મનીષા કોઈરાલાની કેન્સરના સમયે આવી થઈ ગઈ હતી હાલત, પહેલી વાર પોતે શેયર કર્યો આ ફોટો

મનીષા કોઈરાલાએ બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. છેલ્લે તે ફિલ્મ ‘સંજુ’ માં નજરે પડી હતી .તેમણે આ ફિલ્મમાં સંજય દત્તની માતા નરગીસ દત્તનું પાત્ર ભજવ્યું હતું.

મનીષા એ લાંબા સમય પછી આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં વાપસી કરી હતી. મનીષાએ ફિલ્મોથી અંતર બનાવી લીધું હતું કેમકે તેમને કેન્સર થઈ ગયું હતું. તેમનો ઘણા લાંબા સમયથી ઈલાજ ચાલી રહ્યો હતો.

હાલમાં જ મનીષા એ કેન્સરના ઈલાજ દરમિયાન પોતાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેયર કરી છે . જે જોત જોતામાં વાઇરલ થઈ ગઈ છે. ચાહકોને વિશ્વાસ નથી થતો કે મનીષા આટલી હદે બીમાર હતી. તે બીજુ નવું જીવન મળ્યું તે માટે આભારી છે. મનીષા એ જે તસ્વીર શેયર કરી છે તેમાં ૨ ફોટા છે. પહેલા ફોટા માં તે હોસ્પિટલમાં બેડ પર જોવા મળી રહી છે.

તેમજ બીજા ફોટામાં તે એક બરફથી ઢંકાયેલા પહાડોથી ઘેરાયેલી છે. મનીષા એ ફોટો શેયર કરી લખ્યું છે કે ‘ આ બીજા અવસર માટે હું જિંદગીની હંમેશા આભારી રહીશ. શુભ સવાર મિત્રો.. આ શાનદાર જિંદગી છે અને જીવવાનો અવસર ખૂબ સુંદર છે.’ આ ઘાતક બીમારી માંથી બહાર આવ્યા પછી મનીષાએ આ સંઘર્ષને બધા સાથે શેયર કર્યો છે.

તેમણે આના પછી પોતાની યાદોને લઈને ‘healed : how cancer gave me a new life’ પુસ્તક પણ લખ્યું. આ પુસ્તકને તેમણે અમેરિકામાં થયેલ ઈલાજ અને તેના પછી મળેલ જિંદગી વિશે લખ્યું છે. હાલમાં જ તેમણે કેન્સરને પોતાની જીવનનું એક ગિફ્ટ જણાવ્યું હતું.

તેમણે લખ્યું હતું કે , ‘ મારા વિચારથી કેન્સર મારા જીવનમાં ગિફ્ટ બનીને આવ્યું. મારો બીજાંને જોવાનો નજરીયો સારો થયો અને મારું મન પણ સાફ થયું .’ જણાવી દઈએ કે મનીષા હાલમાં કોઈ ફિલ્મ નથી કરી રહી તે સોશિયલ મીડિયાના માધ્યમ થી પોતાના ફેન્સ સાથે જોડાયેલી છે

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.