પંડિત જવાહરલાલ નહેરૂને મળવા એક બાઈ આવી

પંડિત જવાહરલાલ નહેરૂને મળવા એક બાઈ આવી

અને એમના હાથ માં એક ચોપડી અને એક થેલી આપી ગઈ.

નહેરૂએ એ થેલી ખોલી; તો તેમાં ૩૫ લાખ રૂપિયા હતા; અને તે ચોપડીમાં એ રકમનો હિસાબ હતો.

એ રકમ કોન્ગ્રેસ સંસ્થાની મુડી હતી; જેનો વહિવટ એ બાઈના પિતા કરતા હતા.

પિતાના મૃત્યુ બાદ આમાંથી એક પણ પાઈ રાખ્યા વિના તે બાઈએ, એ રકમ નહેરૂને સુપ્રત કરી દીધી હતી. અને પહેરેલે લુગડે તે પોતાના વતન ભેગી થઈ ગઈ હતી.

આખી જિંદગી અકિંચન વ્રત પાળનાર, સદા ટ્રેનના ત્રીજા વર્ગના ડબામાં જ મુસાફરી કરનાર; અને પોતે ગાંધી માર્ગે કાંતેલા સૂતરમાંથી બનાવેલ કપડાં જ પહેરનાર એ બાઈ કોણ હતી?

એ હતાં – સ્વતંત્રતા બાદ ઘણા સમય સુધી વિસરાઈ ગયેલા, ભારતના નેતા સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી મણિબહેન આઝાદીના આ અમર પ્રતિકો છે. તેમની નિસ્વાર્થ સેવા એ દેશપ્રેમનું અમૂલ્ય ઘરેણું છે.

આવી હતી એમની ઈમાનદારી