નબળી રોગપ્રતિકારક શક્તિના સંકેત છે આ 6 લક્ષણ, કોરોનાથી બચવા માટે રાખો ધ્યાન.

આ 6 લક્ષણ જણાવે છે કે નબળી છે તમારી રોગપ્રતિકારક શક્તિ, કોરોનાથી બચવું છે તો રાખો આ વાતોનું ધ્યાન

કોરોના વાયરસના ભયંકર ભયથી બચવા માટે હજી સુધી કોઈ રસી અથવા દવાની શોધ થઈ શકી નથી, તેવા સંજોગોમાં આપણી રોગપ્રતિકારક શક્તિ આ લડતમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડોકટરો કહે છે કે કોરોના વાયરસની ઝપટમાં તે લોકો સરળતાથી આવી જાય છે, જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના ઘણા કારણો છે. જેમ કે પહેલાથી કોઈ બીમારી અથવા અતિશય સિગારેટ પીવાની ટેવ કે દારુ પીવાની ટેવ. આ સિવાય પુરતી ઊંઘ ન લેવા અને ખરાબ ખાવાપીવાને લીધે પણ રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે, તમે વારંવાર બીમાર પડી શકો છો અને તમને સાજા થવામાં લાંબો સમય લાગી શકે છે. જો તમારામાં આ 6 લક્ષણો જોવા મળે તો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી છે.

દરેક સમયે થાકનો અનુભવ થવો

હંમેશાં થાક અને સુસ્તી અનુભવવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ઊંઘનો અભાવ, તાણ, એનિમિયા અથવા ક્રોનિક ક્રોનીક સિન્ડ્રોમ. જો તમને આ કારણની ખબર નથી પડી રહી અને પુરતી ઊંઘ લીધા પછી પણ તમે થાક અનુભવો છો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે.

વારંવાર બીમાર પડવું

હવામાન બદલાતું હોય ત્યારે બીમાર પડવું સામાન્ય છે, ખાસ કરીને શિયાળામાં, પરંતુ જો તમે દરેક ઋતુમાં વારંવાર બીમાર પડો છો, તો એવું એટલા માટે થઇ શકે છે કારણ કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. રોગપ્રતિકારક શક્તિ બેક્ટેરિયા, વાયરસ અને રોગ સામે લડે છે. જો તમને વારંવાર પેશાબમાં ચેપ, મોં માં ચાંદા, શરદી અથવા તાવની ફરિયાદ રહે છે, તો તમે તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

એલર્જીની ફરિયાદ

ઘણા લોકોને એલર્જીની ફરિયાદો હોય છે, જેના કારણે તેમને ઋતુનો તાવ આવતો રહે છે. પરંતુ જો તમારી આંખોમાં હંમેશાં પાણી રહે છે, તો ખાવાની કોઈ વસ્તુથી તમને રીએક્શન આવી જાય છે, ત્વચા ઉપર ફોલ્લીઓ, સાંધાનો દુઃખવો અને પેટની હંમેશા સમસ્યાઓ રહે છે તો તે પણ રોગપ્રતિકારક શક્તિને નબળી હોવાનો એક સંકેત પણ હોઈ શકે છે.

ઘા ભરવામાં સમય લાગવો

ઘા ના ઉપચાર દરમિયાન ત્વચા ઉપર સુકી પોપડી બની જાય છે, જે લોહીને શરીરમાંથી બહાર આવતા રોકે છે. જો તમારો ઘા ઝડપથી ભરાતો નથી, તો બની શકે છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય. આ સમસ્યા શરદી અને ફ્લૂ સાથે પણ સંબંધ ધરાવે છે. મોટાભાગના લોકો એક અઠવાડિયા પછી સ્વસ્થ થઇ જાય છે, પરંતુ જો તમને લાંબા સમય સુધી ફ્લૂ રહે છે, તો સંભવ છે કે તમારું શરીર ચેપ સામે લડવામાં સક્ષમ નથી.

પાચન સમસ્યા

આંતરડામાં રહેલા બેક્ટેરિયાની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ ઉપર પડે છે. જો તમને વારંવાર અતિસાર, અલ્સર, ગેસ, પેટનું ફૂલવું, ખેંચાણ અથવા કબજિયાત રહે છે, તો એ વાતનો સંકેત હોઈ શકે છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ બરાબર કામ કરી રહી નથી. પ્રોબાયોટિક્સ, લેક્ટોબેસિલી અને બ્રીફિડો સારા બેક્ટેરિયા હોય છે અને તે આંતરડાને ચેપથી સુરક્ષિત કરે છે. આ બેક્ટેરિયાની ઓછી માત્રા રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે.

નબળી રોગપ્રતિકારક શક્તિની સીધી અસર આરોગ્ય ઉપર પડે છે, જેના કારણે તમને થાકથી લઈને વાળ ખરવા સુધીની ફરિયાદ થઇ શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, તમારે સ્વસ્થ આહાર સાથે વ્યાયામ કરવો જોઈએ અને પુષ્કળ ઊંઘ લેવી જોઈએ.

કેટલાક અભ્યાસોમાં, એવું જોવા મળ્યું છે કે અમુક ખાદ્ય પદાર્થો આરોગ્ય સુધારે છે અને શરીરમાં અન્ય આક્રમક વાયરસ સામે લડવાની ક્ષમતાને મજબૂત કરે છે. આવો આપણે જાણીએ કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

લાલ શિમલા મરચું :

ફળ અને શાકભાજીમાં લાલ શિમલા મરચામાં સૌથી વધુ વિટામિન સી હોય છે. અમેરિકી કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, એક કપ લાલ શિમલા મરચામાં લગભગ 211 ટકા વિટામિન સી હોય છે, જે નારંગીમાં જોવા મળતા વિટામિન સીના પ્રમાણના બમણું હોય છે. 2017 માં રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વિટામિન સી શરીરમાં તે કોષોને મજબૂત બનાવે છે, જે રોગ પતિકારક શક્તિને વધારે છે. સાથે જ તે શ્વસન ચેપનું જોખમ પણ ઘટાડે છે. વિટામિન સી શરીરની પેશીઓને પણ મજબૂત બનાવે છે.

બ્રોકલી :

બ્રોકોલીમાં પણ વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. બ્રોકલીમાં 43 ટકા વિટામિન સી હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ હેલ્થ મુજબ તમારા શરીરને દરરોજ એટલાં જ પ્રમાણમાં વિટામિન સીની જરૂર હોય છે. અમેરિકાના EHE હેલ્થના ફિઝિશિયન ડોક્ટર સીમા સરીન કહે છે, “બ્રોકલી ફાઇટોકેમિકલ્સ અને એંટીઓકિસડેંટોથી ભરપુર હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમાં વિટામિન ઇ પણ હોય છે, જે એક એંટીઓકિસડેંટ છે અને તે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે.”

ચણા :

ચણામાં ઘણાં પ્રોટીન હોય છે. તેમાં એમિનો એસિડથી બનેલા આવશ્યક પોષક તત્વો હોય છે, જે શરીરની પેશીઓને વધારવામાં અને મજબૂત કરવામાં મદદ કરે છે. એકેડમી ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ અનુસાર, તે એંજાઈમોને યોગ્ય રીતે જાળવે છે, જેથી આપણા શરીરની સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરી શકે. ડાયેટિશિયન એમિલી વંડર કહે છે કે ચણામાં ઝીંક વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ અને રોગપ્રતિકારક પ્રતિક્રિયાને નિયંત્રિત કરે છે.

સ્ટ્રોબેરી :

ડાયેટિશિયન એમિલી વંડર કહે છે કે એક દિવસની વિટામિન સીની જરૂરિયાત પૂરી કરવા માટે સ્ટ્રોબેરીનો અડધો કપ પૂરતો છે, કારણ કે સ્ટ્રોબેરીના અડધા કપમાં 50 ટકા વિટામિન સી મળી આવે છે. એમિલી કહે છે, “પર્યાવરણને કારણે જ આપણા કોષોને ઘણી રીતે નુકસાન થાય છે અને વિટામિન સી તેને નુકસાન થવાથી અટકાવે છે.”

લસણ :

ડોક્ટર સીમા સરીન કહે છે, ‘લસણ માત્ર ખોરાકમાં સ્વાદ તો વધારે જ છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જેમ કે બ્લડ પ્રેશર ઘટાડવા અને હાર્ટને લગતા જોખમો ઓછા કરવા. લસણમાં મળતા સલ્ફર યોગિકને લીધે તે ચેપ સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. લસણ શરીરને શરદી અને ખાંસીથી પણ બચાવે છે.’

મશરૂમ :

એમિલી વંડર કહે છે કે વિટામિન ડીનો સૌથી શ્રેષ્ઠ સ્રોત સૂર્યના કિરણો જ છે, પરંતુ તે મશરૂમ સહિતના કેટલાક ખાસ ખાદ્ય પદાર્થો દ્વારા પણ મળી શકે છે. 2018 માં, વિટામિન ડી સ્રોત તરીકે મશરૂમના ઉપયોગ ઉપર એક સમીક્ષા કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે મશરૂમ કેલ્શિયમનું શોષણ વધારે છે, જે હાડકાં માટે સારું છે. આ સિવાય તે કેટલાક પ્રકારના કેન્સર અને શ્વાસના રોગોથી પણ રક્ષણ આપે છે.

પાલક :

ડોક્ટર સરીન કહે છે, ‘પાલક વિટામિન સી અને એંટીઓકિસડેંટોથી ભરપુર હોય છે જે આપણા કોષોને પર્યાવરણીય નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત, તેમાં બીટા કેરોટિન શામેલ છે, જે વિટામિન Aનો મુખ્ય સ્રોત છે. વિટામિન A રોગપ્રતિકારક કાર્યને યોગ્ય રીતે ચલાવવા માટે જરૂરી હોય છે. બ્રોકલીની જેમ જ પાલકને પણ કાચું અથવા થોડુ રાંધવું સારું ગણવામાં આવે છે.

દહીં :

દહીં પ્રોબાયોટિક્સનો શ્રેષ્ઠ સ્રોત છે. ડો. સરીનના કહેવા મુજબ, તે એક સારો બેક્ટેરિયા હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ અને પાચક શક્તિને યોગ્ય રાખે છે. તાજેતરના જ થોડા અધ્યયનોમાં પણ દહીંને સામાન્ય શરદી અને શ્વાસ જેવા શ્વાસના ચેપ સામે લડવામાં અસરકારક હોવાનું પણ જાણવા મળ્યું છે. ડોક્ટર સરીન સુગંધને બદલે સાદા દહીં ખાવાની ભલામણ કરે છે.

સૂર્યમુખીના બીજ :

ડાયેટિશિયન એમિલી કહે છે, “સૂર્યમુખીના બીજમાં વિટામિન ઇ મોટા પ્રમાણમાં મળી આવે છે, જે એન્ટીકઓકિસડેંટ તરીકે કામ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.” નેશનલ ઇન્સ્ટિટ્યૂટ હેલ્થ મુજબ સૂકા શેકેલા સૂર્યમુખીના બીજમાંથી માત્ર એક અંશ તમને એક દિવસમાં 49 ટકા વિટામિન ઇ આપી શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.