મળો એ એન્જિનિયરને જે પાણીની સમસ્યાને પુરી કરવા માટે કરી રહ્યો છે તળાવને પુનર્જીવિત.

૨૦૧૮ માં નીતિ આયોગ દ્વારા કરવામાં આવેલા એક રીપોર્ટ મુજબ ભારત પોતાના ઈતિહાસના સૌથી ખરાબ જળ સંકટના સમય માંથી પસર થઇ રહ્યો છે. લગભગ ૬૦ કરોડ લોકોને સ્વચ્છ પાણી નથી મળી રહ્યું અને બીજી તરફ લગભગ ૨ લાખ લોકો દર વર્ષે તેને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. મુશ્કેલી અહિયાં પૂરી થતી નથી, આવનારો સમય તેનાથી પણ વધુ મુશ્કેલ છે. માનવામાં આવી રહ્યું છે કે ૨૦૩૦ સુધી ભારતમાં પાણીની માંગ હાલથી બમણી વધી જશે.

જેનો સીધો અર્થ એ થાય છે કે આપણે આપણા હાલના પાણીના સ્ત્રોતને સુકાવાથી બચાવીએ. તે કામ પૂરું કરવા માટે ઘણી બધી એનજીઓ અને સંસ્થાઓ સામે આવી રહી છે. જે માંથી એક નામ રામવીર તંવરનું પણ છે. સુત્રોના જણાવ્યા મુજબ ૨૬ વર્ષના આ એન્જીનીયર અને સોશિયલ એક્ટીવીસ્ટએ પોતાના જળ સંરક્ષણ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર પ્રદેશમાં આવેલા ગૌતમ બુદ્ધ નગરની આજુબાજુ દસ તળાવને સુકાતા અટકાવ્યા છે અને એમની આ નાનો એવો પ્રયાસ હવે લગભગ ૫૦ ગામોમાં વિસ્તાર પામ્યો છે.

રામવીરે પોતાનું નાનપણ ગ્રેટર નોયડાના દાધા ગામમાં તળાવની આસપાસ રમીને પસાર કર્યું છે. જે હવે પોતાના જીવનનો એક મહત્વનો ભાગ છે. પણ દુર્ભાગ્યવશ વીતેલા સમય સાથે આ આખું તળાવ કચરો ફેંકવાને કારણે નાશ થવા લાગ્યા. રામવીરે પોતાના અભ્યાસના છેલ્લા વર્ષોમાં આ સમસ્યાને પોતાના ખંભા ઉપર ઉપાડી લીધી. રામવીર મુજબ, નોયડામાં પહેલા લગભગ ૨૦૦ તળાવ હતા અને હવે એક પણ તળાવ નથી રહ્યું.

૨૦૧૩ માં રામવીર એ ‘જળ ચોપાલ’ સંમેલનનું આયોજન કર્યું. આ સંમેલનનો હેતુ પાણી સાથે જોડાયેલી સમસ્યાઓ વિષે લોકોને જાગૃત કરવાનો હતો. જળ પદુષણ સાથે જોડાયેલી સમસ્યાઓ, જેવી કે કચરો ફેંકવા જેવી વસ્તુ તેમાં સામેલ કરવામાં આવી.

રામવીર ‘લોજીકલ ઇન્ડિયન’ સાથે વાત કરતા કહે છે, કે ગામના લોકોમાં જાગૃતતાની ખામી હોવાને કારણે જ તે પાણીના મહત્વને નથી સમજી રહ્યા અને તેથી તે અજ્ઞાનતાને કારણે કરી રહ્યા છે. માત્ર દંડ ભરવો કે ભરાવવાથી સમસ્યાનો ઉકેલ નહિ આવે.

૨૦૧૪ માં રામવીરે ગામના લોકો સાથે મળીને તળાવને સાફ કરાવ્યું અને તેને પુનર્જીવિત કરી દીધું. એ બધું શક્ય થઇ શક્યું રામવીર અને ગામ વાળા દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ડબલ ફિલ્ટ્રેશન સીસ્ટમને કારણે. આ પ્રોસેસમાં તળાવમાં પ્રવેશ કરવા વાળાએ પહેલા લાકડાના તખ્તાની જાળ ઉપરથી પસાર કરી ફરી ઘાંસની જાળ ઉપરથી પસાર થવું પડે છે.

કીચડથી ભરેલા તળાવને સાફ કરવા માટે રામવીરે પોતાના મિત્રો સાથે મળીને ત્યાંના ખેડૂતને કીચડ ખાવા વાળી ૧૦૦૦ માછલીઓનું ઉત્પાદન કરવાને પ્રોત્સાહન આપ્યું. રામવીરની મહેનત અને ‘જળ ચોપાલ સંમ્મેલનના’ પ્રયાસ જોઈને ત્યાંની સરકારનું ધ્યાન તેની ઉપર અને તેમના કામ ઉપર પડ્યું. જેને કારણે ‘ભૂજળ સેના’ નું નિર્માણ યુપીના દરેક જીલ્લામાં થયું. એટલું જ નહિ પરંતુ સરકારે રામવીરને પોતાના જીલ્લાના ભૂજળ સેનાના કોઓર્ડીનેટર પણ બનાવ્યા.

પોતાની એ લડાઈને આગળ વધારવા માટે રામવીરએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ઓનલાઈન કેંપેનની શરુઆત કરી છે, જ્યાં તે લોકો પાસે પોતાની આજુબાજુના તળાવને સાફ કરવા અને તેને સાફ રાખવાનું નિવેદન કરે છે. કોઈ પણ વ્યક્તિ પદુષિત તળાવ સાથે પોતાની સેલ્ફી લઇને ફેસબુક ઉપર #selfie_with_pond સાથે અપલોડ કરી આ કેંપેનનો ભાગ બની શકે છે.

The Epoch Times સાથે પોતાની વાતચીતમાં રામવીર કહે છે, ‘આ લોકોને પાણી અને તળાવના મહત્વને સમજાવવામાં મદદ કરશે. નાશ થઇ રહેલા તળાવને બચાવ્યા પછી અમે તે તળાવોને ટુરીઝમ સ્પોટમાં બદલવાનું વિચારી રહ્યા છીએ. ત્યાર પછી અહિયાં દુનિયાભર માંથી ટુરિસ્ટ આવશે અને ગામમાં રહેશે. તે ઉપરાંત જો તેમની ઈચ્છા થઇ તો તે આ તળાવને બચાવવા માટે કાંઈ દાન પણ આપી શકે છે.

આ માહિતી યોરસ્ટોરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.