માં ની એક આંખ ન હોતી તો દીકરો કરવા લાગ્યો નફરત, ભણી-ગણીને વિદેશ વસી ગયો, માં ના મૃત્યુ પછી જયારે…

માતાની એક આંખ ન હતી, જેના કારણે પુત્રને ખૂબ શરમ ઉઠાવવી પડતી હતી. તે માતાને છોડીને વિદેશ જઈને વસી ગયો હતો. પછી એક દિવસ…

આ સત્ય હકીકત પૂરી વાંચશો અને જો તમારા હૃદયને સ્પર્શી જાય તો અમારો આ લેખ સફળ થયો ગણાશે.

માતા શબ્દની આગળ દરેક શબ્દ નાના હોય છે. તે વાત બિલકુલ સાચી છે કે માતાના ચરણોમાં વિશ્વ હોય છે અને માતા-દીકરાના સંબંધ સૌથી ગાઢ હોય છે. એક માતા પોતાના બાળકની મનની વાત વગર કહે સમજી જાય છે. તે પોતાના બાળક માટે દુનિયા સામે લડી પડે છે. એક છોકરી માટે માતા બનવાનું સુખ સૌથી મોટું સુખ હોય છે. એક છોકરી ખરેખર પૂર્ણ ત્યારે માનવામાં આવે છે. જ્યારે તે માતા બને છે.

9 મહિના પેટમાં રાખ્યા પછી જ્યારે બાળક દુનિયામાં આવે છે, ત્યારે સૌથી વધુ ખુશી માતા-પિતાને થાય છે. જ્યારે બાળક નાનું હોય છે, ત્યારે માતા બાપ તેની સંભાળમાં જીવ લગાવી દે છે પણ જયારે તે બાળક મોટું થાય છે, તો તેના માં બાપ તેને બોજ લાગવા લાગે છે. આજે આ પોસ્ટમાં અમે તમારા માટે એક એવી જ લાગણીવશ કરી દેવા વાળી કહાની લઇને આવ્યા છીએ.

કોઈ શહેરમાં એક સ્ત્રી પોતાના પુત્ર સાથે રહેતી હતી. સ્ત્રીની એક આંખ ખરાબ હતી. જેના કારણે તે સારી દેખાતી ન હતી. તેના પતિનું પણ મૃત્યુ એક અકસ્માતમાં થઇ ગયું હતું. પતિના મૃત્યુ પછી તે જેમ-જેમ નાના-મોટા કામ કરે છે, તેના પુત્રનો ઉછેર કર્યો. તેણે પુત્રને ભણાવ્યો ગણાવ્યો અને ખુબ પ્રેમથી તેને મોટો કર્યો. એક દિવસ શાળા એ જતા સમયે પુત્ર પોતાનું લંચ બૉક્સ ઘરે જ ભૂલી ગયો.

પુત્ર શાળામાં ભૂખ્યો ન રહી જાય એવું વિચારીને માતા તેને શાળાએ લંચ બોક્સ આપવા ગઈ. શાળામાં જ્યારે બીજા બાળકોએ તેની માતાનો ચહેરો જોયો ત્યારે તે છોકરાની મજાક ઉડાવવા લાગ્યા. છોકરાને પોતાની માતાને કારણે ઘણું શરમાવું પડ્યું. ઘરે આવીને છોકરા એ પોતાની માંને ઘણું ખિજાયો અને તેણે વિચારી લીધું કે મોટો થઇને તે અહિયાંથી ચાલ્યો જશે.

છોકરો ધીમે ધીમે મોટો થઇ ગયો. શાળા પૂરી કર્યા પછી તે કોલેજમાં ગયો. જ્યાં તેને સ્કોલરશિપ મળી ગઈ. છોકરો પોતાની માતાને છોડીને અભ્યાસ માટે વિદેશ જતો રહ્યો અને ત્યાં જ નોકરી કરવાનું શરૂ કર્યું. તેમણે ત્યાં લગ્ન પણ કરી લીધા અને પોતાનું જીવનમાં એશો-આરામથી પસાર કરવા લાગ્યો.

તે દરમિયાન તેને માતાને એક વાર પણ યાદ ન કર્યા. જ્યારે માતા ફોન કરતી ત્યારે તે સારી રીતે વાત પણ ન કરતો. થોડા દિવસો પછી છોકરાની માતાનું દેહાંત થઇ ગયું. માતાના મૃત્યુ થઇ ગયું માતાના મૃત્યુ પછી તેને મજબુરીમાં માતાના અંતિમ સંસ્કાર કરવા આવવું પડ્યું. માતાના અંતિમ સંસ્કાર કરીને જયારે તે ઘરે આવે છે. તેને એક ચિઠ્ઠી મળી.

ચિઠ્ઠીમાં તેની માતા એ લખ્યું હતું વ્હાલા દીકરા મેં તારી ઘણી રાહ જોઈ, પણ તું ન આવ્યો. હું જાણું છું કે મારા કારણે તારે શરમ અનુભવવી પડી, પણ આજે હું તને એક એવી વાત જણાવવા જઈ રહી છું. જે તને ખબર નથી. જ્યારે તું નાનો હતો ત્યારે તારા પિતાજી આપણેને ફરવા લઈ જતા હતા. તે અકસ્માતમાં તારા પિતાજીનું મૃત્યુ થઇ ગયું હતું અને તારી એક આંખની દ્રષ્ટિ જતી રહી હતી.

“હું તો અડધું જીવન પસાર કરી ચુકી હતી પરંતુ તારી આગળ સંપૂર્ણ જીવન પડ્યું હતું. તેથી મેં મારી એક આંખ તને આપી દીધી.” માતાની આ ચિઠ્ઠી વાચીને દીકરો જોર જોરથી રડવા લાગ્યો અને તેને પોતાના વર્તન અંગે ઘણો પછતાવો થયો. પરંતુ હવે તેની પાસે રડવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

જ્યારે બાળકો નાના હોય છે ત્યારે મા-બાપ પોતાનું બધું ન્યોછાવર કરીને પોતાના બાળકોની ખુશીનું ધ્યાન રાખે છે. તેમને પ્રેમથી ઉછેરીને મોટા કરે છે. પરંતુ એવું શા માટે થાય છે કે જ્યારે આ જ બાળક મોટા થઇ જાય છે, તો તેમના માટે પોતાના માતા-પિતા બોજ લાગવા લાગે છે. જે રીતે માતા-પિતાએ બાળપણમાં બાળકોનું ધ્યાન રાખ્યું, તેવી જ રીતે બાળકોની પણ ફરજ છે કે તે પોતાના માતા-પિતાનું ધ્યાન રાખે. યાદ રાખો જેમ જેમ તમે મોટા થાવ છે, માતા-પિતા વૃદ્ધ થતા જાય છે. માતા-પિતાથી વધુ દુનિયામાં કોઈ કિંમતી ભેટ નથી.