દુનિયાનો પહેલો એવો ચિત્રકાર, જે સિલાઈ મશીન દ્વારા બનાવે છે સુંદર પેઇન્ટિંગ

આખી દુનિયામાં એવા ઘણા બધા લોકો છે જેના પેન્ટિંગના લાખો કરોડો લોકો દીવાના હોય છે. ચિત્રકાર રંગોની મદદથી તસ્વીરમાં એક નવો જીવ પૂરી દે છે. પણ શું તમે ક્યારેય કોઈ એવા ચિત્રકાર વિષે સાંભળ્યું છે? જે રંગો કે પીંછીથી નહિ પરંતુ સિલાઈ મશીનના ઉપયોગથી પેન્ટિંગ બનાવે છે. આજ સુધી તમે ઘણા ચિત્રકારો દ્વારા બનાવેલા ચિત્રો જોયા હશે, જે સુંદર હોવાની સાથે સાથે અનોખા પણ હોય છે.

પણ આજે અમે તમને એક એવા ચિત્રકાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે દિનિયાના સૌથી અનોખા ચિત્રકાર છે. આ ચિત્રકારને દુનિયાના એકમાત્ર નીડલમેન કહેવામાં આવે છે. જે સિલાઈ મશીન દ્વારા એવા સુંદર પેન્ટિંગ બનાવે છે કે એને જોયા પછી તમે પણ તેના ફેન બની જશો.

આ પેન્ટરનું નામ છે અરુણ બજાજ. અરુણ બજાન પંજાબના પાટીયાલા શહેરના રહેવાસી છે. તેમની ઉંમર ૪૫ વર્ષ છે. અરુણે ગુરુ નાનક દેવની 550 મી જયંતિ પહેલા સિલાઈ મશીન દ્વારા તેમનું એક ઘણું જ ખાસ અને સુંદર પેન્ટિંગ બનાવ્યું છે. અરુણ દુનિયાના પહેલા એવા ચિત્રકાર છે, જે સિલાઈ મશીન દ્વારા ચિત્ર બનાવે છે. અત્યાર સુધી અરુણ સિલાઈ મશીન દ્વારા ઘણી પ્રસિદ્ધ વ્યક્તિઓના પેન્ટિંગ બનાવી ચુક્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ રહેલું છે.

અરુણે ૨૦૧૭માં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી હતી, અને તેમને સિલાઈ મશીન દ્વારા બનાવેલી તેમની તસ્વીર ભેંટ તરીકે આપી હતી. અરુણ પોતાની આ અનોખી કલાથી ઘણા બધા વિશ્વ રેકોર્ડ પણ બનાવી ચુક્યા છે. અને તેનું નામ ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ થી લઈને ‘યુનિક વર્લ્ડ રેકોર્ડ’ બુકમાં જોડાયેલું છે. તે ઉપરાંત ‘લીમ્કા વર્લ્ડ રેકોર્ડ’ માં પણ તેમનું નામ નોંધવામાં આવ્યું છે.

અરુણે સિલાઈ મશીન દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની એક સુંદર પેન્ટિંગ બનાવી હતી, જેના માટે તેને ઘણા બધા એવોર્ડ મળી ચુક્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનનું પેન્ટિંગ બનાવવામાં તેને ૩ વર્ષનો સમય લાગ્યો હતો. અને આ પેન્ટિંગ બનાવામાં તેને ૨૮ લાખ ૩૬ હજાર મીટર દોરાનો ઉપયોગ કર્યો હતો. તેમના દ્વારા બનાવવામાં આવેલી આ પેન્ટિંગ દુનિયાની પહેલી એવી પેન્ટિંગ હતી, જેને સિલાઈ મશીન દ્વારા બનાવવામાં આવી હતી.

અરુણના જીવનની સ્ટોરી સંઘર્ષોથી ભરેલી છે. મીડિયાના અહેવાલ મુજબ જયારે અરુણની ઉંમર ૧૨ વર્ષ હતી ત્યારથી તે સિલાઈનું કામ કરી રહ્યા છે, અને તેને સિલાઈનું કામ કરવાના ૧૩ વર્ષ થઇ ચુક્યા છે. એક ઇન્ટરવ્યુંમાં અરુણે જણાવ્યું હતું કે, તેમના પિતા એક દરજી હતા. જયારે તેની ઉંમર ૧૬ વર્ષ હતી ત્યારે તેના પિતાનું અવસાન થઇ ગયું હતું.

પિતાના અવસાન પછી અરુણ પિતાની દુકાન સંભાળી રહ્યા હતા. એટલા માટે પોતાના સ્કૂલનો અભ્યાસ પણ છોડવો પડ્યો. અરુણના જણાવ્યા મુજબ તે એક સારો ચિત્રકાર બનવા માંગતો હતો, પણ તેના પિતાનું અચાનક મૃત્યુ થવાથી તેનું એ સપનું પૂરું થતા પહેલા જ તૂટી ગયું. પણ તેમણે પોતાની અંદરની કલાને ક્યારે પણ મરવા ન દીધી, અને આજે તે પોતાની આ અનોખી કળા દ્વારા આખી દુનિયાને પોતાના દીવાના બનાવી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.