મોંના કેન્સર અને કિડની સહિત 200 બીમારીઓને સારું કરે છે તુલસી. ખાવાની યોગ્ય રીત જાણી લો.

આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ તુલસીના ફાયદા અને તેના મહત્વ વિષે, એ તો બધા જાણો જ છો કે તુલસી હિંદુ ઘરોમાં સરળતાથી મળી રહે છે. તુલસી ન માત્ર ઔષધીય ગુણોને કારણે જ ઘણા ગુણકારી છે, પરંતુ તે ધાર્મિક દ્રષ્ટિ એ પણ ઘણા પૂજનીય માનવામાં આવે છે. તેને માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તુલસી વગર વિષ્ણુ ભગવાનની પૂજા અધુરી માનવામાં આવે છે.

તુલસી પાંચ પ્રકારની હોય છે : રામ તુલસી, શ્વેત તુલસી, શ્યામા તુલસી, વન તુલસી, થાઈ તુલસી. એક પંક્તિમાં જો વાત કરવામાં આવે તો આ પાંચ પ્રકારનો રસ દરેક પ્રકારની દવા છે. તુલસીના રસના ફાયદા :

ચહેરા માટે તુલસી : તુલસી માં થાઈમોલ નામનો એક પદાર્થ મળી આવે છે જે આપણી ત્વચા માટે ઘણો ઉપયોગી હોય છે. તેના પાંદડાને વાટીને ખીલ મુંહાસે ઉપર લગાવો, તે ઘણા જલ્દી ઠીક કરી દે છે. તેને નિયમિત ખાવાથી ચહેરા ઉપર ચમક જળવાઈ રહે છે. તુલસીના પાંદડા વાટીને લીંબુનો રસ ભેળવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરો ચમકતો બને છે.

માથાનો દુ:ખાવો કે માનસિક તનાવ માંથી છુટકારો : તુલસીના પાંદડાની રાબ પીવાથી માનસિક તનાવ દુર થાય છે. કોઈપણ પ્રકારનો માથાનો દુ:ખાવો હોય છે, તો આ રાબ નિયમિત રીતે પીવાથી ઘણો આરામ મળે છે.

ખાંસી, તાવ અને જુકામમાં લાભદાયક : તુલસીના થોડા પાંદડાઓ, કાળા મરી, કાળું મીઠું અને આદુને પાણીમાં ઉકાળીને પીવો, તેનાથી ખાંસી, જુકામ અને તાવમાં ઘણો આરામ મળશે.

પેશાબમાં બળતરા : તુલસીના પાંદડા ચાવવાથી પેશાબમાં બળતરા નહિ થાય. જેમને આ ફરિયાદ છે, તે તેનો ઉપયોગ કરો જરૂર લાભ થશે.

સ્ત્રીઓની સમસ્યાઓમાં તુલસીના લાભ : તુલસીના પાંદડાને ચાવવાથી શ્વેત પ્રદરની સમસ્યામાં લાભ થાય છે. તેના સેવનથી પીરીયડ સમયસર આવે છે. દુ:ખાવો વગેરેની સમસ્યા થતી નથી.

વજન ઓછું કરવા માટે : તુલસીના પાંદડાને વાટીને દહીં સાથે ખાવાથી વજન ઈચ્છું થાય છે.

હેડકી ઠીક કરવા માટે : હેડકી આવે તો તુલસીના ૩ થી ૪ પાંદડા ચાવી લો, તરત આરામ મળશે.

મોઢા માટે લાભદાયક : તુલસીના પાંદડાને વાટીને તેલમાં ભેળવીને પેઢા અને દાંતનું મસાજ કરો દાંતની સમસ્યા નહી થાય. તુલસીના પાંદડાને નિયમિત રીતે ચાવવાથી મોઢાની દુર્ગંધ દુર થઇ જાય છે. મોઢામાં કોઈ પણ પ્રકારના સંક્રમણ નથી થતા. રોજ સવારે તુલસીના પાંદડા ખાવાથી મોઢાનું કેન્સર પણ ઠીક થઇ જાય છે.

કાનના રોગમાં તુલસીના લાભ : તુલસીના રસમાં કપૂર ભેળવીને હળવું ગરમ કરીને તેને કાનમાં નાખવાથી કાનના રોગોમાં રાહત મળે છે. જેમ કે કોઈનો કાન વહેતો હોય અને કાનમાં દુ:ખાવો હોય, સોજો હોય તો તમે કાનની બહારના ભાગમાં આ તેલથી મસાજ પણ કરી શકો છો.

કોલેસ્ટ્રોલમાં લાભદાયક : તુલસીના નિયમિત રીતે પાંચ પાંદડા ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા નથી રહેતી.

સાંપના કરડવા ઉપર : તુલસીના પાંદડા તરત વાટીને ખવરાવવાથી સાંપનું ઝેર ઓછું થઇ જાય છે. એટલું જ નહિ તુલસીના થડને વાટીને તેમાં ઘી ભેળવીને તે સ્થળ ઉપર લગાવવાથી તરત રાહત મળે છે.

પૌરૂષશક્તિ માટે : ૧૦૦ ગ્રામ તુલસીના બીજમાં અડધો કિલો ખાંડ કે સાકર ભેળવીને પાવડર બનાવીને તેને સવાર સાંજ એક એક ચમચી ખાવ તે એટલું શક્તિશાળી ચૂર્ણ હોય છે, કે તમારે શિલાજીત જેવી જડીબુટ્ટીની પણ જરૂર નહિ પડે. તે શારીરિક નબળાઈને દુર કરે છે.

પેટની જીવાત : જો પેટમાં જીવાત પડી જાય, તો તુલસીના પાંદડાને સવારે ખાલી પેટ ખાવ. તેનાથી પેટની જીવાત મરી જાય છે, સાથે જ ગેસ જેવી સમસ્યા પણ થતી રહેતી.

એંટી એજેંટ તત્વ : તુલસીમાં એંટી એજેંટ તત્વ મળી આવે છે. જે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે. લોહીને શુદ્ધ કરે છે અને ત્વચાની રંગતને સુધારે છે.

યાદ શક્તિ અને બુદ્ધીના વિકાસ માટે : તુલસીના પાંદડાને રોજ બાળકોને આપવા જોઈએ તેનાથી તેની બુદ્ધીમાં અલગ પ્રકારનો વિકાસ થાય છે. તુલસીના પાંદડા સાથે સાકર ભેળવીને ખાવાથી યાદ શક્તિ તેજ થાય છે. તેને તમે મધ સાથે પણ ખાઈ શકો છો. તેનાથી તમને વધુ લાભ થશે.

લુ થી બચવા માટે : ઘરમાંથી બહાર નીકળતી વખતે તુલસીના પાંદડાનું સેવન કરીને બહાર જાવ. તેનાથી ન તો તમને લુ લાગશે અને ન તો તમને બહાર ચક્કર આવશે.

કીડનીની સમસ્યા : તુલસીના પાંદડાનો અર્ક (રસ) બનાવીને તે પીવાથી કીડનીના રોગ દુર થાય છે. જો કોઈને કીડનીમાં પથરીની સમસ્યા થઇ જાય તો નિયમિત રીતે આ પીવાથી થોડા જ દિવસોમાં કીડનીનો સ્ટોન પેશાબ વાટે બહાર આવી જાય છે. મધ સાથે તુલસી ખાવાથી કીડની સાથે જોડાયેલા રોગ દુર થાય છે.

વાળની સમસ્યાઓ માટે : વાળ ખરવાને કારણ છે, રૂસી તુલસીના તેલનું માલીશ કરવાથી વાળની ખંજવાળ દુર થઇ જાય છે અને વાળો માંથી રૂસી પણ દુર થઇ જાય છે. તુલસીના પાવડરને નારીયેલના તેલમાં ભેળવીને વાળમાં લગાવવાથી વાળ સાથે જોડાયેલા રોગો દુર થઇ જાય છે. વાળ ઘાંટા લાંબા અને ચમકદાર થઇ જાય છે.

તુલસી સુકાવાના ઉપાય : તુલસીના છોડમાં જીવાત પડી જાય છે અને ધીમે ધીમે તે સુકાઈ જાય છે. તેનાથી બચવા માટે તમારે કરવાનું રહેશે કે જયારે તુલસીના ફૂલ આવે અને તે પાકી જાય તો તેને તોડી લેવા જોઈએ. તેની ઉપર જીવાત આવે છે અને તુલસીના છોડને સુકવી દે છે.

તુલસીનું સબ્જા કેવી રીતે બનાવવું : તુલસી માંથી તમે કાળા બીને જુદા કરી લો. બજારમાં ગાંધીની દુકાનેથી તમે એક જડીબુટ્ટી ખરીદો છો, જેણે સબ્જા કહેવામાં આવે છે તે એ છે. તે પણ ઘણી બીમારીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

તુલસીના વેજ્ઞાનિક લાભ : સંધ્યાના અંધારામાં તુલસી ન તોડવી જોઈએ કેમ કે તુલસીના છોડના વિદ્યુત તરંગો તે સમયે તેજ બની જાય છે. તે શરીરને નુકશાન કરે છે. તુલસીની માળા જો ગળામાં પહેરવામાં આવે તો તેની પાછળ પણ એક કારણ છે, તેનાથી ગળા સંબંધી તોગ થતા નથી. તુલસી ઘરનું વાતાવરણ શુદ્ધ કરવામાં નેગેટીવ એનર્જીને દુર કરી દે છે.

સાત્વિક વિચાર રાખવા માટે આ છોડ ઘરમાં જરૂર લગાવો. જો કોઈ વ્યક્તિ કારતક મહિનામાં તુલસીના પાંદડાનું સેવન કરે છે, તો તેને ઘણા સમય સુધી ડોક્ટર પાસે જવાની જરૂર નહિ પડે. તુલસી આપણા લોહીને પાતળું કરે છે. એટલા માટે તેને કોઈ દવા સાથે ન આપવું જોઈએ.

તુલસી એક વરદાન છે, જે ભગવાન દ્વારા ધરતી ઉપર મોકલવામાં આવ્યું છે. જયારે પણ તુલસીના છોડને લગાવો તો ફૂલ, ધૂપ, દીવડા સાથે લાલ ચુંદડી સાથે લગાવો. તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે, ધન ધાન્યથી તે ભરેલું રહે છે. સાંજના સમયે તેની સામે એક દીવડો પ્રગટાવો. તેનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં નથી આવતી અને ઘર ખરાબ નજરથી દુર રહે છે.

સામાન્ય રીતે તુલસીના છોડને જ્યાં પાલા પડે છે, ત્યાં ન રાખો. પાણીના વધુ નાખવાથી પણ તે સુકાઈ જાય છે.