મલાઈના 7 અસરદાર ઉપાય, જે આપશે તમને ગોરી અને ચમકેલી ત્વચા.

દૂધ માંથી મલાઈ લઇને ખાવી દરેક ઘરના મોટા અથવા બાળકો બધાંને પસંદ હોય છે. જે શરીર માટે ઘણું ફાયદાકારક હોય છે પણ શું તમે જાણો છો કે શરીર સાથે સાથે મલાઈનો ઉપયોગ તમારી ત્વચા માટે અને ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. ત્વચામાં કુદરતી નીખાર મેળવવા માટે પહેલાના સમયની સ્ત્રીઓ મલાઈનો ઉપયોગ કરતી હતી. પરંતુ આજના સમયમાં તેનું સ્થાન ફેયરનેસ ક્રીમ એ લઇ લીધું છે. જેનો ઉપયોગ ફક્ત થોડા જ સમય માટે ફાયદાકારક હોય છે, પરંતુ ત્યાર પછી ત્વચા ઉપર ન જાણે કેટલા પ્રકારની સમસ્યાઓ પેદા થવા લાગે છે.

મલાઈ ખાવી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પણ તમે તેનો ઉપયોગ ત્વચાની રંગતા નિખારવા માટે પણ કરી શકો છો. પહેલાના સમયમાં સ્ત્રીઓ ત્વચા માટે મલાઈનો ઉપયોગ કરતી હતી, પરંતુ આજની છોકરીઓ ફેરેનેસ ક્રીમની પાછળ ભાગે છે. આ એક એવું નેચરલ મોઇસ્ચરાઇઝર છે, જે ન રંગ નિખારે છે પણ ઘણી ત્વચાની સમસ્યાઓને દૂર પણ કરે છે. તો વિચારી શું રહ્યા છો, ચમકતી અને ગોરી રંગત મેળવવા માટે પણ તમે આજથી જ ઉપયોગ કરો મલાઈ.

જો તમે તમારી ત્વચાને દરેક પ્રકારની સમસ્યાઓથી બચાવવા માંગો છો અને એક કુદરતી ચળકાટ મેળવવા ઇચ્છે છે તો અપનાવો ઘરમાં જ જમા કરેલી મલાઈના ગુણોને. આ એક એવું નેચરલ મોઇસ્ચરાઇઝર છે, જે ન માત્ર રંગને નિખારે છે, પણ ઘણા ત્વચા સબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. તો શું વિચારી રહ્યો છે, ચમકતી અને ગોરી રંગત મેળવવા માટે તમે પણ આજથી જ ઉપયોગ કરો મલાઈ. ચહેરા ઉપર નિખાર મેળવવા માટે મલાઈ સાથે સંબંધિત લાભો.

1. રંગ નિખારવા માટે

મલાઈમાં રહેલા લેક્ટિક એસીડ ત્વચા ઉપર રહેલા ટેનિંગને દૂર કરીને ત્વચાને કુદરતી નિખાર આપવામાં મદદ કરે છે.

2. નેચરલ મોઇસ્ચરાઈઝર

મલાઈ દરેક પ્રકારની ત્વચા માટે એક નેચરલ મોઈસ્ચરાઇઝરનું કામ કરે છે. ચહેરા ઉપર મલાઈનું 15 થી 20 મિનિટ સુધી મસાજ કરીને પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચાના ડેમેજ ટિશ્યુજ રેપેર થઇ જાય છે, જેનાથી ત્વચા હેલ્દી બને છે.

3. ગ્લોઇંગ ત્વચા માટે

મલાઈની સાથે મધનું થોડું પ્રમાણ લઇને પેસ્ટ તૈયાર કરો અને પછી તેને ત્વચા ઉપર લગાવો અને 10-15 મિનિટ માટે લાગેલો રહેવા દો. પછી ચહેરો ધોઈ લો. દરરોજ આમ કરવાથી તમારા ચહેરાની ચમક જળવાયેલી રહેશે.

4. ડાઘ ધબ્બાને દૂર કરે

ચહેરાના કાળા ડાઘ ધબ્બા દૂર કરવા માટે મોટાભાગના લોકો ફેયરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે. જેનાથી કોઈ પણ લાભ થતા નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સૌથી શ્રેષ્ઠ સારવાર મલાઈને ગણવામાં આવે છે. મલાઈ અને લીંબુનો રસ ભેળવીને તેની પેસ્ટ બનાવીને લગાવો. પછી ચહેરાને થોડા ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી તમને થોડા જ દિવસોમાં ફરક જોવા મળશે.

5. સ્કિન રહેશે તાજી :-

ચહેરા ઉપર મલાઈ લગાવવાથી તે ત્વચાના મૃત કોષો કાઢીને નવા કોષોને જન્મ આપવાનું કાર્ય કરે છે. તે ઉપરાંત ત્વચામાં કોલેજનના ઉત્પાદનના પ્રમાણને વધારવામાં મદદ કરે છે, જેથી ત્વચા સુંદર, ચમકદાર અને તાજી બની રહે છે.

6. ઝુરીયા અને ઝાઈયાને કરે દૂર

જો તમારા ચહેરા ઉપર સમય પહેલા જ ઝુરીયા પડી રહી છે, તો તે સમસ્યા દૂર કરવા માટે તમે રાત્રે મલાઈમાં લોટ ભેળવીને ચહેરા ઉપર લગાવો. 15 મિનિટ પછી લોટને ઘસીને સાફ કરી લો. ત્યાર પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરાની ઝુરીયા અને ઝાઇઓ તરત જ દૂર થઈ જશે.

7. ખીલની સમસ્યા

ખીલ માંથી છુટકારો મેળવવા માટે મલાઈ અને મધની પેસ્ટ સૌથી શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે. મલાઈ અને મધ માંથી બનાવેલો લેપ ચહેરા ઉપર લગાવીને 15 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. તેનો ઉપયોગ સતત કરતા રહેવાથી તમારા ચહેરાના ખીલ થોડા જ દિવસોમાં જ દુર થવા લાગશે.