ગુજરાતી માં વિડીયો ”મોહન થાળ” બનાવા ની રીત

મહારાજ ચીમનલાલ પાલીવાલ પાસે થી સીખો મોહનથાળ. ચીમનલાલ મહારાજ ૪૦ વર્ષ થી રસોઈયા છે. તયો ગુજરાતી, રાજસ્થાની,પંજાબી નાં એક્સપર્ટ છે. તેયો કોઈ પણ કૃત્રિમ ખાદ્ય પદાર્થ નાં ઉપયોગ વિના બનાવા નો આગ્રહ રાખે છે.

મોહનથાળ પહેલા ને આજે પણ લગન માં મેઈન મીઠાઈ માં હોય જ છે. બહુ ઓછા ખર્ચ માં ખુબ સરસ સ્વાદ ને લાજવાબ મીઠાઈ.

વિડીયો સહુ થી નીચે લખાણ પૂરું થાય ત્યાં વિડીયો લખેલા ની નીચે છે.

સામગ્રી :

180 ગ્રામ ચણા નો લોટ

160 ગ્રામ ઘી

4 ઈલાયચી (પાવડર )

ચાસની માટે :

200 ગ્રામ ખાંડ

180 મિલી પાણી

30 મિલી દૂધ

સજાવટ માટે :

બદામ,પીસ્તા ની કતરી

રીત :

ઘી ગરમ કરો .ગરમ કરેલું ઘી અડધું લોટ ઉપર રેડી ને બે હાથ થી બરાબર મસળી લો.(લોટ બરાબર કકરો ના થાય ત્યાં સુધી ). બાકી રહેલું ઘી ગરમ કરો .

તેમાં લોટ નાખી ને બરાબર હલાવતા રહો (ગોલ્ડન રંગ આવે ત્યાં સુધી.). ગોલ્ડન રંગ આવે એટલે એને સ્ટવ પર થી ઉતારી ને ઠંડુ પાડવા દો.

ચાસની માટે પાણી ગરમ કરો એમાં ખાંડ નાખી ૧૦ મિનીટ સુધી ધીમા તાપે ગરમ થવા દો. તેમાં દૂધ નાખી દો.
ઉપર તરતી કાળી મલાઈ કાઢી લો .

એક તાર ની ચાસની થાય એટલે ચાસની સ્તવ પર થી ઉતારી ને તેમાં ઠંડો પડેલો લોટ અને ઈલાયચી નાખી ને બરાબર હલાવો.

તેને ઘી ચોપડેલી થાળી માં કાઢી ને એક સરખું પાથરી લો .

બદામ અને પીસ્તા પાથરીને પાચ થી છ કલાક ઠંડુ પડવા દો

કટકા કરી ને ભરી લો.

નીચેની વિડીયો માં શરૂઆત માં મોહનથાળ અને ત્યારબાદ પાત્રા બનવા ની રીત પણ છે.

વિડીયો