એક ભૂલના કારણે માતા સીતાએ ભોગવવું પડ્યું હતું અસહ્ય દુઃખ, જાણો તેમની નિંદા કરવાવાળા ધોબીની પૂર્વજન્મની કથા.

જાણો માતા સીતાની નિંદા કરવાવાળા ઘૂર્ત ધોબીની પૂર્વ જન્મની સ્ટોરી, જે તમે ક્યારે સાંભળી પણ નહિ હોય

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન ઉપર એક સવાલ આજે પણ એવો છે, જેને પૂછીને વારંવાર લોકો તેમની મર્યાદા અને વિચારસરણી ઉપર પ્રશ્ન ઉઠાવે છે. પોતાનું સંપૂર્ણ જીવન મર્યાદાનું નિર્વાહ કરવામાં ભગવાન શ્રી રામે એક મોટી ભૂલ કરી દીધી, જેના કારણે કોઈ પણ અધર્મી આસ્થા રહિત માણસ તેની ઉપર આંગળી ઉપાડી દે છે.

શ્રી રામે પોતાની પત્ની સીતાનો એક ધોબીના પ્રશ્ન ઉપર ત્યાગ કરી દીધો હતો :-

ભગવાન શ્રી રામે પોતાની પત્ની સીતાનો એક ધોબીના પ્રશ્ન ઉપર ત્યાગ કરી દીધો અને ત્યારે સગર્ભા માતા સીતાને જંગલમાં જઈને રહેવું પડ્યું. પરંતુ પુરાણોમાં કોઈ પણ વાત બિન જરૂરી નથી હોતી. સીતાજીના જંગલમાં જવા અને ભગવાન શ્રી રામ દ્વારા તેમના ત્યાગની પાછળ પણ એક ખૂબ જ રસપ્રદ કથા છે

મિથિલા શહેરમાં જનક નામના એક રાજા રાજ્ય કરતા હતા, એકવાર તે યજ્ઞ કરવા માટે ખેતર ખેડી રહ્યા હતા. તે જ સમયે પૃથ્વીમાં હળથી બનાવેલી એક ખેડ કરેલી જમીનમાંથી એક છોકરીનો જન્મ થયો, તે છોકરી ખૂબ જ સુંદર હતી. રાજા તેને જોઈને ખૂબ ખુશ થયા અને તેને પોતાની પાસે રાખી લીધી. રાજાને સંતાન ન હતું, રાજાએ તે છોકરીનું નામ સીતા રાખ્યું.

ધીરે ધીરે સીતા મોટા થવા લાગ્યા, એક દિવસ સખીઓ સાથે બગીચામાં રમતી વખતે, તેણે એક પક્ષીની જોડી જોઈ, જે એક પર્વતની ટોચ ઉપર બેઠેલા એક રાજા અને રાણીની વાર્તા કહેતા હતા. તે કથા ભગવાન શ્રી રામ અને માતા સીતાના જીવનની હતી. તે કહી રહ્યા હતા કે પૃથ્વી ઉપર એક પ્રખ્યાત રાજા થશે, જેનું નામ રામ હશે, રામ તે ખૂબ જ સુંદર હશે, તેની એક ખૂબ જ સુંદર મહારાણી હશે, જેનું નામ સીતા હશે, તે શ્રી રામ અને જાનકી ધન્ય છે, તે પક્ષીની જોડી શ્રી રામ જાનકીની મહિમાનું વર્ણન કરી રહ્યા હતા.

માતા સીતાએ તેઓની વાત સાંભળી અને તેમને સમજાયું કે તે બંને તેમના વિશે વાત કરી રહ્યા છે, માનવ સ્વભાવને લીધે તે આ વિશે વધુ સાંભળવા માટે બેચેન થઈ ગઈ. તેણે તેની સખીઓને તે પક્ષી દંપતીને લાવવા કહ્યું.

માતા સીતાની સખીઓ તે પર્વત ઉપર ગઈ અને તે પક્ષી યુગલને પકડી લાવી, સીતાજીએ તે પક્ષી યુગલને કહ્યું, તમે બંને ખૂબ જ સુંદર અને મનોહર છો, ડરશો નહીં, એ જણાવો કે તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છો? જેના વિશે તમે વાત કરી રહ્યા છો. તે રામ અને સીતા કોણ છે? અને તમને બંનેને તેમના વિશેની માહિતી કેવી રીતે મળી? માતા સીતા વ્યાકુળતા પૂર્વક બંનેને પૂછવા લાગ્યા.

માતા સીતા દ્વારા એવું પૂછવાથી તે બંનેએ જણાવ્યું કે વાલ્મિકી નામના ખૂબ જ મહાન મહર્ષિ છે, અમે તેમના આશ્રમમાં રહીએ છીએ, મહર્ષિ વાલ્મીકિએ રામાયણ નામનો એક ગ્રંથ લખ્યો છે, જે મનને ઘણી શાંતિ આપે છે, અને તેમણે તેમના શિષ્યોને એ ગ્રંથનો અભ્યાસ પણ કરાવ્યો છે. અમે પણ તે ગ્રંથને સંપૂર્ણ રીતે સાંભળ્યો છે.

ત્યાર પછી તે બંને રામાયણના પાત્રો રામ અને જાનકી વિશે કહેવાનું શરૂ કર્યું. તે બંને પક્ષીઓએ શ્રી રામ અને તેમના ભાઈઓના જન્મની કથા કહી હતી, તેમણે કહ્યું હતું કે તપના પ્રભાવથી ભગવાન વિષ્ણુ મનુષ્યનું સ્વરૂપ લઈને પ્રગટ થશે. જો કે રામ, લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના રૂપમાં અવતાર લેશે, ત્યાર પછી શ્રી રામ મહર્ષિ વિશ્વામિત્ર અને તેમના ભાઈ લક્ષ્મણ સાથે મિથિલા આવશે. જ્યાં તે ભગવાન શિવનું ધનુષ તોડીને સીતાને પ્રાપ્ત કરશે.

આ વાત માતા સીતાને જણાવીને બંને પક્ષી જવાની વાત કહેવા લાગ્યા, પરંતુ માતા સીતાને તે પસંદ આવી ગયા હતા, માતા સીતાના મનમાં હજી વધુ પ્રશ્નો ઉઠી રહ્યા હતા, તેમણે તે પક્ષીઓને વધુ પ્રશ્ન કર્યા શ્રી રામ વિશે વધુ જાણવા માગ્યું.

તેની વાત ઉપરથી પક્ષી સમજી ગયા કે આ સ્ત્રી પોતે સીતા છે, તેઓને ઓળખ્યા પછી તે પ્રેમથી તેમને શ્રી રામચંદ્ર વિશે કહેવા લાગ્યા. તેમણે શ્રી રામચંદ્રનું ખૂબ સુંદર વર્ણન કર્યું. અને પછી પૂછ્યું, હે દેવી તમે કોણ છો?

પક્ષીઓની વાત સાંભળ્યા પછી, સીતાજીએ પોતાના વિશે જણાવ્યું અને કહ્યું કે હું રાજા જનકની પુત્રી જાનકી છું, તેમણે તે પક્ષીઓને કહ્યું, હવે જ્યાં સુધી શ્રી રામ જાતે આવીને મારો સ્વીકાર નહિ કરે, ત્યાં સુધી હું તમને બંનેને જવા નહીં દઉં. તમે બંને મારા ઘરે જ ખુશીથી રહો.

તેની ઉપર પક્ષીએ કહ્યું કે અમે જંગલમાં રહેતા પક્ષી છીએ, અમને જવા દો, અમે તમારા ઘરે ખુશ નહીં રહી શકીએ, હું ગર્ભવતી છું અને મારે મારા સ્થાન ઉપર જઈને સંતાનોને જન્મ આપવો છે. ત્યાર પછી તમારી પાસે આવી જઈશ.

પરંતુ સીતાજીએ તેમને છોડ્યા નહીં, તેથી પક્ષીએ પણ તેમને પ્રાર્થના કરી અને કહ્યું કે મારા સાથીને છોડી દો, તે એક ગર્ભવતિ છે, જ્યારે તે સંતાનોને જન્મ આપી દેશે, ત્યારે હું જાતે તેને લઈને તમારી પાસે આવીશ, પણ માતા સીતાએ મોહમાં આવીને તેની વાત ન માની અને પક્ષીને કહ્યું, જો તમે ઇચ્છો તો તમે જઇ શકો, પણ તેને મારી સાથે રહેવા દો, હું તેને મારી સાથે ખૂબ આનંદથી રાખીશ.

બધા પ્રયત્નો પછી પણ, જ્યારે સીતાજીએ તેને છોડ્યા નહીં, ત્યારે હતાશ શુકીએ કહ્યું કે યોગી લોકો સાચું કહે છે, કોઈને અમુક બાબતો ન જણાવવી જોઈએ નહીં, ચૂપ રહેવું જોઈએ, તે પ્રાણી પોતાના શબ્દની ખામીને લીધે જ બંધનમાં આવી પડે છે. જો આપણે અહીં પર્વત ઉપર બેસીને વાત ન કરી હોત, તો આવી સ્થિતિ ન આવી હોત. તેથી મૌન રહેવું વધુ સારું છે.

ત્યાર પછી શુકે પણ તેમના સાથીની મુક્તિ માટે વિનંતી કરી અને કહ્યું કે તેમને છોડી દો, પણ સીતાજીએ તેને ન છોડ્યા, દુઃખી શુકીએ માતા સીતાને શ્રાપ આપ્યો અને કહ્યું કે જે રીતે તમે મને આ સમયે મારા પતિથી જુદા પાડી રહ્યા છો તેવી રીતે, તમારે પણ એક દિવસ ગર્ભવતિ થઈને તમારા પતિ શ્રી રામથી અલગ થવું પડશે, એમ કહીને પતિ વિયોગમાં તે શુકીએ પ્રાણ ત્યાગી દીધા.

આને કારણે શુક પક્ષી ખૂબ જ દુઃખી થયો અને તેણે ગુસ્સાથી કહ્યું કે હું માણસ તરીકે શ્રી રામના અયોધ્યા શહેરમાં જન્મ લઈશ અને મારા જ વાક્યને લીધે તમારે પતિ વિયોગનું ઘણું દુઃખ વેઠવું પડશે. આ રીતે, સીતાજીનું અપમાન કરવાને કારણે, તેને ધોબીની યોનીમાં જન્મ લેવો પડ્યો અને તે ધોબીના વચનોને કારણે માં સીતાનો પતિથી વિયોગ થયો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.