મેથી નાં ભજીયા બનાવા ની બે રીત (અત્યાર સુધી કોઈએ આ રીત નઈ કીધી હોય)

વિડીયો સહુ થી નીચે છે લખાણ પૂરું થાય પછી વિડીયો લખેલું છે એની નીચે વિડીયો જોવા મળશે

સર્વે કરાવા માં આવે તો ચોમાસા માં ભજીયા ખાવા નો ચસ્કો ૧૫૦% વધી જાય છે એમાય મેથીના ભજિયા નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય.

ને ખાવા મળે તો તમારા સારા પુણ્ય નહિ તો કરમ ની કઠણાઈ.

અત્યાર સુધી માં મેથી નાં ભજીયા બનાવા ની એક જ રીત હતી પણ અમે તમને આજે બે રીત કઈએ છીએ બીજી રીત નીચે વિડીયો માં પણ આપી છે

પહેલી રીત

આ રીત માં ઘરના સમજુ હોય એ લગભગ બનાવી જ દે એકવાર જોર થી બોલો કે

”જુયો મેથીના ભજીયા બનાવા ની રીત આપી. અમારા બૈરા વિના વાંચ્યે સોલીડ જોરદાર બનાવે છે”
બસ થોડા વખાણ સાથે આવું મરચું મીઠું નાખી કેસો તો બની જશે બાકી બીજી રીત તો નીચે લખી છે. એ પણ વાંચી શકો છો

બીજી રીત નીચે લખી છે ને એની નીચે વિડીયો માં પણ જોઈ શકો છો

જરૂરી સામગ્રી

મેથીની ભાજીના – 2 કપ

મીઠું – જરૂરીયાત મુજબ

હળદર – 1/2 ચમચી

લાલ મરચા પાઉડર -1/2 ચમચી

ધાણા પાઉડર -1/2 ચમચી

અજમો – 1/4 ચમચી

ચણાનો લોટ – 1/2 કપ

ખાવાનો સોડા – 1/4 ચમચી

તેલ – તળવા માટે

પાણી – જરૂર પડે તો

રીત

સૌથી પેલા મેથીની ભાજીના પાંદડાને સમારી લેવા, ભાજીમાં ખારાશ હોવાથી થોડું મીઠું, હળદર, લાલ મરચા પાઉડર, ધાણા પાઉડર, ચણાનો લોટ(જાડો લેસો તો મસ્ત બનશે), અજમો અને ખાવાનો સોડા નાખી આ બધું મિક્સ કરવું,
ભાજીમાં પાણી હોવાથી પાણીની જરૂર રહેતી નથી પણ છતાં સોફ્ટ લોટ કરવા એક થી બે ચમચી પાણી નાખી શકાય,
હવે એક વાસણમાં મધ્યમ તાપે તેલ ગરમ કરવું,

તેલ ગરમ થાય એટલે સહેજ હાથ પાણીમાં ભીનો કરી તૈયાર કરેલ સોફ્ટ લોટમાંથી ગોળા તૈયાર કરતા જવું અને તેલમાં નાખતા જવું,

હવે તેને ધીમા તાપે જ અધકચરા તળી લેવા, થોડા ઠંડા થવા દઈ ફરી તેલ ધીમા તાપે ગરમ કરી, તેમાં ભજીયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા જેથી તે ક્રિસ્પી થાય,

આ મેથીના ભાજીયાને ગરમા ગરમ ચટણી સાથે નાસ્તામાં કે જમવામાં પણ લઇ શકાય, મેથીમાં લોહ તત્વ સારા હોવાથી જો તેના ભજીયા બનાવીએ તો ટેસ્ટની સાથે તેના સારા ગુણ પણ મળે છે.

વિડીયો