મીઠું, કાળા મરી અને લીંબુના આ પ્રયોગથી આ ૭ બીમારીઓ કોઈપણ દવા કરતા વધુ સારી રીતે ઠીક કરી શકે છે

ઋતુ બદલાવા ઉપર લોકો હમેશા બીમાર પડી જાય છે. તાવ અને ખાંસી થઇ જાય છે, જેને કારણે વરંવાર હોસ્પિટલ ના આંટા મારવા પડે છે. વરસાદ આવવાનો છે તેવામાં ઘણા લોકો હવામાન ફેરફારને સરળતાથી સહન નથી કરી શકતા અને તેમના માટે નાની એવી બીમારી પણ મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ નાની નાની બીમારીઓને કારણે તમારે હોસ્પિટલ ના ધક્કા ન ખાવા પડે તે માટે તમે ઘરમાં જ ઘરેલું ઉપચાર કરી શકો છો. તો જાણીએ મીઠું, લીંબુ અને કાળા મરીના મિશ્રણ ના થોડા અલગ ફાયદા.

મીઠું, કાળા મરી અને લીંબુ

મીઠું (૧ નાની ચમચી), કાળા મરી (૧/૨ નાની ચમચી) અને લીંબુ (થોડા ટીપા) ના રસથી ૭ પ્રકારની બીમારીઓને ઠીક કરી શકે છે. જી હા તમારી જાણકારી માટે નીચે જણાવેલ કે તે કઈ કઈ બીમારીઓને ઠીક કરી શકે છે.

૧. બંધ નાક ખોલવા

આ ત્રણેનું મિશ્રણ જો ગરમ પાણી સાથે લેવામાં આવે તો તે શરીરમાં ગરમી ઉત્પન કરીને નાકની નળીમાં થયેલ સોજાને ઓછો કરશે અને બંધ નાક ખોલશે.

૨. ગળાના દુખાવામાં રાહત અપાવે

આ મિશ્રણના એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે જે ગળામાં ફેલાઈ રહેલ બેક્ટેરિયા નો નાશ કરીને ગળાના દુખાવામાં રાહત અપાવે છે. એક મોટી ચમચી તાજા લીંબુનો રસ. ૧/૨ નાની ચમચી વાટેલ કાળા મરી અને એક નાની ચમચી ઉચી ગુણવત્તા વાળું મીઠું લઈને એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવી લો આ મિશ્રણ થી દિવસમાં ઘણી વખત કોગળા કરો તેનાથી તમને ગળાનો દુખાવો અને ખાંસી થી રાહત મળશે.

૩. ગોલસ્ટોન ઠીક કરે

જો આ ત્રણે મિશ્રણ સાથે જેતુનનું તેલ પણ ભેળવી દેવામાં આવે અને પછી તેનું સેવન કરવામાં આવે તો આ મિશ્રણ ઘણું શક્તિશાળી બની જાય છે. ત્યારે આ મિશ્રણ ગોલ બ્લેન્ડર માં એકઠા સ્ટોન્સ ને ઓગાળવામાં મદદ કરે છે. પણ તે નિયમિત લેવાનું રહેશે.

૪. પા નાની ચમચી વાટેલ કાળા મરી, બે ચમચી તાજા લીંબુનો રસ, ૧ મોટી ચમચી મધ લઈને એક ગ્લાસ પાણીમાં ભેળવી લો.

રોજ સવારે ખાલી પેટ આ મિશ્રણ લેવાથી શરીરનું મેટાબોલીજ્મ ઝડપી થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

૫. દાંતના દુખાવામાં રાહત

૧/૨ નાની ચમચી વાટેલ કાળા મરી, ૧/૨ ચમચી લવિંગનું તેલ લઈને ભેળવી લો. આ મિશ્રણને ગરમ પાણીમાં ભેળવીને કોગળા કરો, તમારા દાંતનો દુખાવો દુર થઇ જશે.

૬. ફ્લુ દુર કરે

જો આ મિશ્રણને મધ સાથે ખાશો તો ફ્લુ કરવા વાળા વાયરસ અને જીવાણુંઓ દુર થઇ જાય છે.

૭. મિતલી કે એસીડીટી ઓછી કરી દે છે

એક મોટી ચમચી લીંબુનો રસ, એક નાની ચમચી કાળા મરી લઈને એક ગ્લાસ પાણીમાં ભેળવીને ઘૂંટડે ઘૂંટડે કરીને પીવો. આ મિશ્રણ તમારા પેટમાં વધેલા એસીડને ઓછો કરી દે છે, તેથી તમને જ્યારે પણ મીતલિ કે એસીડીટી નો અહેસાસ થાય તો, આ લેવાનું ન ભૂલશો.