ટેકનોલોજી કયાંથી કયાંથી પહોંચી ગઈ છે એ તો તમે જાણતા જ હશો. પહેલાના સમયમાં અશક્ય લાગતા કામો હવે ટેકનોલોજીની મદદથી શક્ય થઈ ગયા છે. જેમ કે પહેલા કોઈ ભારે વસ્તુને એક જગ્યાએ બીજે લઈ જવા માટે ઘણી મહેનત અને સમય લાગતો હતો. પણ હવે ગણતરીના કલાકોમાં આવા કામો થવા લાગ્યા છે. તુર્કીમાં એક ડેમના બાંધકામ સમયે ત્યાં વચ્ચે એક વર્ષો જૂની મસ્જીદ આવતી હતી. તો એન્જીનીયરોએ એને ત્યાંથી ઉઠાવીને બીજી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી દીધી.
૬૦૦ વર્ષ જૂની મસ્જીદની જમીનને ઉપાડીને ૨ કી.મી. દુર કેવી રીતે શિફ્ટ કરવામાં આવી આવો જાણીએ. ઈસ્તાનબુલના તુર્કીમાં ૬૦૦ વર્ષ જૂની મસ્જીદ ડેમના રસ્તામાં આવી રહી હતી. મસ્જીદને કાયદેસર ત્રણ ભાગમાં વહેંચવામાં આવી અને રોબોર્ટ ટ્રાંસપોર્ટર્સની મદદથી બે કી.મી. દુર એક બીજી જગ્યા ઉપર સ્થાપિત કરવામાં આવી.
મજૂરોએ સેંકડો વર્ષોથી સુરક્ષિત રાખવામાં આવેલી દીવાલોને તોડવી પડી, જેથી તે પરિવહન માટે પ્લેટફોર્મ ઉપર મસ્જીદના ટુકડા રાખી શકે.
ડેમના દુબ વિસ્તારમાં આવી રહી હતી મસ્જીદ :
ઇયુબી મસ્જીદ હસનકૈફ શહેરમાં હતી. અહિયાં તુર્કીનો ચોથો સૌથી મોટો ડેમ ઇલીસુ બનાવવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોએ મસ્જીદ ડેમના દુબ વિસ્તારમાં આવે છે એવું જાહેર કરી દીધું હતું. ત્યાર પછી મસ્જીદના બે ભાગને પણ આ વર્ષે જ બીજા સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
૨૫૦૦ ટન વજનની મસ્જીદના ભાગોને ૩૦૦ પૈડા વાળા શક્તિશાળી રોબોટ દ્વારા ન્યુ કલ્ચરલ પાર્ક વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ સ્થળ ઉપર ઐતિહાસિક મહત્વ ધરાવતી બિલ્ડીંગોને સંરક્ષિત કરવામાં આવે છે.
હસનકૈફના મેયર અબ્દુલવહાપ કુસેનએ કહ્યું, પુરના પાણીથી ઐતિહાસિક મહત્વ ધરાવતી બિલ્ડીંગો ખરાબ ન થાય, એટલા માટે તેને બીજા સ્થળે સ્થળાંતરીત કરવામાં આવી રહી છે. હસનકૈફને ૧૯૮૧ થી એક સંરક્ષિત શહેરનું સ્થાન આપવામાં આવ્યું છે. અહિયાં લગભગ ૬ હજાર ગુફાઓ અને બાઈજેંટાઈન યુગનો એક કિલ્લો છે.
૪ હજાર વર્ષ જુનું છે હસનકૈફ :
ઈતિહાસકારોના જણાવ્યા મુજબ હસનકૈફ ૯ સભ્યતાઓનું સાક્ષી રહ્યું છે. શહેરનો ઉલ્લેખ ઈ.સ. પૂર્વ ૨૦૦૦ ના લેખોમાં મળે છે. ડેમ બનાવતી વખતે યુરોપની બેંકોએ તુર્કીને સુચના આપી હતી. તેમનું કહેવું હતું કે આ કામમાં વર્લ્ડ બેંકની શરતોનું પાલન થવું જોઈએ. ઐતિહાસિક મહત્વની ઇમારતો અને પર્યાવરણને નુકશાન ન પહોચવું જોઈએ. એવું ન થયું તો કોઈ પણ બેંક ડેમ બનાવવા માટે નાણાં નહિ આપે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.