નબળા અને તૂટેલા હાડકાને વજ્ર સમાન મજબૂત બનાવી દેશે આ પ્રયોગ

જો તમારા હાડકા નબળા છે કે તમારા શરીરમાં દુઃખાવો રહે છે તો તમે આ સાધારણ એવો ઘરેલી નુસખો અજમાવી જુઓ. 15 દિવસમાં બધા હાડકાઓ વજ્ર જેવા મજબુત થઇ જશે. તે સાથે જ જો હાડકું ક્યાય થી તૂટી ગયું હોય તો તેના માટે પણ આ રામબાણ છે. તે માટે હાડકાને પહેલા કોઈ ડોક્ટરની મદદથી જોડાવી લો ત્યાર પછી આ પ્રયોગ કરવાથી હાડકામાં ઝડપથી રીકવરી થશે.

જરૂરી સમાન :

વાટેલી હળદર – એક ચમચી (ઉંમર પ્રમાણે વધુ ઓછી કરી શકાય છે)

જુનો ગોળ – 5 ગ્રામ એટલે કે એક ચમચી ( જો ગોળ જુનો ન હોય તો તેને એક કાળી પટ્ટીમાં લપેટીને તડકામાં ત્રણ ચાર કલાક સુધી રાખવાથી તેમાં જુના ગોળ જેટલા ગુણ આવી જાય છે.)

દેશી ઘી – બે ચમચી ( જો ગાયનું હોય તો સૌથી સારું)

ઉપયોગ કરવાની રીત :

વાટેલી હળદર ગોળ અને દેશી ઘી ત્રણેને એક કપ પાણીમાં ઉકાળો. જયારે ઉકળતા ઉકળતા પાણી અડધું રહે , ત્યારે તેને થોડું થોડું ગરમ પી જાવ. આ પ્રયોગ ને માત્ર 15 દિવસ થી 6 મહિના સુધી કરવાથી તમારા હાડકા અને આખા શરીર નવી શક્તિથી ભરપુર થઇ જશે.

બીજો એક પ્રયોગ છે દૂધ અને તજ નો

દૂધ માં અડધી ચમચી તજ નો પાવડર નાખી ને પીવો ઘણા બધા ફાયદા થાય છે. દેખાવ માં એકદમ ચોકેલેટી અને ફાયદા ઘણા બધા જે  નીચે લખ્યા છે.

આના ફાયદા ડાયાબીટીસ માં સુગર મેન્ટેન કરે છે. તજ વાળું દૂધ સ્કીન અને વાળ ના દરેક પ્રકાર ના રોગો માં સારું કરે છે. અને ઇન્ફેકશન થી બચાવે છે વાળ ખરતા બંદ થાય છે. હાડકા મજબુત કરે છે. તજ વાળું દૂધ પીવાથી ગઠિયા આર્થરાઈટ્સ થતી જ નથી. યાદશક્તિ વધારવા માં પણ ખુબ મદદ કરે છે. ઊંઘ ના આવતી હોય તો સુતા પહેલા આ દૂધ પીવો સારી ઊંઘ આવશે આ દૂધ મોટાપો ઓછો કરે છે. શરદી જુકામ માં પણ રાહત મળે છે.