ડેટિંગ, લગ્નથી પણ વધારે ખુશી કોઈને ટ્રાવેલ કરવાથી મળે છે, આ વાત અમે નહિ એક સ્ટડી જણાવી રહી છે

એક સવાલનો જવાબ આપો, તમને સૌથી વધારે ખુશી શેમાં મળે છે? જો નાની-નાની ખુશીઓની વાત કરે તો ચાનો ગરમ ગરમ કપ, તીખી-મીઠી પાણીપુરી કે પછી કોઈ તમારું મનપસંદ ગીત સાંભળીને પણ આપણને ખુશી મળે છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં ઘણા લોકો પોતાના ફોટો અને વિડીયો શેયર કરવામાં પણ ખુબ ખુશી અનુભવે છે. પરતું તમને ખબર છે તમને સૌથી વધારે ખુશી ક્યારે થાય છે?

તમારામાંથી મોટાભાગના લોકો જણાવશે લગ્ન કરવા પર. આ સામાન્ય માન્યતા છે કે, લગ્ન કોઈ પણ વ્યક્તિ માટે ખુબ ખાસ ખુશીનો દિવસ હોય છે. લગ્ન કોઈ પણ છોકરીના જીવનનો સૌથી વધારે ખુશીનો દિવસ હોય છે. આ વાક્યની સાથે એ પણ જોડી દેવામાં આવે છે કે, લગ્નના દિવસે છોકરીઓ સૌથી વધારે સુંદર એટલા માટે દેખાય છે કે, તે સૌથી વધારે ખુશ હોય છે.

તેમને એ જાણીને નવાઈ લાગશે કે, Booking. com એ 17 દેશોના 17,000 લોકો પર એક સ્ટડી કરી છે, તેમાંથી 49% લોકોનું કહેવાનું છે કે, તેમને લગ્નના દિવસથી વધારે ખુશી રજાઓ મનાવવામાં આવે છે.

સર્વેમાં ભાગ લેવા વાળા અડધા લોકોનું કહેવાનું હતું કે, તેમને ડેટિંગથી વધારે ટ્રાવેલિંગથી ભાવનાત્મક રીતે સારું લાગે છે. તો 45% લોકોનું કહેવું છે કે ટ્રાવેલિંગ કરતા કોઈની સાથે સગાઇ કરવાથી વધારે સારૂ અનુભવાય છે. 29% લોકોએ તો અહીં સુધી જણાવ્યું કે, માતા-પિતા બનવાથી વધારે ખુશી મુસાફરી કરવામાં મળે છે.

70% લોકોએ જણાવ્યું કે, કંઈક નવું ખરીદવાથી વધારે ખુશી તે કોઈ નવા, દૂરના વિસ્તારોમાં જઈને વધારે અનુભવે છે. સર્વેમાં ભાગ લેનાર 56% લોકો આજીવન ટ્રાવેલ કરવા માટે પોતાનું એશ-ઓ-આરામનું જીવન છોડવા તૈયાર છે.

વૈજ્ઞાનિકનું કહેવું છે કે, આપણો મૂડ કેવો હોય તે Endorphin અને Oxytocin Hormones પર આધાર રાખે છે. Exercise, Activities કરવાથી આ Hormones Secret હોય છે, અને ટ્રાવેલિંગથી પણ તે Hormones Secret હોય છે.

ટ્રાવેલ કરવાથી ડિપ્રેશનનો સંપૂર્ણ ઈલાજ નથી થતો, પરંતુ તે ડિપ્રેશનને દૂર કરવામાં તમારી ખુબ મદદ કરે છે. એક સર્વેમાં ખબર પડી છે કે, ભારત ડિપ્રેશનથી સૌથી વધારે પીડિત લોકો વાળા દેશમાંથી એક છે. ભારતની લગભગ 6.5% જનતા આનાથી પીડિત છે.

ટ્રાવેલિંગ કરવાથી ડિપ્રેશન સામે લડવામાં મદદ મળે છે, કારણ કે તમે જયારે ટ્રાવેલ કરો છો તો નવા નવા લોકો મળે છે. ટેક્સી ડ્રાયવરથી લઈને હોટલના સ્ટાફ સુધી તમે ઘણા નવા લોકોને મળો છો. બીજી બાજુ જોવામાં આવે તો તમે ટ્રેવલ કરો છો, તો વાતાવરણ જોઈને તમે ઘણી બધી સમસ્યાને ભુલાવી નાખો છો.

તમને નવી નવી જગ્યાઓ વિષે જાણકારી મળે છે, જેના કારણે તમે તેના વિષે જાણવા લાગો છો. જેના કારણે ઘણા લોકોને લગ્નથી વધારે ખુશી ટ્રેવલ કરવામાં આવે છે. કારણે કે તેમાં ઘણું નવું જાણવા અને ફરવા મળે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.