ભિખારીના એકાઉન્ટમાંથી નીકળ્યા એટલા પૈસા કે ખાલી થઈ ગઈ બેંક, જાણો વધુ વિગત

રસ્તે ચાલતા કે કોઈ હોસ્પિટલ, સ્કુલ અને સ્ટેશન પાસે બેઠેલા લોકોને અમુક લોકો પૈસા આપી દે છે. પણ ક્યારેક ક્યારેક એ ભિખારીની હાલત જોઇને લોકોને અંદાજો નથી આવતો કે, જે ભિખારીને આપણે પૈસા આપ્યા તેની પાસે શું હશે? અને કેટલા પૈસા હશે? એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક ભિખારણના બેંક એકાઉન્ટમાં એટલા પૈસા નીકળ્યા કે, બેંકમાં રોકડ પૂરી થઇ ગઈ અને પૈસા જ ખલાશ થઇ ગયા આથી એને આપવા માટે બેંકમાં પૈસા ઓછા પડી ગયા.

ખાસ કરીને એ ભિખારણના ખાતામાંથી કુલ ૬.૩૭ કરોડ રૂપિયા હોવાની વાત સામે આવી છે. આ ખુલાસા પછી ભિખારણ અને તે સ્થળ ચર્ચાનો વિષય બનેલો છે, જ્યાં તે બેસીને ભીખ માંગે છે. અને તેનો ખુલાસો પણ ઘણો રસપ્રદ રીતે જ થયો છે.

આ કિસ્સો લેબનાનના સીદોન શહેરનો છે. અહિયાં એક પ્રસિદ્ધ હોસ્પિટલ સામે વાકા મોહમ્મદ નામની મહિલા આખો દિવસ ભીખ માંગતી હતી. અને એવું છેલ્લા દસ વર્ષોથી તે આમ કરી રહી હતી. કોઈને અંદાઝ ન હતો કે, વાકા મોહમ્મદ નામની આ મહિલા પાસે કેટલા પૈસા હશે?

કેવી રીતે થયો ખુલાસો?

તો એક અહેવાલમાં જણાવ્યા મુજબ વાકા મોહમ્મદ પોતાના પૈસા એક બેંક માંથી બીજી બેંકમાં ટ્રાંસફર કરવા માટે ગઈ હતી. અને તે દરમિયાન બેંકમાં રોકડની સમસ્યા ઉભી થઇ ગઈ. ત્યાર પછી વાકાના બે ચેક સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયા.

વાકાના બંને ચેક ઉપર ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ ની તારીખ નોંધાયેલી છે. ચેક વાયરલ થતા જ આખી બાબતનો ખુલાસો થઇ ગયો. લોકો સોશિયલ મીડિયા ઉપર પણ તેની ચર્ચા કરી રહ્યા છે.

જયારે વાકા મોહમ્મદને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યુ કે, એટલા પૈસા તેમણે ભીખ માંગીને એકઠા કર્યા છે.

જે હોસ્પીટલ સામે વાકા ભીખ માંગતી હતી તે હોસ્પિટલની એક નર્સ હાના એસે ગલ્ફ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું કે, અમે તેને ઓળખીએ છીએ. તે છેલ્લા દસ વર્ષોથી હોસ્પિટલના ગેટ ઉપર ભીખ માંગતી જોવા મળતી હતી.

ત્યાર પછી લોકો સોશિયલ મીડિયા ઉપર જાત જાતની રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ કહી રહ્યા છે કે, આ સ્થળ ઉપર જઈને અમે પણ બેસીને કાંઈક એવું જ કરીએ.

આમ તો વાકા હજુ પણ પોતાની વાત ઉપર અડગ છે કે, તેમણે ભીખ માંગીને જ આટલા પૈસા એકઠા કર્યા છે.

અહેવાલમાં આમ તો એ નથી જણાવવામાં આવ્યું કે, આ બાબતમાં આગળ શું થઇ શકે છે? કેમ કે આટલી મોટી રકમ ખાતામાં જોઈને બેંક પોતે આશ્ચર્યચકિત છે.

અવાર નવાર ભીખારીઓના ચોંકાવનારા સમાચારો આવતા રહે છે. હાલમાં જ મુંબઈમાં ગોવંડી રેલ્વે સ્ટેશન ઉપર એક ભિખારીની લોકલ ટ્રેનની ટક્કરથી મૃત્યુ થયા પછી તેની ઝુપડીમાંથી એટલા પૈસા મળ્યા કે પોલીસના હોંશ ઉડી ગયા.

ખાસ કરીને પોલીસને ઝુપડીમાં પૈસાથી ભરેલી ગુણ અને થેલીઓ મળી જેમાં લગભગ બે લાખ રૂપિયાના સિક્કા અને રોકડ હતી. જેને ગણવામાં પોલીસને આઠ કલાક લાગી ગઈ.

એટલું જ નહિ ભિખારીના ઘરેથી પાસબુક પણ મળી છે, જેમાં કુલ ૮ લાખ ૭૭ હજાર રૂપિયા જમાની રસીદ મળી છે.

ભિખારીની ઓળખ મીરાડી ચંદ આઝાદ તરીકે થઇ છે. આઝાદ મુંબઈની લોકલ ટ્રેનમાં ભીખ માંગતા હતા.

આ બાબતમાં આમ તો ભિખારીનું મૃત્યુ થઇ ગયું. એટલા માટે હાલમાં પોલીસે પૈસા જપ્ત કરી લીધા છે, અને તેના આધાર કાર્ડ ઉપર આપવામાં આવેલા સરનામાં મુજબ તેના પરિવાર વાળાને શોધવામાં આવી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.