તાજમહેલથી પણ વધારે થઈ રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કમાણી, ક્યારેક કહેવામાં આવી હતી પૈસાની બરબાદી

સરદાર વલ્લભભાઈ પટેલ જેને લોહ પુરુષ પણ કહેવામાં આવે છે, તેમની ૧૮૨ મીટર ઉંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ કમાણીની બાબતમાં તાજમહલને પણ પાછળ રાખી દીધો છે. આ આખા વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પુરા ૬૩ કરોડ રૂપિયા કમાયા છે. અને આ વર્ષે તાજમહલે ૫૬ કરોડ કમાયા.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના હાલના અહેવાલ મુજબ ટુરિસ્ટની સંખ્યાની બાબતમાં તાજમહલ નંબર વન જ છે. તાજમહલ જોવા માટે ૧ વર્ષમાં ૬૪.૫૮ લાખ લોકો આવ્યા. ૧ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ૨૪ લાખ લોકો આવ્યા. આ અહેવાલ ભારતીય પુરાતત્વીક સર્વેક્ષણે જાહેર કર્યો છે. તાજમહલની અપેક્ષાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સાત કરોડ રૂપિયા વધારે કમાણી કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ છે. જે સામાન્ય લોકોને જોવા માટે ખુલી ગઈ છે. જયારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિના નિર્માણની જાહેરાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ મૂર્તિ ન માત્ર ભારતનું માન વધારશે, પરંતુ તેનાથી ટ્યુરિઝમને પણ પ્રોત્સાહન મળશે અને સારી કમાણી પણ થશે.

આ મૂર્તિને બનાવવામાં ૨૯.૯૦ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. આ મૂર્તિ બનાવવાને લઈને ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. સૌથી રસપ્રદ વાત એ છે કે, છેલ્લા 3 દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગેટ ટીકીટસમાંથી ૧.૬ કરોડની કમાણી કરી છે.

ગુજરાતમાં નર્મદા નદીના કાંઠા ઉપર કેવડીયા કોલોનીમાં બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. છેલ્લા દિવસોમાં દિવાળી વેકેશન હોવાને કારણે અહિયાં ટુરિસ્ટની સંખ્યા ઘણો વધારો થયો. ફક્ત શનિવારના દિવસે જ આને જોવા માટે ૨૮,૪૦૯ લોકો આવ્યા હતા. જેમાં શનિવારના દિવસે અહિયાં ૪૮.૪૪ લાખ રૂપિયાની કમાણી થઈ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિ ૧૮૨ મીટર ઉંચી છે. આ મૂર્તિનું અનાવરણ નરેન્દ્ર મોદીજીએ ૩૧ ઓક્ટોમ્બરના રોજ કર્યું હતું. અહેવાલ મુજબ ૮ નવેમ્બર, ૯ નવેમ્બર અને ૧૦ નવેમ્બર માત્ર 3 દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ૧.૮૬ કરોડ રૂપિયા કમાણી કરી છે. એ બધા વચ્ચે ગુજરાત સરકાર સતત સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાહેરાત કરી રહી છે.

ટુરિસ્ટને આકર્ષિત કરવા માટે ટીવી ઉપર પણ જાહેરાત કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર વારંવાર તે જાહેરાત કરી રહી છે કે, ૧ દિવસમાં માત્ર ૬૦૦૦ લોકો જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરી ફરી શકે છે. તેમ છતાં પણ મોટી સંખ્યામાં ટુરિસ્ટ આવી રહ્યા છે. ક્ષમતાથી વધુ લોકો થઈ જવાને કારણે જ મોટી સંખ્યામાં ટુરિસ્ટોએ વ્યુઈંગ ગેલેરી જોયા વગર જ પાછા જવું પડી રહ્યું છે.

સરકારની અપેક્ષા છે કે, ૧ દિવસમાં ૧૫,૦૦૦ ટુરિસ્ટ આવશે. જયારે દિવાળીના દિવસોમાં અહિયાં આવતા ટુરિસ્ટની સંખ્યા ૧૬,૦૦૦ નોંધાઈ. જયારે ૧ દિવસ પછી ગુરુવારના દિવસે ૧૭,૨૦૦ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા. ભાઈ બીજ એટલે શુક્રવારે ૨૩,૦૦૦ થી વધુ લોકો આ મૂર્તિ જોવા ગયા.

એક અધિકારીએ આ માહિતી આપી કે, ગેલરી સુધી જવાવાળા એક એલીવેટર લીફ્ટની ક્ષમતા માત્ર ૨૫ લોકોની છે. તે ગણતરીએ ૧ કલાકમાં માત્ર ૬૦૦ થી ૭૦૦ લોકો વ્યુઈંગ સુધી જઈ શકે છે. ગેલેરીમાં એક વખતમાં માત્ર ૨૦૦ લોકો જ રોકાઈ શકે છે. એવી રીતે ૧ દિવસમાં ગેલેરીમાં માત્ર ૬૦૦૦ લોકો જ જઈ શકે છે. તેના માટે અમે લોકો માત્ર ૧૦૦૦ ટીકીટસ જ ઓનલાઈન બુકિંગ લઇ રહ્યા છીએ. ઓનલાઈન બુકિંગને કારણે લોકો કાઉન્ટરની બહાર લાંબી લાઈનમાં ઉભા રહેવાથી બચી રહ્યા છે. લોકોની વધતા રસને જોતા ગુજરાત સરકાર પણ વિચારતા થઇ ગયા છે.

નર્મદા જીલ્લાના કલેકટર આર. એસ. નીનામાએ જણાવ્યું કે, અમે આશા રાખી રહ્યા છીએ કે રવિવારે ઘણા વધુ લોકો અહિયાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે શટલ બસોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. પહેલા અહિયાં ૧૫ બસો ચાલતી હતી, હવે અહિયાં ૪૦ બસો ચલાવવામાં આવી રહી છે. આમ તો ઘણા બધા ટુરિસ્ટે વ્યવસ્થામાં ખામીની ફરિયાદ કરી છે. ટુરિસ્ટની મોટી સંખ્યા આ મૂર્તિને જોવા આવી રહી છે. પરંતુ ટીકીટસ ઘણી જલ્દી બુક થઇ જવાને કારણે જ કાઉન્ટર સમય પહેલા જ બંધ કરી દેવામાં આવી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.