માતા પિતાની સેવા કરવી હોય કે દેખભાળ કરવી હોય તો મુશ્કેલીઓમાં પણ રસ્તો મળી જાય છે

મિત્રો આજે અમે જે સ્ટોરી લઈને આવ્યા છીએ, એ વાંચી એની પર એકવાર વિચાર જરૂર કરજો. આ સ્ટોરી એક સારી શીખ આપે એવી છે.

એક શહેરમાં એક પરિવાર રહેતો હતો, જેમાં એક વ્યક્તિ પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. ગરમીના દિવસો શરુ થઇ ગયા હતા તો બાળકોએ પોતાના પિતા પાસે જિદ્દ કરી કે, ઉનાળાની રજામાં તેમને દાદા દાદી પાસે લઇ જાવ. તે વ્યક્તિ રોજ એના વિષે વિચારતો હતો, પરંતુ તેને રજા નહોતી મળતી કે જેથી તે પોતાના માતા પિતાને મળી શકે.

એક સાંજે તે બાળકોને મનાવવા માટે તેમનું મનપસંદ ફળ લેવા બજારે ગયો. એના બાળકોને ભાવતા ઘણા પ્રકારના ફળ બજારમાં આવી ગયા હતા. એક લારી ઉપર તેની નજર પડી. તે લારીના માલિક દેખાતા ન હતા, પરંતુ એક બોર્ડ લગાવ્યું હતું.

લારી ઉપર મળ્યું બોર્ડ :

તે બોર્ડ ઉપર લખ્યું હતું, મારી માં ઘરડી છે અને એટલા માટે મારે થોડા થોડા સમયે તેમની દવા દેવા માટે જવું પડે છે. જો તમારે ઉતાવળ છે તો તમે તમારા હાથથી ફળ જોખી લો અને પછી પૈસા ગલ્લામાં મૂકી દો. ફળો મુજબ પૈસાનું લીસ્ટ લગાવેલું છે. તે વ્યક્તિએ ઘણી વાર સુધી રાહ જોઈ, પરંતુ તેનું કોઈ ન આવ્યું. વ્યક્તિએ પોતાના હિસાબે જ ફળ જોખી લીધા અને ગલ્લામાં પૈસા મૂકીને જતો રહ્યો.

ઘરે ગયો તો તેના મનમાં કુતુહલ થયું કે, છેવટે તે વ્યક્તિ આવી રીતે કેમ પોતાની લારી છોડીને જતો રહે છે. રાત થતા થતા તે એક વખત ફરી બજારમાં પહોંચી ગયો. અને એણે જોયું કે એક ઘરડો એવો થાકી ગયેલ વ્યક્તિ પેલી બોર્ડ વાળી લારી ધકેલીને જઈ રહ્યો હતો. તે તરત તેની પાસે પહોંચ્યો અને તેને કહ્યું, ભાઈ તું તારી લારી છોડીને જતો રહે છે, તો તને કોઈ વાતનો ડર નથી લાગતો.

એ વ્યક્તિ હસ્યો અને કહ્યું, મારી માં છેલ્લા ઘણા સમયથી બીમાર છે, અને મારા કુટુંબમાં બીજા કોઈ વ્યક્તિ નથી રહ્યા. માં ની સાર સંભાળ માટે મારે તેમની પાસે રહેવું જરૂરી છે. અને તે ફળ નહિ વેચું તો પૈસા નવી આવે. હું રોજ મારા ફળની લારી લગાવીને અહિયાંથી જતો રહું છું, અને બોર્ડ લગાવી દઉં છું. ચોરીની શું વાત લોકો વધારે પૈસા જ આપી જાય છે.

મુશ્કેલી માંથી પણ નીકળે છે રસ્તો :

આગળ તેણે કહ્યું કે ક્યારે ક્યારે લોકો ખાવાનું પણ મૂકી જાય છે. એક નાની છોકરી કાલે પુલાવ મૂકી ગઈ હતી અને લખ્યું હતું અમ્મા માટે. તે એક ડોક્ટરે પોતાનું સરનામું લખ્યું હતું, અને કહ્યું હતું જયારે પણ ઈમરજન્સી હોય બોલાવી લેજો. આવી રીતે લોકોની મદદથી મારું ઘર પણ ચાલી જાય છે, અને લોકો પાસેથી મદદ પણ મળી જાય છે.

એટલું કહીને લારી વાળો આગળ વધી ગયો. વ્યક્તિ ત્યાં ઉભો રહીને વિચરતો રહ્યો કે, આ વ્યક્તિ એટલી તકલીફોમાં પણ પોતાની માતાનો સાથ નથી છોડી રહ્યો, અને હું આટલી સુવિધા છતાંપણ મારા માતા પિતા પાસે નથી પહોંચી શકતો. ત્યાર પછી તે ઘરે આવ્યો અને પોતાની પત્નીને કહ્યું સામાન પેક કરી લો, આપણે માં બાપને મળવા કાલે સવારે જ જઈશું.

આપણે આપણા માં બાપની સેવાની કોઈ તક ન છોડવી જોઈએ. અને જે વસ્તુમાં તકલીફ લાગી રહી હોય તેના માટે બસ પ્રયત્ન કરવો જોઈએ. ક્યાંક ને ક્યાંક અને કોઈ ને કોઈ રીતે તેનો ઉકેલ નીકળી જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.