સોશિયલ મીડિયા પર મૌનીની ડબલ ટન મોનોકિનીએ મચાવ્યો હંગામો, કિંમત જાણીને નક્કી ચોંકી જશો.

મૌની રોયને આજે કોઈ પરિચયની જરૂર નથી. મૌનીનું નામ ટીવીની પ્રસિદ્ધ હિરોઈનમાં જોડાયેલું છે. સીરીયલ નાગિનમાં મૌનીનો નાગિન વાળો અંદાઝ લોકોને ઘણો પસંદ આવ્યો હતો. મૌનીની સુંદરતા કોઈ બોલીવુડ હિરોઈનથી ઓછી નથી. વર્ષ ૨૦૧૮માં મૌનીએ ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું.

આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ હતી અને દર્શકોને મૌનીની એક્ટિંગ ઘણી પસંદ આવી હતી. મૌની હાલના દિવસોમાં કોઈને કોઈ કારણોથી મીડિયા ઉપર છવાયેલી રહે છે. ક્યારેક તે પોતાના કપડાને લઈને સમાચારોમાં રહે છે, તો ક્યારેક પોતાના લુક્સને લઈને.

મૌનીને લોકો ફૈશનિસ્ટા તરીકે પણ ઓળખે છે. તે વેસ્ટર્ન અને ઇન્ડીયન લુકને ઘણી સારી રીતે કરી લે છે, મૌનીને ફેશન સાથે રમવાનું પસંદ છે અને તે અવાર નવાર પોતાના લુક સાથે એક્સપેરીમેંટ કરતી રહે છે. હાલના દિવસોમાં મૌની પોતાના કામ માંથી બ્રેક લઈને રજાઓ મનાવી રહી છે. તેવામાં તેણે પોતાના વેકેશનની થોડી તસ્વીરો ફેંસ સાથે શેર કરી છે.

આ તસ્વીરોમાં મૌની ઘણી ખુશ અને મસ્તી કરતા જોવા મળી રહી છે. મૌનીએ પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર જે તસ્વીરો નાખી છે, તે ફેંસ વચ્ચે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર આ તસ્વીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.

માલદિપ ગઈ મૌની રોય :-

મૌની પોતાનું વેકેશન મનાવવા માટે માલદિવ્સ ગઈ છે, મૌનીની તસ્વીરો જોઇને સ્પષ્ટ કહી શકાય છે કે તેને દરિયા અને બીચ ઘણા પસંદ છે. યુનીકોર્ન પુલમાં મસ્તી કરતા મૌનીનો અંદાઝ ફેંસને ઘણો પસંદ આવી રહ્યો છે. મૌનીએ જે તસ્વીરો શેર કરી છે, તેમાં તે ડબલ ટોન મોનીકીનીમાં જોવા મળી રહી છે. આ મોનોકીની પહેરીને મૌની માલદિવ્સનું તાપમાન વધારતી જોવા મળી રહી છે. મૌનીની તસ્વીરોથી વધુ લોકો મોનોકીની ઉપર ચર્ચા કરી રહ્યા છે. કરેજ ને, કારણ જ કાંઈક વિશેષ છે.

મૌનીની મોનોકીની બની ચર્ચાનો વિષય

ખાસ કરીને મૌનીએ જે મોનોકીની પહેરી છે, તેની કિંમત સાંભળીને તમે તમારું માથું પકડી લેશો. Flirtatious India બ્રાંડની આ મોનોકીનીની કિંમત ૯૫ અમેરિકી ડોલર એટલે કે લગભગ ૬૭૭૫.૪૦ રૂપિયા છે. આ દેખાવના સમયે હીરો હિરોઈન જ્યાં મોંઘામાં મોંઘા આઉટફીટ પહેરે છે, અને મૌનીએ આટલી સસ્તી મોનીકીની પહેરીને સૌને ચોંકાવી દીધા છે, પોતાની એક પોસ્ટને શેર કરતા મૌનીએ કેપ્શન આપી છે, ૧ ટકા જમીન ઉપર ૯૯ ટકા પાણી? આ કેપ્શનથી મૌની એ વાત તરફ ઈશારો કરી રહી છે કે તેને પાણી ઘણું પસંદ છે.

બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે :-

અને એક તરફ ફોટામાં મૌની પોતાના દોસ્ત સાથે બ્રેકફાસ્ટ એન્જોય કરતી જોવા મળી રહી છે, આ તસ્વીર નીચે તેણે કેપ્શન આપ્યું છે, બ્રેકફાસ્ટ પરંતુ સૌથી પહેલા બેસ્ટી, વાત કરીએ વર્કફ્રંટની તો છેલ્લી વખત મૌની રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’ માં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર કાંઈ વિશેષ કમાલ ન દેખાડી શકી હતી, વહેલી તકે જ હિરોઈન આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાની છે. ફિલ્મમાં તેનું પાત્ર નેગેટીવ હશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.