ટ્રેનમાં ઊંઘી રહ્યો હતો વ્યક્તિ, અચાનક ખેંચી ચેન અને બોલ્યો આગળ પાટા પર ક્રેક છે, લોકોએ જઈને જોયું તો…

‘અધૂરો ઘડો છલકાય ઘણો’ આ કહેવત તો તમે સાંભળી હશે. એનો અર્થ એ છે કે, જે વ્યક્તિમાં જ્ઞાન ઓછું હોય છે તે દેખાવો ઘણો કરે છે. અને તમે એ પણ જાણતા હશો કે, જ્ઞાની માણસ કયારેય દેખાવો નથી કરતા. આજે અમે તમને એક જ્ઞાની મહાપુરુષના જીવન સાથે સંબંધિત એક ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્ટોરી ઘણી ચોંકાવનારી છે. અને સાથે જ એને વાંચીને તમને એ વાતનો પણ અનુભવ થશે કે, જે વાસ્તવમાં જ્ઞાની હોય છે તે પોતાની મહાનતાનો ડંકો જાતે નથી વગાડતા.

અમે અહીં ભારતરત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની વાત કરી રહ્યા છીએ. તે ભારતના પ્રખ્યાત એન્જીનીયર, રાજનેતા અને મૈસુરના દીવાન હતા. એમનો જન્મ 15 સપ્ટેમ્બર, 1861 ના મૈસુર (કર્ણાટક) ના કોલાર જિલ્લામાં આવેલા ચિક્કાબલ્લાપુર તાલુકામાં થયો હતો. એમની યાદમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરને એન્જીનીયર્સ ડે (અભિયંતા દિવસ) ના રૂપમાં ઉજવવામાં આવે છે.

એમના જીવનનો એક ખાસ કિસ્સો ઘણો પ્રખ્યાત છે, જેના વિષે અમે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. એ સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. અડધી રાત્રે લોકોથી ખચાખચ ભરેલી એક ટ્રેન પોતાના મુકામ તરફ જઈ રહી હતી.

ટ્રેનના ડબ્બામાં મોટાભાગના યાત્રી અંગ્રેજ હતા. અને એ ટ્રેનના એક ડબ્બામાં એક ભારતીય વ્યક્તિ બારી સાથે માથું ટેકવીને ઊંઘી રહ્યા હતા. તે ઘણા શાંત અને ગંભીર હતા. શામળો રંગ અને મધ્યમ ઊંચાઇ વાળા આ વ્યક્તિને કોઈને અંગ્રેજ એમને અભણ સમજી રહ્યા હતા.

એકાએક એ વ્યક્તિએ ઉઠીને ટ્રેનની ચેઇન ખેંચી લીધી. એટલે ટ્રેનના ડ્રાઈવરે ટ્રેન રોકી. એ ડબ્બામાં રહેલા બધા વ્યક્તિ એમને પૂછવા લાગ્યા કે, એમણે આવું શા માટે કર્યુ? એમાંથી અમુક લોકોએ વિચાર્યુ કે એમણે ઊંઘમાં એવું કર્યુ હશે. જયારે ગાર્ડે એમને એનું કારણ પૂછ્યું તો એમણે જણાવ્યું કે, મને લાગી રહ્યું છે કે અહીંથી લગભગ 220 ગજના અંતર પણ ટ્રેનનો પાટો ઉખડી ગયો છે.

એટલે લોકોએ વિચાર્યુ કે આ માણસ મજાક કરી રહ્યો હશે. કારણ કે એમને લાગતું હતું કે, ટ્રેનમાં બેઠા બેઠા કોઈ કઈ રીતે એની જાણકારી મેળવી શકે છે? વિશ્વેશ્વરૈયાએ લોકોને ટ્રેન માંથી ઉતરીને ચેક કરવા કહ્યું. અને જયારે લોકોએ ત્યાં પહોંચીને જોયું તો બધા આશ્ચર્ય ચક્તિ થઇ ગયા. કારણ કે હકીકતમાં ત્યાં પાટાના સાંધા ખુલી ગયા હતા, અને બધા નટ બોલ્ટ વિખેરાયેલા હતા.

જયારે લોકોએ એમને આ પૂર્વાનુમાન વિષે પૂછ્યું તો એમણે કહ્યું કે, તે બેસીને ટ્રેનનો અવાજ ઘણો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અચાનક અવાજ બદલાય ગયો તો મને સમજાયું કે કોઈ સમસ્યા છે.

બધા યાત્રી એમની પ્રસંશા કરવા લાગ્યા, કારણ કે એમની સુઝબુઝને કારણે ઘણા બધા લોકોના જીવ બચી ગયા. જયારે ટ્રેનના ગાર્ડે એમનું નામ પૂછ્યું, તો એમણે પોતાનો પરિચય આપ્યો. અને ડબ્બામાં બેસેલા બધા અંગ્રેજ સ્તબ્ધ થઇ ગયા. કારણ કે એ સમય સુધીમાં તે દેશમાં પ્રખ્યાત થઈ ગયા હતા. એટલે કે જે વ્યક્તિને મૂર્ખ સમજીને અંગ્રેજ એમની મજાક ઉડાવી રહ્યા હતા તે વાસ્તવમાં એક જ્ઞાની પુરુષ હતા.

આજ વ્યક્તિએ ગુજરાત ના મોરબી ડેમ ની જગ્યા એ ડેમ બનાવવાની ના પાડેલી અને છતાં પણ ત્યાં ડેમ બનાવાયો અને પછી જે તારાજી સર્જાઈ તે દરેક જાણે છે. તમે આમના વિશે વધુ માહિતી ગૂગલ પરથી લઈ શકો છો

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.