મોટાપાને કહો ટા-ટા કારણ કે બોડી ફેટને ઝડપથી ઓછું કરે છે ત્રિફળા.

પોતાનું વજન ઓછું કરવા માંગો છો, તો અજમાવો ત્રિફળા, વજન ઓછું કરવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

જો તમે વજન ઘટાડવાનાં ઉપાય અપનાવી અપનાવીને કંટાળી ગયા છો, છતાં પણ વજન ઓછું થઇ રહ્યું નથી તો ત્રિફળા અજમાવો. તેનાથી તમારા શરીરની વધારાની ચરબી ઘટે છે અને આરોગ્ય …

જાડાપણું હવે મહિલાઓની એક મોટી સમસ્યા બની ગઈ છે. જે મહિલાઓ ફીટ છે, તે પોતાનું વજન વધવા દેવા માંગતી નથી અને જે જાડા છે, તે ઘટાડવા માંગે છે કેમ કે વધુ વજન અનેક આરોગ્ય સંબંધી સમસ્યાઓનું કારણ પણ બને છે. પરંતુ સ્થૂળતા ઘટાડવી ખૂબ મુશ્કેલ કામ છે કારણ કે તેના માટે ઘણી મહેનતની જરૂર પડે છે. સ્ત્રીઓ વજન ઘટાડવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. તે સામાન્ય રીતે વર્કઆઉટ્સ કરે છે, આહારની યોજનાઓ બનાવે છે અને ત્યાં સુધી કે ઉપવાસનો પણ આશરો લે છે.

જો કે આ બધા ઉપાયો મેદસ્વીપણાને ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ આવી ઘણી એવી ઔષધિઓ પણ છે, જેની સહાયથી તમે કોઈપણ પીડા વિના વજન ઘટાડી શકો છો. હા, વજન ઓછું કરવા માટે સૌથી સારી ઔષધી માંથી એક ત્રિફળા છે. ત્રિફળાથી શરીર ડિટોક્સ થાય છે અને પેટ, નાના આંતરડા અને મોટા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય તે મેટાબોલિઝમને પણ વધારે છે, જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

સ્વામી પરમાનંદ નેચરોપેથિક હોસ્પિટલના સીએમઓ ડો. સુબોધ ભટનાગરના જણાવ્યા અનુસાર, ‘ત્રિફળામાં રહેલા એન્ટિ-બાયોટિક અને એન્ટી સેપ્ટિક શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન જાળવે છે. આયુર્વેદ અનુસાર આ ત્રણેયનું સંતુલન બગડવાને કારણે તમે બીમાર પડો છો. જો તમે દરરોજ ત્રિફળાનો ઉપયોગ કરો છો, તો તમારું શરીર રોગ મુક્ત રહે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ ત્રિફળા

ડોક્ટર સુબોધ ભટનાગરના કહેવા પ્રમાણે, ‘જો તમે તમારું વધતું વજન ઓછું કરવા માંગતા હો, તો ત્રિફળા લો. તે તમારા ચયાપચયને સુધારે છે અને વધુ વજન ઘટાડવા માટે મદદરૂપ છે. તે પાચનને યોગ્ય રાખનારુ, ભૂખ વધારનારુ અને વાળ અને લાલ રક્તકણોની સંખ્યામાં વધારો કરનારું અને શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તમે ત્રિફળાને ચા અથવા ઉકાળા તરીકે લઈ શકો છો. ત્રિફળાના ઉકાળા સાથે મધ ભેળવીને પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. ચાલો આપણે જાણીએ ત્રિફળાનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે.

પાણી અથવા ગરમ પાણી સાથે ત્રિફળા

પાણીના એક ગ્લાસમાં ત્રિફળા પાવડર બે ચમચી મિક્સ કરો તેને આખી રાત રહેવા દો. આ પાણીને સવારે ઉઠીને ખાલી પેટ પીવો, તેનાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. અથવા ગરમ પાણી અને ત્રિફળા પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. વધુ સારા પરિણામો માટે એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી ત્રિફળા ભેળવીને તેને આખી રાત રહેવા દો. તેને સવારે ઉકાળી લો. હવે તેને થોડા સમય માટે ઠંડુ થવા દો અને તેના સારા પરિણામ માટે તે એક જ સમયે પીવો.

ત્રિફળા ટી

ત્રિફળા ટી બનાવવા માટે, એક કપ પાણીમાં એક મોટી ચમચી ત્રિફળા પાવડર ભેળવીને તેને ઉકાળી લો. પાણીને એક કપમાં કાઢીને તેને ઠંડુ થવા માટે રહેવા દો. પીતા પહેલા અળસીનો પાવડર અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરો.

મધ, તજ અને ત્રિફળા પાવડર

વજન ઓછું કરવા માટે, એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી ત્રિફળા પાવડર અને થોડી માત્રામાં તજ ભેળવીને તેને આખી રાત રહેવા દો. સવારે મધની એક મોટી ચમચી ઉમેરીને આ પાણી પીવો.

ત્રિફળા તમને વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. આ સિવાય તેની સૌથી સારી બાબત એ છે કે વજન ઘટાડવા માટે ત્રિફળા લેવાથી કોઈ આડઅસર થતી નથી. તેથી તો તમારી સ્થૂળતાને ઘટાડવા માટે તમે ક્યારથી લઇ રહ્યા છો ત્રિફળા?

આ માહિતી હર જિંદગીં અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.