આ ચમત્કારી મંદિરમાં માતાજી પીપળાના મૂળમાંથી થયા હતા પ્રગટ, ભક્તોની ઈચ્છાઓ કરે છે પુરી

તમે બધા લોકોએ દેશ આખાના ઘણા એવા ચમત્કારિક મંદિરો વિષે સાંભળ્યું હશે, અને તમે ઘણા એવા મંદિરોના દર્શન કરવા માટે જરૂર ગયા હશો. પરંતુ આજે અમે તમને દેવી માતાના એક એવા ચમત્કારિક મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, જે શિવાલીકના પહાડોમાં દેવ ભૂમિ હિમાચલના ખોળામાં વસેલા ત્રિલોકપુરમાં આવેલું છે.

અહિયાં હરિયાણા અને હિમાચલની સરહદ ઉપર વાળા સુંદરી દેવીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં વૈષ્ણો દેવીની બાળ સ્વરૂપ તરીકે પૂજા કરવામાં આવે છે. અહિયાં દરરોજ મોટી સંખ્યામાં ભક્ત જનો માતા બાલા સુંદરીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

માતા બાલા સુંદરીનું આ મંદિર ઘણું જ ચમત્કારી માનવામાં આવે છે. આ મંદિરમાં વાગતી આઠ ઘંટડીઓ ઉપરાંત અહિયાં ગુંજતા માતાના જય જયકારોથી આખું વાતાવરણ ગુંજવા લાગે છે. હજારોની સંખ્યામાં ભક્તજન દુર દુરથી આવીને માતાના દર્શન કરે છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, માતા રાનીએ એક મીઠાના વેપારીને સપનામાં બાલ રૂપમાં દર્શન આપ્યા હતા.

તેમણે એ વેપારીને કહ્યું હતું કે, હું પીંડ રૂપમાં તારી મીઠાની ગૂણમાં આવી ગઈ હતી. હવે મારો નિવાસ તારા આંગણામાં જ આવેલા પીપળાના ઝાડના થડમાં રહેશે. એટલા માટે લોક કલ્યાણ માટે તું અહિયાં એક મંદિરનું નિર્માણ કરાવી દે. જયારે સવાર થઇ તો તે વેપારીએ પોતાના આંગણામાં પીપળાનું ઝાડ જોયું, ત્યારે અચાનકથી જ વીજળીની ચમક અને વાદળાના ગડગડાટ સાથે પીપળાનું ઝાડ થડમાંથી જ ફાટી ગયું હતું, અને તે ઝાડમાંથી સાક્ષાત દેવી માતા પ્રગટ થયા હતા.

આ ઘટના વિક્રમ સંવત ૧૬૨૭ ની બતાવવામાં આવે છે. આ સમય દરમિયાન સીરમોર પાટનગરનું શાસન મહારાજ પ્રદીપ પ્રકાશ પાસે હતું. એક રાત્રે માતાએ તેને પણ સપનામાં દર્શન આપ્યા હતા, અને ભક્ત રામદાસ વાળી વાર્તા સંભળાવી હતી અને મંદિર બનાવવાની ઈચ્છા પ્રગટ કરી હતી. માતાનો આદેશ મળતા જ મહારાજ પ્રદીપ પ્રકાશે તરત જ મંદિર બનાવરાવ્યું હતું. આ મંદિર બનાવવામાં પુરા 3 વર્ષનો સમય થયો હતો. આ મંદિર જોવામાં ઘણું જ સુંદર છે, અને તે મુગલકાળની વાસ્તુ કલાથી બનેલું છે.

માતા બાલા સુંદરી મંદિરના પુજારીના જણાવ્યા મુજબ, આ મંદિરમાં દર્શન કરવા માટે હિમાચલ, હરિયાણા ઉપરાંત દિલ્હી, યુપી, પંજાબના ઘણા શહેરોમાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે. ભક્તો માતાના દરબારમાં પોતાનું માથું નમાવવા આવે છે, અને પોતાના કામના કરે છે. એવું કહેવામાં આવે છે કે, જે ભક્ત આ મંદિરમાં આવીને પોતાની કામના માતાને કહે છે એ જરૂર પૂરી થાય છે.

આ મંદિરની અંદર ભક્ત હલવાનો પ્રસાદ અને ફૂલ માળા ચડાવીને પોતાની મનોકામના માંગે છે. વર્ષમાં બે વખત આસો અને ચૈત્ર માસની નવરાત્રીમાં અહિયાં મેળો ભરાય છે. આ મેળાની અંદર દુર દુરથી ભક્ત લાખોની સંખ્યામાં માતાના દર્શન માટે અહિયાં હાજરી આપે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.