હોય છે. મકર સંક્રાંતિથી અગ્નિ તત્વની શરૂઆત થાય છે, અને કર્ક સંક્રાંતિથી જળ તત્વની શરૂઆત થાય છે. આ સમયે સૂર્ય ઉત્તરાયણ હોય છે એટલે આ સમયે કરવામાં આપેલ જપ અને દાનનું ફળ અનંત ગણુ હોય છે. આ વખતે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજ્વવામાં આવશે.

મકર સંક્રાંતિ સાથે જ્યોતિષનો શું સંબંધ છે?

સૂર્ય અને શનિનો સંબંધ આ પર્વ સાથે હોવાના કારણે આ ખુબ મહત્વપુર્ણ છે.

કહેવાય છે કે આ તહેવારના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે.

સામાન્ય રીતે શુક્રનો ઉદય પણ લગભગ આ સમયે જ થાય છે, એટલા માટે અહીંથી શુભ કામની શરૂઆત થાય છે.

જો કુંડળીમાં સૂર્ય કે શનિની સ્થિતિ ખરાબ હોય તો આ પર્વ પર વિશેષ પ્રકારની પૂજાથી તેને સારી કરી શકો છો.

જ્યાં પરિવારમાં રોગ, તકરાર અને અશાંતિ થઇ રહી હોય તો રસોડામાં ગ્રહની વિશેષ નવા અનાજથી પૂજા કરવાથી લાભ મેળવી શકાય છે.

સામાન્ય રૂપથી મકર સંક્રાંતિ પર શું કરીએ?

પહેલા પહોરમાં સ્નાન કરો, સૂર્યને અધર્ય આપો.

શ્રીમદ્દભાગવતના એક અધ્યાયનું પાઠ કરો, કે ગીતાનો પાઠ કરો.

નવા અન્ન, ધાબળા અને ઘી નું દાન કરો.

ભોજનમાં નવા અન્નની ખીચડી બનાવો.

ભોજન ભગવાનને સમર્પિત કરીને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો.

સૂર્ય પાસેથી લાભ મેળવવા માટે શું કરવું?

લાલ ફૂલ અને ચોખા દાન કરી સૂર્યને અધર્ય આપો.

સૂર્યના બીજ મંત્રનો જાપ કરો.

મંત્ર : “ॐ ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नमः”

લાલ કપડાં, તાંબાનું વાસણ અને ઘઉંનું દાન કરો.

સાંજના સમયે અન્નનું સેવન કરો નહિ.

શનિ પાસેથી લાભ મળેવવા માટે શું કરવું?

તલ અને ચોખા નાખીને સૂર્યને અધર્ય આપો.

શનિ દેવના મંત્રનો જાપ કરો.

મંત્ર : “ॐ प्रां प्री प्रौं सः शनैश्चराय नमः”

ઘી, કાળો ધાબળો અને લોખંડનું દાન કરો.

દિવસમાં અન્નનું સેવન કરો નહિ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.