મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

16 ઓગસ્ટના રોજ મેષ રાશિમાં આવશે મંગળ, તેનાથી દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, મોટી હસ્તીના નિધનની પણ શક્યતા છે

16 ઓગસ્ટે મંગળ પોતાની જ રાશિ એટલે કે મેષમાં આવી ગયો છે. આ પહેલા આ ગ્રહ 18 જૂને મીન રાશિમાં આવ્યો હતો. પછી તે આવતા મહિને 10 સપ્ટેમ્બરે વક્રી થઈને 4 ઓક્ટોબરે પાછો મીન રાશિમાં જતો રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રાનું કહેવું છે કે, મંગળના પોતાની જ રાશિમાં આવવાથી દેશના પશ્ચિમી અને ઉત્તરીય ભાગોમાં વરસાદ વધી શકે છે.

તેના સિવાય અન્ય જગ્યાઓ પર ક્યાંક વધારે વરસાદ અને ક્યાંક ઘણો ઓછો વરસાદ થશે. તેની સાથે જ દેશમાં મોંઘવારી વધી શકે છે. અમુક દુર્ઘટનાઓ પણ થઈ શકે છે. દેશમાં તણાવ અને ઉપદ્રવ વધવાની શક્યતા પણ છે. દેશના ઉત્તરીય રાજ્યોમાં છુટીછવાયી હિંસા અને વિરોધ પણ થઈ શકે છે.

મંગળના મેષ રાશિમાં આવ્યા પછી તેના પર ગુરુ અને કેતુની દૃષ્ટિ પણ રહેશે. ગ્રહોની આ સ્થિતિ કુંભ અને મિથુન રાશિવાળા માટે શુભ રહેશે. વૃશ્ચિક અને કર્ક રાશિવાળા માટે સમય સામાન્ય રહેશે. તેમજ મેષ, મીન, મકર, ધનુ, તુલા, કન્યા, સિંહ અને વૃષભ રાશિવાળા લોકોએ સાચવીને રહેવું પડશે.

45 દિવસ નહિ 6 મહિના પછી વૃષભ રાશિમાં પહોંચશે મંગળ :

પંડિત મિશ્રાએ જણાવ્યું કે, મંગળ ગ્રહ સામાન્ય રીતે 45 દિવસમાં રાશિ બદલી દે છે. પણ આ વખતે તેને બીજી રાશિ એટલે કે વૃષભ સુધી જવામાં 6 મહિનાથી વધારે સમય લાગશે. 16 ઓગસ્ટથી મંગળ મેષ રાશિમાં રહેશે. 10 સપ્ટેમ્બરે મેષમાં જ વક્રી થઈ જશે. ત્યારબાદ વક્રી રહીને 4 ઓક્ટોબરે પાછો મીનમાં આવશે. પછી 14 નવેમ્બરે મીનમાં જ માર્ગી થઈ જશે. પછી 23 ડિસેમ્બરે મેષમાં આવી જશે. ત્યારબાદ ફેબ્રુઆરી 2021 માં વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.

મંગળ પર કેતુ અને ગુરુની દૃષ્ટિ :

પંડિત મિશ્રા અનુસાર, મેષ રાશિમાં મંગળના આવવાથી તેના પર ગુરુ અને કેતુની પાંચમી દૃષ્ટિ રહેશે. જેના પ્રભાવથી દેશના પશ્ચિમ અને ઉત્તરના રાજ્યોમાં વિઘટનકારી શક્તિઓ સક્રિય થઈ શકે છે. સામાજિક તણાવ અને ઉપદ્રવના યોગ બની રહ્યા છે. બહારના શત્રુઓની દેશમાં દખલગીરી વધી શકે છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થવાની શક્યતા છે. સંશાધનોના વિકાસના યોગ બની રહ્યા છે. અમુક નવા ચહેરા આકર્ષણનું કેંદ્ર બનશે. રાષ્ટ્રીય હિત વિચાર અને મંથન વધશે.

10 સપ્ટેમ્બરે મંગળના વક્રી થવા પર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય વ્યક્તિના નિધનની શક્યતા છે. આતંકવાદ વધવાની શક્યતા પણ છે. દેશના ઉત્તરીય ભાગોમાં ઉથલ-પાથલ થવાના યોગ બની રહ્યા છે. રાજનૈતિક ક્ષેત્રમાં અસ્થિરતા બની રહેશે. યાન દુર્ઘટના વધી શકે છે. દક્ષિણી સમુદ્ર કિનારા તરફથી રાષ્ટ્રીય આવક ઓછી થઈ શકે છે, પણ ખાદ્ય પદાર્થ વધશે. અમુક રાજનેતા આંતરિક ષડયંત્રના શિકાર થઈ શકે છે. ત્યારબાદ 4 ઓક્ટોબરે મંગળ ફરીથી મીન રાશિમાં આવી જાય પછી દેશના શત્રુ નબળા થશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.