દેશની સૌથી મોંઘી કારમાં ફરે છે મુકેશ અંબાણી, ફક્ત રજીસ્ટ્રેશન માટે આપ્યા હતા આટલા કરોડો રૂપિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક અને દેશના સૌથી શ્રીમંત માણસ મુકેશ અંબાણી દેશની સૌથી મોંઘી કારોમાં ફરે છે. જણાવી દઈએ કે અંબાણી BMW 760 Li માં ટ્રાવેલિંગ કરે છે. આ ભારતની સૌથી મોંઘી કાર છે. આ કારમાં ઘણા પ્રકારના મોડીફીકેશન પણ કરાવવામાં આવ્યા છે, જેને કારણે જ તેની કિંમત ઘણી વધુ થઇ ગઈ છે.

આ કારની ઓન રોડ કિંમત ૧.૯ કરોડ રૂપિયા છે. પરંતુ આ BMW માં અંબાણીની ઝેડ કેટેગરીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. સાથે જ આર્મ્ડ કારોની ઇંપોર્ટ ડ્યુટી ઉપર ૩૦૦ ટકાનો ટેક્સ લાગે છે, જેને કારણે જ આ કારની કિંમત ૮.૫ કરોડ રૂપિયા છે.

BMW 760 Li માં કરવામાં આવેલા મોડીફીકેશન પછી આ કાર દુનિયામાં સૌથી વધુ સિક્યોર છે. અંબાણીએ મુંબઈમાં મોટર વ્હીકલ ડીપાર્ટમેંટને ૧.૬ કરોડ રૂપિયા રેકોર્ડ રજીસ્ટર્ડ કોસ્ટ આપી હતી. અહેવાલ મુજબ, ભારતમાં આ પહેલા કોઈએ પણ આટલી રજીસ્ટ્રેશન ફી આપી ન હતી.

બુલેટ પ્રૂફ વિન્ડો : અંબાણીની આર્મ્ડ કાર BMW 760 Li વીઆર ૭ બ્લાસ્ટિક પ્રોટેક્શન માટે તૈયાર છે. તેના ડોર પેનલની અંદર માત્ર પ્લેટસ છે. દરેક વિન્ડો ૬૫ એમએમ જાડાઈ અને ૧૫૦ કિલોગ્રામ વજન સાથે બુલેટ પ્રૂફ છે.

તેની ઉપર આર્મી ગ્રેડ હથીયારો, હેન્ડ ગ્રેડ, ૧૭ કિલોગ્રામ સુધીના હાઈ ઈંટેનસીટી ટીએનટી બ્લાસ્ટની કોઈ અસર નહિ થાય. તેને લેંડ માઈંસ માટે પણ ટેસ્ટ કરવામાં આવી ચુકી છે.

આ BMW નું ફયુલ ટેંક સેલ્ફ સીલીંગ કેવલરમાંથી બન્યું છે, જેનાથી તેમાં આગ નહિ લાગે. આ કાર કેમિકલ એટેકની સ્થિતિને સંભાળી શકે છે અને ઈમરજન્સીમાં કારની અંદર રહેલા ઓક્સીજનનો ઉપયોગ કરી શકાય છે.

આ કારના વ્હીલ્સ વિષે વાત કરીએ તો કારમાં ડુબલ લેયર ટાયર્સ લાગેલા છે, જેને કારણે જ બુલેટ એટેકની તેની ઉપર કોઈ અસર નહિ થાય. કારના એન્જીનની વાત કરીએ તો તેમાં V 12 6.0 લીટર પેટ્રોલ એન્જીન છે. જેનો પાવર ૫૪૪ બીએચપી અને ટોર્ક ૭૫૦ એનએમ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.