મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલને જેલથી બચાવ્યો, એની પાછળની માસ્ટર રમત સમજી લેશો તો તમે પણ અંબાણી બની જશો.

સૌથી પહેલા તમને જણાવીએ જૂની રમત વિશે ત્યાર બાદ જે હમણાં ભાઈએ મદદ કરી એ મીડિયા ની ન્યુઝ

ડિસેમ્બર 2018 ની વાત છે, અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની આરકોમ (RCOM) શેર 12 પર ચાલી રહ્યા હતા. ત્યારે એક પ્રેસ કોન્ફરન્સ થાય છે. મીડિયાને જણાવવામાં આવે છે કે મુકેશ અંબાણીની જીઓ આરકોમને ટેકઓવર કરશે અને એરિક્શન(સ્વીડિશ કંપની) ને બધું દેવું ચુકવશે. એ દિવસે દિવસના 12 વાગ્યાથી માર્કેટમાં હલચલ શરુ થઇ ગઈ હતી. એનસાઇડર પોતાના કામ પર લાગી ગયા હતા. આરકોમ ચડવા લાગી હતી.

પછી અઢી વાગ્યે પ્રેસ કોન્ફરન્સ થાય છે અને માર્કેટ ક્લોઝિંગ 3:30 સુધી આવતા આવતા આરકોમ 20+ થઇ જાય છે. બીજા બે દિવસ માર્કેટમાં વધારે આગ લાગેલી રહે છે અને આરકોમ બે દિવસ સુધી 36 ની હાઈએસ્ટ પ્રાઈઝ પર પહોંચી જાય છે.

લોકોએ પૈસા કાઢવાનું શરુ કરી દીધું હતું, અને બધા લોકો પૈસા કાઢી લે છે અને આરકોમ ડાઉન આવી જાય છે. પછી સમાચાર આવે છે કે મુકેશ અંબાણી NPA નહિ ચૂકવે અને આરકોમની સ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે.

હવે જયારે કોર્ટના આદેશ પર અનિલ અંબાણીએ લગભગ 550 કરોડ ચૂકવવાના હોય છે, તો અંત સમયે દરિયાદિલ મુકેશ અંબાણીનો ભ્રાતૃ પ્રેમ જાગે છે અને અનિલ અંબાણીને બેલ આઉટ પેકેજ આપવાની વાત કરે છે. મીડિયા જય જય કાર કરે છે. સમાચાર બધે છવાઇ જાય છે.

એવું નથી કે અનિલ અંબાણી એટલા ગરીબ છે કે એમની પાસે પૈસા નથી. વાત એ છે કે એમના મોટા ભાઈ આ ખેલના મોટા ખેલાડી છે, ગુજ્જુ ભાઈ. ચાલ ચાલી લીધી છે, હવે બસ તમાશો જોવાનો બાકી છે.

હવે નીચે જોઈલો મીડિયાની ન્યુઝ ઉપર હતી ઓરીજનલ રમત.

આરકોમે લગભગ 571 કરોડ ચૂકવવાના હતા, જેમાં 550 કરોડ રૂપિયા વનટાઇમ સેટલમેન્ટ અને 21 કરોડ રૂપિયા વ્યાજ હતું. આરકોમે પહેલા જ એરિક્સનને 118 કરોડ ચૂકવી દીધા હતા.

મુકેશ અંબાણીએ પોતાના નાના ભાઈ અને આરકોમના ચેયરમેન અનિલ અંબાણીને જેલની સજાથી બચાવી લીધા છે. એમણે સ્વીડિશ કંપની એરિક્સનના 458.77 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. આ પૈસા મુકેશ અંબાણીએ અનિલ અંબાણીને આપી દીધા છે. હકીકતમાં એરિક્સને અનિલ અંબાણી પર 550 કરોડ રૂપિયા નહિ આપવા પર કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 19 ફેબ્રુઆરીએ આપેલા આદેશમાં કહ્યું હતું કે અનિલ અંબાણીએ એક મહિનાની અંદર બધી રકમ ચૂકવવી પડશે. નહિ તો એમને ત્રણ મહિનાની જેલની સજા થશે. ટેલિકોમ ઉપકરણ નિર્માતા સ્વીડિશ કંપની એરિક્સનને 458.77 કરોડ રૂપિયા નહિ આપવાની બાબતમાં એમને દોષી જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ મુકેશ અંબાણીએ મુદ્દતના એક દિવસ પહેલા જ એમને મદદ કરીને જેલ જવાથી બચાવી લીધા. આથી આરકોમના ચેયરમેન અનિલ અંબાણીએ પોતાના ભાઈ અને ભાભીનો આભાર માન્યો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અંબાણી અને અન્ય લોકોએ અપમાનથી બચવા માટે એરિક્સનને ચાર અઠવાડિયામાં બાકીના રૂપિયા ચૂકવવા પડશે. ન્યાયમૂર્તિ આરએફ નરીમન અને ન્યાયમૂર્તિ વિનીત શરણની ટીમે કહ્યું કે, જો તે નિર્ધારિત સમયમાં નહિ ચૂકવે તો એમને ત્રણ મહિનાની જેલની સજા થશે. પણ મુકેશ અંબાણીએ એમની મદદ કરીને એમને બચાવી લીધા છે.

હવે અંબાણીની માઈન્ડ ગેમ જોઈ લો. પહેલા જયારે આરકોમને દેવાળિયા જાહેર કરવાની વાત થતી હતી ત્યારે જીઓ અને આરકોમ વચ્ચે એક કરાર થયો હતો, અને એને લીધે આરકોમ દેવાળિયા થતા બચી ગઈ હતી. પણ હવે આ કરાર રદ કરી દેવામાં આવ્યો છે. હવે આવા સમયે જે પણ લેન્ડર્સે આરકોમમાં પૈસા રોક્યા હશે, તે પોતાના અસેટ 10% થી 50% ડિસ્કાઉન્ટ પર વેચવા મુકશે જેથી એમના પૈસા ઉભા થાય. અને તે ખરીદવા માટે મુકેશ અંબાણી તૈયાર રહેશે. એટલે એમને ફાયદો જ છે.

તેમજ આરકોમ પોતાના ફાઈબર, ટાવર અને એયરવેવ નેટવર્ક વેચવા માટે મુકશે, તો એને ખરીદવા માટે માત્ર જીઓ જ રહેશે. કારણ કે બીજી બે મોટી કંપનીઓ વોડાફોન અને એયરટેલ પાસે એટલા પૈસા નથી કે તે આને ખરીદી શકે.