મળો રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરવા વાળા સોમપુરા પરિવારને, 15 પીઢીઓ બનાવી ચુકી છે 131 મંદિર

સોમપુરા પરિવારે ત્રણ દશક પહેલાથી રામ મંદિરની ડિઝાઇનનું કામ શરુ કર્યું હતું, 15 પીઢીઓ 131 મંદિર બનાવી ચુકી છે.

અયોધ્યામાં રામ મંદિરની ડિઝાઇન ઉપર સૌથી પહેલા આ કુટુંબના ચંદ્રકાંત સોમપુરાએ ત્રણ દાયકા કરતા વધુ સમય પહેલા કામ કરવાનું શરૂ કર્યું હતું. ચંદ્રકાંત હવે 77 વર્ષના થઈ ગયા છે અને હવે તેના પુત્રો આ જવાબદારી નિભાવી રહ્યા છે.

અમેરિકા, બ્રિટનમાં સ્વામિનારાયણ મંદિર પણ બનાવ્યું

સોમપુરા કુટુંબ હવે ભૂમિપૂજનની રાહ જોઇ રહ્યું છે

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિર માટે ભૂમિપૂજન સાથે એક નવા આધ્યાયની શરૂઆત થશે. લાંબી પ્રતીક્ષા પછી આ ઘડી આવી રહી છે. આ ઘડી જોવા માટે અમદાવાદનું એક કુટુંબ પણ ખૂબ ઉત્સાહિત છે. આ કુટુંબ બીજું કોઈ નહીં પણ રામ મંદિરની ડિઝાઇન સાથે સંકળાયેલ સોમપુરા કુટુંબ છે. આ આર્કિટેક્ટ કુટુંબની મંદિર બનાવવા માટે દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા છે. આ કુટુંબ 15 પેઢીઓથી આ કામ કરી રહ્યું છે. કુટુંબનો દાવો છે કે તે અત્યાર સુધીમાં 131 મંદિરોની રચના કરી ચુક્યા છે.

અયોધ્યામાં રામ મંદિરની ડિઝાઇન ઉપર સૌ પહેલા આ કુટુંબના ચંદ્રકાંત સોમપુરાએ ત્રણ દાયકા કરતા વધુ સમય પહેલા કામ કરવાની શરૂઆત કરી હતી. ચંદ્રકાંત હવે 77 વર્ષના થઈ ગયા છે. કુટુંબની મંદિર રચનાની પરંપરા હવે ચંદ્રકાંતના બે પુત્રો નિખિલ (55) અને આશિષ (49) દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે. નિખિલના મતે હવે તેની આવનારી પેઢી પણ આ કાર્યમાં જોડાઈ ગઈ છે.

નિખિલ જણાવે છે કે ગુજરાતમાં પ્રખ્યાત સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ તેમના દાદા પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કર્યું હતું. પદ્મશ્રીથી સન્માનિત પ્રભાશંકર સોમપુરાએ શિલ્પ શાસ્ત્ર ઉપર 14 પુસ્તકો પણ લખ્યા હતા. નાગર શૈલીમાં મંદિરોની રચનામાં નિષ્ણાત એવા આ કુટુંબને સ્થાપત્યનો આ ગુણ વારસાગત મળ્યો છે.

વૃદ્ધાવસ્થાને કારણે ચંદ્રકાંત સોમપુરા હવે ઘરની બહાર જતા નથી. પરંતુ તેમના પુત્રોને જયારે પણ મંદિરની રચના માટે સલાહની જરૂર પડે છે, ત્યારે તેઓ ઘરેથી માર્ગદર્શન આપે છે. સોમપુરા કુટુંબે અક્ષરધામ મંદિર ઉપરાંત અમેરિકા અને બ્રિટનમાં સ્વામિનારાયણ મંદિરની રચના પણ કરી છે.

રામ મંદિર નિર્માણ ઉપર ક્યારે શરુ થયું કામ

સોમપુરા કુટુંબ કહે છે કે સૌ પ્રથમ 1989 માં તેમણે અયોધ્યામાં રામ મંદિર ડિઝાઇન ઉપર કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે ચંદ્રકાંત સોમપુરાએ આ જવાબદારી લીધી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે (વીએચપી) આ માટે તેમનો સંપર્ક કર્યો. નિખિલ અને આશિષ કહે છે કે ત્યારથી ડિઝાઇન અંગે તેમનું કુટુંબ સતત વિશ્વ હિન્દુ પરિષદ સાથે ચર્ચા કરી રહ્યું છે.

કેવું હશે રામ મંદિર

અયોધ્યામાં બનાનારૂ રામ મંદિરને વિશેષ નાગર શૈલીમાં બનાવવામાં આવશે. સોમપુરા કુટુંબે આર્કિટેક્ચરને ધ્યાનમાં રાખીને મંદિરની રચના કરી છે. મંદિર હવે બેને બદલે ત્રણ માળનું હશે. નિખિલ સોમપુરા કહે છે કે રામ મંદિરની મુખ્ય સંરચના એવી રાખવામાં આવી છે, જેવી પ્રસ્તાવિત મોડેલમાં હતી.

મૂળ ડિઝાઇનમાં ફેરફાર થયા બાદ હવે મંદિરમાં 318 થાંભલા બનાવવામાં આવશે. નવી ડિઝાઇન મુજબ મંદિરની પહોળાઈ 235 ફૂટ, લંબાઈ 360 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે. મંદિરના ગર્ભગૃહ પહેલાં ત્રણ શિખર વાળા સ્થાનો હશે. સૌ પ્રથમ ભજન-કીર્તનનું સ્થાન, બીજામાં ધ્યાન અને ત્રીજામાં રામલલાના દર્શનની વ્યવસ્થા હશે. મંદિરના ગર્ભગૃહમાં પૂજારી સિવાય બીજા કોઈને પણને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મંદિરના બીજા માળ ઉપર રામ દરબાર હશે, જ્યાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની સાથે હનુમાન પણ બિરાજમાં થશે.

નાગર શૈલીમાં બનાવવામાં આવશે

નિખિલ સોમપુરા ભારતીય મંદિરોના સ્થાપત્યની ત્રણ શૈલીઓ દર્શાવે છે – નાગર, દ્રવિડ અને વેસર. રામ મંદિરની રચના નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવી છે, જે ઉત્તર ભારતમાં પ્રચલિત છે.

આ શૈલીની વિશેષ બાબત એ છે કે તેનું ગર્ભગૃહ અષ્ટકોણ આકારમાં છે અને મંદિરનો પરિઘ ગોળાકાર બનાવવામાં આવે છે. ગુજરાતમાં સોમનાથ મંદિર પણ આ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. સોમપુરા કુટુંબ પણ તે ક્ષણની રાહ જોઇ રહ્યું છે જ્યારે 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજન સાથે તેમની ડિઝાઇન ઉપર ભવ્ય રામ મંદિર નિર્માણ તરફ આગળ વધશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.