એન્કાઉન્ટરની સંપૂર્ણ સ્ટોરી કહે છે આ 6 ફિલ્મો, બોક્સ ઓફિસ પર ધમાધમ ધમાલ મચાવી દીધી હતી.

એન્કાઉન્ટર પર બનેલી આ 6 ફિલ્મો એ બોક્સ ઓફિસ પર ધમાધમ ધમાચકડી મચાવી દીધી હતી, જાણો કઈ છે તે ફિલ્મો

8 પોલીસ કર્મચારીઓની નિર્દય હત્યા કરવા વાળા પ્રસિદ્ધ ગેંગસ્ટર વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) ની એક ટીમ ગાડીમાં વિકાસને મધ્યપ્રદેશથી કાનપુર લઈ જઈ રહી હતી. તે દરમિયાન વાહન પલટી ખાઈ ગયું હતું અને વિકાસ દુબે તેમના શસ્ત્ર છીનવીને નાસી જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે પોલીસ તેનું એન્કાઉન્ટર કરી દીધું.

ગુનાહિત વિકાસની ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ગુરુવારે સવારે લગભગ 9 વાગ્યે પોલીસે ધરપકડ કરી હતી. તો ચાલો આપણે તે ફિલ્મો વિશે જાણીએ જે ગેંગસ્ટર અને એન્કાઉન્ટરના જીવન ઉપર આધારિત છે.

બાટલા હાઉસ :

આ ફિલ્મ દિલ્હીના બાટલા હાઉસ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટર ઉપર આધારિત છે. આ એન્કાઉન્ટર 19 સપ્ટેમ્બર 2008 ના રોજ થયું હતું, જેમાં શંકાસ્પદ આતંકવાદીઓની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. આ આખી ઘટનાને ફિલ્મમાં ખૂબ સારી રીતે બતાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ સાથે મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં હતી. જ્યારે આ ફિલ્મની સ્ક્રિપ્ટીંગ રિતેશ શાહે કરી હતી.

વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈ :

અજય દેવગન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મના સંવાદ ચાહકોને આજે પણ યાદ છે. આ ફિલ્મ પણ એક ગેંગસ્ટર ઉપર આધારિત ફિલ્મ છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં અજય દેવગન, ઇમરાન હાશ્મી સિવાય કંગના રાનૌતે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

વાસ્તવ :

સંજય દત્ત અભિનીત ફિલ્મ ‘વાસ્તવ’ એ બોક્સ ઓફિસ ઉપર સારું પ્રદર્શન કર્યું હતું, અને આ ફિલ્મ સંજય દત્તની સુપરહિટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મની ટેગલાઇન હતી, ધ રિયાલિટી. તેનો અર્થ એ છે કે મુંબઈના અંડરવર્લ્ડના જીવનનું કડવું સત્ય. માનવામાં આવે છે કે, આ ફિલ્મ મુંબઈ ગેંગસ્ટર ગુનેગાર છોટા રાજનનાં જીવન ઉપર આધારિત હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સંજય સાથે નમ્રતા શિરોડકર મુખ્ય ભૂમિકામાં હતી.

શૂટઆઉટ એટ વડાલા :

આ ફિલ્મ ગેંગસ્ટર માન્યા સુર્વેની વાર્તા ઉપર આધારિત હતી. પહેલી વાર કોઈ ગેંગસ્ટરના એન્કાઉન્ટર ઉપર આ ફિલ્મ મોટા પડદા ઉપર ઘણી ચાલી હતી, આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમે માન્યા સુર્વેની ભૂમિકા ભજવી હતી. જ્હોન સિવાય અનિલ કપૂર, સોનુ સૂદ, મનોજ બાજપેયી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલાનો બીજો ભાગ હતો. 1991 માં મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં એક એન્કાઉન્ટર થયું હતું, આ ફિલ્મ તેના ઉપર આધારિત હતી. ફિલ્મમાં વિવેક ઓબેરોયે મુખ્ય પાત્ર ભજવ્યું હતું, જ્યારે સંજય દત્ત પોલીસની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

અબ તક છપ્પન :

2004 માં રીલીઝ થયેલી ફિલ્મ અબ તક છપ્પનમાં નાના પાટેકરે મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં 56 લોકોના એનકાઉંટર કરવામાં આવ્યા હતા. એટલા માટે આ ફિલ્મનું નામ અબ તક છપ્પન રાખવામાં આવ્યું. આ ફિલ્મમાં નાના પાટેકરે એન્કાઉન્ટર નિષ્ણાત સાધુ આગાશેની ભૂમિકા ભજવી હતી.

શાગિર્દ :

આ ફિલ્મમાં મુખ્ય પણ નાના પાટેકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. નાનાએ ફિલ્મમાં સિનિયર ઈન્સ્પેક્ટર હનુમંત સિંઘની ભૂમિકા ભજવી હતી. નાના પાટેકર જુના જમાનાના પ્રખ્યાત કલાકારોમાંના એક હતા, તેમણે ફિલ્મોમાં ફોજી, પોલીસ ઓફિસર, ઈમાનદાર યુવા અને દેશભક્ત નાગરિક દરેક પ્રકારની ભૂમિકાઓ ભજવી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.