મસૂરની દાળના આરોગ્ય અને સોંદર્ય માટે નાં આ નુસ્ખા તમને ખાવા ની સાથે બીજા લાભ અપાવશે

મસુરનો ઉપયોગ દાળના રૂપમાં સવારે દરેક જગ્યાએ કરવામાં આવે છે. મસૂરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, સોડીયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ક્લોરીન, આયોડીન, એલ્યુમીનીયમ, કોપર, જીંક, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામીન ‘ડી’ વગેરે તત્વ મળી આવે છે.
મસૂરની દાળની પ્રકૃતિ ગરમ, શુષ્ક, રક્તવર્ધક અને લોહીમાં ઘાટાપણું લાવનારી હોય છે. આ દાળ ખાવાથી ખુબ શક્તિ મળે છે. ઝાળા, બહુમૂત્ર, પ્રદર, કબજિયાત અને અનિયમિત પાચનક્રિયામાં મસૂરની દાળનું સેવન લાભદાયક હોય છે. સોંદર્યના હિસાબે પણ આ દાળ ખુબ ઉપયોગી છે.

મસૂરના ઔષધીય ગુણ –

* મસૂરની દાળને બાળીને, તેની રાખ બનાવી લો, આ રાખને દાંતો ઉપર ઘસવાથી દાંતના તમામ રોગો દુર થાય છે.

* મસૂરના લોટમાં ઘી અને દૂધ ભેળવીને, સાત દિવસ સુધી ચહેરા ઉપર લેપ કરવાથી કરચલી દુર થાય છે.

* મસૂરના પાંદડાની રાબ બનાવીને કોગળા કરવાથી ગળાનો સોજો અને દુખાવામાં ફાયદો થાય છે.

* મસૂરની દાળનું સૂપ બનાવીને પીવાથી આંતરડા ને લગતા રોગોમાં ફાયદો થાય છે.

* ચહેરાના ડાઘ-ધબ્બા દુર કરવા માટે મસૂરની દાળ અને પીપળા ના ઝાડના કુણા પાંદડા વાટીને લેપ કરો

* જયારે ચહેરા ઉપર ડાઘ ધબ્બા અને ખીલ થઇ જાય તો ચહેરાની રંગત અને રૂપ બન્ને ખરાબ થઇ જાય છે. તેનો નાનો એવો ઉપાય છે કે રાત્રે એક મુઠી મસૂરની દાળ થોડા પાણીમાં પલાળી દો સવારે જયારે તે પાણી દાળ બધું શોષી લે છે તેને વાટીને પેસ્ટ બનાવી લો અને તેમાં થોડું દૂધ ભેળવીને તે પેસ્ટને બન્ને સમય પોતાના ચહેરા ઉપર લગાવો અને પછી દસ કે પંદર મિનીટ પછી મોઢું સાદા પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરાના બધા ડાઘ ધબ્બા ખીલ વગેરે થોડા જ દિવસોમાં દુર થઇ જશે અને ચહેરો ચમકી ઉઠશે.

* મસૂરની રાખ બનાવીને, રાખમાં ભેંશનું દૂધ ભેળવીને સવારે ઘાવ ઉપર લગાવવાથી ઘાવ તરત ભરાઈ જાય છે.

* મસૂરની દાળના સેવનથી લોહીની વૃદ્ધી થાય છે અને દુબળાપણું દુર થાય છે.

* જેમને નબળાઈ હોય કે લોહીની ખામી રહેતી હોય તેમણે મસૂરની દાળ એક સમય રોજ ખાવી જોઈએ અને તેમાં એક ચમચી ગાયનું ઘી ભેળવી લો તો વહેલા નબળાઈ દુર થઇ જાય છે.

મસૂરની દાળ ખાવાથી પાચનક્રિયા સારી થઈને પેટના તમામ રોગ દુર થઇ જાય છે.