મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં કરશે પ્રવેશ, આ પરિવર્તન કઈ રાશિઓ માટે રહેશે સુખકારી, જાણો.

મંગળના રાશિ પરિવર્તનના કારણે આ 4 રાશિનો સમય રહેશે આનંદમય, જાણો બાકી રાશિઓની સ્થિતિ

જ્યોતિષવિદ્યા મુજબ, મંગળ ગ્રહને સેનાપતિ માનવામાં આવે છે, તમને જણાવી દઇએ કે 23 માર્ચ, 2020 ના રોજ મંગળ તેની રાશિમાં પરિવર્તન કરવા જઈ રહ્યો છે, તે તેની ઉચ્ચ રાશિ મકર રાશિમાં તેની ચાલમાં ફેરફાર કરશે, આ પરિવર્તનના કારણે તે તમામ 12 રાશિના ઉપર તેની કોઈને કોઈ અસર પડવાની છે. છેવટે મંગલનું આ પરિવર્તન કઈ રાશિ માટે શુભ સાબિત થશે અને કઈ રાશિઓ ઉપર તેની નકારાત્મક નકારાત્મક અસર પડવાની છે, આજે અમે તમને તેના વિષે માહિતી આપવા આપવાના છીએ.

ચાલો આપણે જાણીએ મંગળના રાશિ પરિવર્તનના કારણે કઈ રાશીનો સમય રહેશે મંગલકારી

સિંહ રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન ફાયદાકારક રહેશે, આ રાશિના લોકોને ધનનો લાભ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. જમીન, મકાન સંબંધિત કાર્યોમાં તમને સારો ફાયદો મળશે, કોર્ટના કચેરીના કેસોમાં તમને સફળતા મળી શકે છે. તમારું મન શાંત રહેશે, તમે તમારા દુશ્મનો ઉપર વિજય મેળવશો, તમારી હિંમત અને સાહસમાં વધારો થઈ શકે છે, તમે કાર્યસ્થળમાં સારું પ્રદર્શન કરશો, મોટા અધિકારીઓ તમને પુરતો સહકાર આપશે.

વૃશ્ચિક રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન, ઉત્તમ સાબિત થશે, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, તમે સકારાત્મકરૂપે તમારા તમામ કાર્યો પૂર્ણ કરશો જે સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે, કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યથી ખૂબ ખુશ રહેશે, રાજકારણના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારા લાભ મળશે.

તમારું મન પ્રસન્ન રહેશે, જમીન, મકાન સાથે સંબંધિત કાર્યમાં તમને લાભ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. પિતાની મદદથી તમે તમારા અધૂરા કાર્યો પુરા કરશો, તમને આર્થિક લાભ મળી શકે છે, પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે.

કુંભ રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન, સારું રહેશે, આ રાશિવાળા લોકોને તેમની જૂની યોજનાઓનો લાભ મળી શકે છે, કોઈ જૂની શારીરિક સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે, ભાઈ બહેનો સાથે સારો તાલમેલ જાળવશે, સ્ત્રી પક્ષ તરફથી તમને સુખ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે.

કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન વધશે, કોઈ અધુરી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે, માતા-પિતાના આશીર્વાદ મેળવશે, ઘરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તમે ઘણા પ્રફુલ્લિત રહેશો, કોઈ પ્રવાસ દરમ્યાન તમને સારા લાભો મળી શકે છે, પ્રભાવશાળી લોકોમાં સાથે ઉઠવા બેસવાનું થઇ શકે છે.

મીન રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન, શુભ રહેવાનું છે, આ રાશિવાળા લોકોની આવકમાં વધારો થઇ શકે છે, કાર્યમાં તમને સફળતા મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે, ભાઈ-બહેનના સહકારથી તમને સારો લાભ થઇ શકે છે, સંપત્તિના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તમે તમારા શત્રુઓ ઉપર વિજય મેળવશો, સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળી શકે છે, કાર્યસ્થળમાં પ્રગતી મળવાની શક્યતા ઉભી થઇ રહી છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

ચાલો જાણીએ બીજી રાશિના લોકોની સ્થિતિ કેવી રહેશે

મેષ રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન કાર્યક્ષેત્રમાં ઘણા અવરોધો ઉભા કરી શકે છે, તમારે વાહનના ઉપયોગમાં સાવચેતી રાખવી પડશે, નહીં તો અકસ્માત થવાની સંભાવના ઉભી થઇ રહી છે, આ રાશી વાળા લોકોને પૈસાની નુકશાનીનો સામનો કરવો પડશે, જમીન,મકાન સાથે સંબંધિત વાદ વિવાદ થઇ શકે છે, તમારા આત્મવિશ્વાસ અને હિંમતમાં ઘટાડો જોવા મળશે.

વૃષભ રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન મુશ્કેલ રહેવાનું છે, કાર્યક્ષેત્રમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે, ભાઈઓ સાથે મતભેદ થવાની સંભાવના છે, તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, તેથી સાવચેત રહો. સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જરૂરી છે, કોઈ જુના રોગને લીધે તમે ખૂબ અસ્વસ્થ રહેશો.

મિથુન રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન પીડાદાયક રહેશે, આ રાશિવાળા લોકોને પૈસા ગુમાવવાની સંભાવના છે, તેથી પૈસાના વ્યવહારને ટાળો, તમને તમારા કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં મુશ્કેલી પડશે, વ્યવસાયિક યોજનાઓ સફળ નહિ થઇ શકે. જેથી તમે ખૂબ અસ્વસ્થ રહેશો, તમે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદને પ્રોત્સાહિત કરશો નહીં, નોકરી ધંધા વાળા લોકોની કોઈ અજાણી જગ્યાએ ટ્રાંસફર થઇ સકે છે. જેના કારણે તમારા કામ ઉપર અસર થશે, જીવન સાથી સાથે સારી તાલમેલ જળવાઈ રહેશે.

કર્ક રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન મિશ્ર સાબિત થશે, આ રાશિવાળા લોકોને કુટુંબની બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર છે, જો તમે પારિવારિક બાબતોમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા હોવ તો કાળજીપૂર્વક વિચાર કરો, કોઈ સ્ત્રી તરફથી તમને મુશ્કેલીઓ મળી શકે છે, ભાઈ-બહેનોનો ટેકો મળશે, કોઈ જૂની બાબતની ચિંતા તમને અસ્વસ્થ કરી શકે છે, તમે નકારાત્મક વિચારોથી દુર રહો, બહારનું ખાવાપીવાથી દુર રહેવાની જરૂર છે.

કન્યા રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉભી કરી શકે છે, તેથી તમે તમારા સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપો, બાળકો તરફથી તમને તકલીફ ઉભી થવાના યોગ ઉભા થઇ રહ્યા છે, પૈસા સંબંધિત કામ તમારે સમજી વિચારીને કરવાની જરૂર છે અન્યથા તમારે ખોટનો સામનો કરવો પડશે, તમે કોઈ પણ લાંબા અંતરની યાત્રા ઉપર જવાથી દુર રહો, માનસિક તનાવ વધારે રહેશે, કામકાજમાં તમારું મન નહિ લાગે, તમે કોઈ નવું કાર્ય આ સમય દરમિયાન શરૂ કરશો નહીં.

તુલા રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન મધ્યમ ફળ આપનાર છે, પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે, પરંતુ તમારે તમારા ક્રોધને કાબૂમાં રાખવો પડશે, નહીં તો કોઈ પણ સાથે વાદ-વિવાદ ઉભો થવાની શક્યતા ઉભી થઇ રહી છે. કોઈ જૂની બીમારીને કારણે તમે અસ્વસ્થ થઈ શકો છો, તમારે ખરાબ સંગતથી દુર રહેવું નહીં તો તમારા માન અને ગૌરવને નુકસાન થઈ શકે છે, જમીન સંપત્તિ સંબંધિત બાબતોમાં તમારે સમજદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. વાહન વાપરવામાં તમે બેદરકારી ન રાખો.

ધનુ રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન હાનિકારક સાબિત થશે, તેથી તમે ક્યાય પણ મૂડી રોકાણ કરતા પહેલાં અનુભવી લોકોની સલાહ જરૂર લેવી જ જોઇએ, માનસિક તાણ વધુ હોવાના કારણે, તમે તમારું ધ્યાન કામકામાં કેન્દ્રિત કરી જશકશો નહીં. તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થઇ શકે છે, કામકાજમાં તમને વધુ સારા પરિણામ મળી શકશે નહિ, જેના કારણે તમે ખૂબ નિરાશ થશો, કોઈપણ યાત્રા ઉપર જતા હોય ત્યારે તમે તમારી વસ્તુઓ ઉપર ધ્યાન રાખો. અન્યથા ચોરી થવાની શક્યતા ઉભી થઇ રહી છે, માતાપિતાનું આરોગ્ય બગડવાની શક્યતા છે.

મકર રાશિવાળા લોકો માટે મંગળનું રાશી પરિવર્તન પડકારજનક હશે, તમારે તમારા કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે, તમે વધુ તનાવ લેવાનું દુર રહો, દુશ્મનો તમને મુશ્કેલીમાં મુકવાનો પ્રયત્ન કરશે, તમારે ખૂબ સંયમ અને બુદ્ધિ પૂર્વક કામ લેવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં અચાનક પરિવર્તન થવાની સંભાવના છે, તમારે દરેક પરિવર્તન માટે અગાઉથી તૈયાર રહેવું પડશે, તમારે તમારી કાર્ય પદ્ધતિમાં થોડો ફેરફાર કરવો પડશે. સાથે કામ કરવા વાળા તમે મદદ કરી શકે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.