નફો કમાવી આપતા આ 35 બિજનેશ, જેને તમે શરુ કરી શકો છો, માત્ર 10 હજાર રૂપિયામાં જ.

બિજનેશ એક એવો ધંધો છે, જેનો ક્રેજ લોકો વચ્ચે દરેક જમાનામાં જળવાયેલો રહે છે. છેલ્લા થોડા વર્ષોથી ભારતમાં પણ યુવાનો વચ્ચે નોકરી છોડીને સ્ટાર્ટ અપ કે પોતે પોતાનો ધંધો શરુ કરવાની પ્રવુત્તિ ઘણી જોવા મળે છે. ખરેખર હોય પણ કેમ નહી, બીજાની નીચે કામ કરવાને બદલે, જો તમને તમારી પોતાની કંપનીના બોસ બનવાની તક મળે તો કોણ એવી તકને છોડશે?

જો તમે ભણેલા ગણેલા છો અને તમારે પૈસા કમાવા છે, તો ટ્યુશન એક સારો વિકલ્પ હોઈ શકે છે. તમે ધારો તો તમારા મિત્રોનું એક ગ્રુપ બનાવીને તેને સાથે મળીને શરુ કરી શકો છો.

બિજનેશ એક એવો ધંધો છે. જેનો ક્રેજ લોકો વચ્ચે દરેક જમાનામાં જળવાયેલો રહે છે. છેલ્લા થોડા વર્ષોથી ભારતમાં પણ યુવાનો વચ્ચે નોકરીને છોડીને સ્ટાર્ટ અપ કે પોતે પોતાનો ધંધો શરુ કરવાની પ્રવુત્તિ ઘણી જોવા મળે છે. ખરેખર હોય પણ કેમ નહી, બીજાની નીચે કામ કરવાને બદલે જો પોતે પોતાની કંપનીના બોસ બનવાની તક મળે તો કોણ એવી તકને છોડશે.

પરંતુ બિજનેશમાં જેટલી સ્વતંત્રતા અને જેટલી કમાણી થાય છે, તેનાથી વધુ તેમાં મહેનતની પણ જરૂર પડે છે. અને પછી બિજનેશ સફળ થશે કે નહિ, એ વાતની પણ કોઈ ગેરંટી નથી હોતી. એટલા માટે હંમેશા કહેવામા આવે છે કે કોઈ પણ બિજનેશમાં સીધા પૈસા રોકવાને બદલે નાના બિજનેશથી શરુઆત કરવી જોઈએ. આવો અમે તમને થોડા એવા જ બિજનેશ વિષે જણાવીએ છીએ જેને ઘણી ઓછી મૂડીમાં શરુ કરી શકાય છે.

ટ્રાવેલ એજંસી :-

જ્યારથી ભારતમાં એક નવો મધ્યમ વર્ગનો ઉદય થયો છે, ટ્રાવેલ એજંસી બિજનેશમાં ઘણો વધારો થયો છે. આ બિજનેશની ખાસિયત એ છે કે તેમાં વધુ મોટા રોકાણની જરૂર નથી હોતી. જો તમે કોઈ શહેર કે ગામમાં રહો છો? તો તેને તમે ઘરેથી જ ચલાવી શકો છો.

મોબાઈલ રીચાર્જ શોપ :-

આજે ભલે ઓનલાઈન અને વોલેટ દ્વારા રીચાર્જ કરવાના ઓપ્શન આવી ગયા હોય, પરંતુ ભારતમાં મોટાભાગના લોકો હજુ પણ રીચાર્જ શોપમાં જ ફોન રીચાર્જ કરાવવાનું પસંદ કરે છે. તો જે કોઈ આ બિજનેશમાં રસ ધરાવતા હોય તે કોઈ પણ જગ્યાએ નાની એવી દુકાન લઇને તેની શરૂઆત કરી શકે છે. તેની સાથે સાથે ઘણી બીજી ઓનલાઈન સર્વિસને પણ પોતાની દુકાનમાં શરુ કરી શકે છે.

નાસ્તાની દુકાન :-

એ તો સદાબહાર બિજનેસ છે. તેને ક્યાય પણ કોઈ પણ શહેરના ખૂણામાં શરુ કરી શકાય છે. તેના માટે તમારે ગ્રાહક પણ શોધવાની જરૂર નહિ રહે. એક વખત તમારી દુકાન વિષે લોકોને ખબર પડી જાય, તો તે તમારે ત્યાં દોડતા આવી જશે. હંમેશા તમારી દુકાનમાં વસ્તુ સારી હોવી જોઈએ. તેમાં પણ ઘણા ઓછા પૈસાની જરૂર પડે છે.

આ મશીન વડે માત્ર 35 હજારમાં શરુ કરો, મસાલા બનાવવાનો બિજનેશ. જાણવા અહીં ક્લિક કરો >>>>> આ મશીન વડે માત્ર 35 હજારમાં શરુ કરો, મસાલા બનાવવાનો બિજનેશ.

ટ્યુશન અથવા કોચિંગ ક્લાસ :-

જો તમે ભણેલા ગણેલા છો અને તમારે પૈસા કમાવા છે, તો ટ્યુશન એક સારો વિકલ્પ હોઈ શકે છે. તમે ધારો તો તમારા દોસ્તોનું એક ગ્રુપ બનાવીને તેની સાથે મળીને શરુ કરી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે તે શરુ કરવામાં તમારે નહી જેવા પૈસાની જરૂર પડશે.

જ્યુસ શોપ :-

આજે તો દરેક સ્વસ્થ રહેવા માંગે છે અને જ્યુસને સીધી રીતે આરોગ્ય સાથે જોડીને જોવામાં આવે છે. તેને શરુ કરવા માટે વધુ જગ્યાની જરૂર નથી પડતી. માત્ર એક મશીન અને થોડા એવા ફળ સાથે તમે આ બિજનેસ શરુ કરી શકો છો.

દરજી કામ :-

દરેક શહેરમાં સારા દરજી કામની ડીમાંડ રહેશે. હવે તો ડીઝાઈનર્સ કપડાના ચલણમાં આવી ગયા પછી પોતે સિવરાવેલ કપડાની માગ વધુ થઇ ગઈ છે અને તેનાથી માર્કેટમાં સારા દરજીની માગ અનુભવવામાં આવે છે.

બેકરી શોપ :-

આવક વધારવા સાથે જ લોકોના ખાવા પીવાની ટેવો પણ બદલાઈ છે અને એટલા માટે બેકરી ઉત્પાદનોની માગ વધી છે. પહેલા જ્યાં માત્ર બર્થડે જેવા પ્રસંગો ઉપર જ બેકરી શોપ તરફ ધ્યાન આપવામાં આવતું હતું. હવે સ્નેકસ માટે પણ બેકરીની ઉપયોગીતા વધી ગઈ છે. તમે ધારો તો કોઈ પ્રસિદ્ધ બેકરી ચેનની ફ્રેન્ચાઇઝી લઇ શકો છો, નહિ તો પોતાની પણ શોપ ખોલી શકો છો. તે શરુ કરવામાં પણ વધુ પૈસાની જરૂર નથી પડતી.

જુઓ વિડીયો અને જાણો ડીટેલ ફક્ત ૫૦ હજારમાં શરુ કરો આ ઇઝી બિજનેશ. જાણવા અહીં ક્લિક કરો. >>>>> જુઓ વિડીયો અને જાણો ડીટેલ ફક્ત ૫૦ હજારમાં શરુ કરો આ ઇઝી બિજનેશ.

બ્લોગીંગ :-

ડીઝીટલ યુગમાં બ્લોગીંગથી પણ પૈસા કમાઈ શકાય છે. જો તમારી પાસે લખવાની કળા છે. તો તમે માત્ર લેપટોપ અને ઈન્ટરનેટ કનેક્શન દ્વારા તેની શરૂઆત કરી શકાય છે. જો તમે મોટા પાયા ઉપર બ્લોગીંગ શરુ કરવા માગો છો? તો તે પોતાની વેબસાઈટ પણ બનાવી શકો છો.

યુટ્યુબર :-

આજથી દસ વર્ષ પહેલા સુધી કોઈ વિચારી પણ ન શકતા હતા કે ઈન્ટરનેટ દ્વારા કરોડપતિ બની શકાય છે. પરંતુ આજે એ શક્ય બની ગયું છે. યુટ્યુબ ઉપર વિડીયો બનાવીને સારા એવા પૈસા કમાઈ શકાય છે. બસ તમારી અંદર ક્રિએટીવનો કીડો હોવો જોઈએ. ભારતમાં હજારો એવી ચેનલ છે, જે ઘરે બેઠા સારા પૈસા કમાઈ રહ્યા છે.

વેડિંગ કન્સલ્ટન્ટ :-

હવે એ જમાનો જતો રહ્યો છે જયારે લગ્નની સંપૂર્ણ વ્યવસ્થા ઘર વાળા કરતા હતા. એ દોડધામ ભરેલા સમયમાં કદાચ જ કોઈ પાસે એટલો સમય હશે કે તે એટલું મોટું આયોજન એકલા મેનેજ કરી શકે. એટલા મે વેડિંગ કન્સલ્ટન્ટ જેવા પ્રોફેશનલની માગ વધી છે. જો તમારી રૂચી કાર્યક્રમોને મેનેજ કરવામાં છે. તો તે વિકલ્પ તમારા માટે સાચો સાબિત થઇ શકે છે.

ફોટોગ્રાફી :-

જો તમારી રૂચી ફોટા પાડવામાં છે. તો ફોટોગ્રાફીમાં તમારું ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે. જો તમને તેના વિષે થોડી પણ જાણકારી નથી, પરંતુ તમે ઈચ્છુક છો? તો ઘણી બધી સંસ્થાઓ તેના માટે કોર્સ પણ કરાવે છે. તેમાં પણ ભવિષ્ય બનાવી શકાય છે. એક વખત તમારું નામ પ્રખ્યાત થઇ જશે, તો પૈસાની ખામી નહિ રહે અને ન તો કામની. વેડિંગ ફોટોગ્રાફર પણ આજકાલ લાખો રૂપિયા લે છે.

ટીફીન સર્વિસ :-

શહેરોમાં હંમેશા એકલા રહેવા વાળા વર્કિંગ પ્રોફેશનલ લોકો પાસે એટલો સમય નથી હોતો કે તે પોતાનું ખાવાનું બનાવી શકે, એટલા માટે તેને ટીફીન બંધાવવું પડે છે. જો તમને સારું ખાવાનું બનાવતા આવડે છે, તો તેને તમે પોતે જ શરુ કરી શકો છો. તેના માટે પણ વધુ રોકાણની જરૂર પડે છે.

ઈવેંટ મેનેજમેંટ :-

આ કામ ઓફીસની બહારનું છે. જો તમારી અંદર નેટવર્કિંગ બીલ્ડ કરવા અને ટીમને મેનેજ કરવાની ક્ષમતા છે. તો તે બિજનેસ પણ ઘણો નફો આપવા વાળો છે. તેમાં તમારે વેન્યુ ડીસાઈડ કરવાથી લઇને વેન્ડર્સ અને સ્પોન્સરને મળવું પડશે. આ કામ ૨૪ કલાકનું હોય છે. તે ઘણો મોટો બિજનેસ છે, પરંતુ જો તમારું નેટવર્ક સારું છે. ઓછા પૈસાથી પણ શરુઆત કરી શકાય છે.

જાણો સફળ લોકોની પાછળ સફળતાનું કારણ, શું કરે છે અને શું નહિ? જાણો સફળ થવાનું સૂત્ર. જાણવા અહી ક્લિક કરો >>>>> જાણો સફળ લોકોની પાછળ સફળતાનું કારણ, શું કરે છે અને શું નહિ? જાણો સફળ થવાનું સૂત્ર.

ઓનલાઈન કોર્સ :-

જો તમારી અંદર ટેલેન્ટ છે અને તમે ભણવામાં સારા છો, તો ઓનલાઈન કોર્સ શરુ કરવો સારો સાબિત થઇ શકે છે. આજે બેંક, એસએસસીથી લઇને સિવિલ સર્વિસની તૈયારી ઓનલાઈન કરાવવામાં આવી રહી છે. ઘણા બધા પ્લેટફોર્મ એવા છે. જે માત્ર ઓનલાઈન કોર્સના માધ્યમથી ઘણા કરોડ ટર્નઓવર બનાવી શકે છે. તેને શરુ કરવામાં ઘણા ઓછા પૈસાની જરૂર પડશે.

રોડના કિનારે પુસ્તકોની દુકાન :-

સાંભળવામાં આ ધંધો ઘણો નાનો લાગે છે. પરંતુ તેના ફાયદા ઘણા વધુ છે. રોડના કિનારે દુકાન લગાવવાને કારણે તમારે કોઈ ભાડુ નથી દેવાનું હોતું અને પુસ્તકો સસ્તા હોવાને કારણે જ ગ્રાહક પણ ઘણા મળી જાય છે. આમ તો નગર નિગમ કે નગર પાલિકા પાસે મંજુરી લેવી પડશે. ત્યાર પછી આરામથી તમારી દુકાન ચલાવી શકો છો.

ઘોસ્ટ રાઈટીંગ :-

આ એવા રાઈટર હોય છે. જેણે કોઈ લખવાનું કામ આપવામાં આવે છે. પરંતુ તેને કામ કરવાનો શ્રેય નથી મળતો. તે ફ્રીલાંસિંગ રાઈટીંગ જેવા જ છે. તે માંથી સારા પૈસા મળે છે.

કસ્ટમાઈજ્ડ જ્વેલરી :-

જ્વેલરી માત્ર સોના, ચાંદી કે હીરા જ નથી હોતા. આપણા સમાજમાં લાંબા સમયથી ઘણા પ્રકારની ધાતુઓ અને હીરાના ઘરેણા બનાવવાનું ચલણ રહ્યું છે. મોટી કે મૂંગેની મદદથી કસ્ટમાઈજ્ડ જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવામાં લેવામાં આવે તો માલ ઘણો સસ્તો મળી જાય છે. તમારે બસ થોડી તાલીમની જરૂર રહેશે.

એડવરટાઈજિંગથી ઓનલાઈન સીસ્ટમ ઉપર કરવામાં આવતો બિજનેશ છે. તેના માટે તમારે તાલીમની જરૂર રહેશે અને પછી વેબસાઈટ બનાવીને તમારું કામ શરુ કરી શકાય છે.

ઇન્ડિયામાં કોઈ પણ ઋતુમાં ચાનો ધંધો ઠંડો નથી પડતો. ગરમી હોય કે વરસાદ હોય કે ઠંડીની ઋતુ. ચા ફોરએવર પીણું છે. તેને ક્યાય પણ શરુ કરવામાં આવી શકે છે. થોડી બેંચ અને ટેબલ લગાવીને તેની શરૂઆત કરી શકાય છે.

સોસીયલ મીડિયા સ્ટ્રેટીજીસ્ટ :-

આજે સોસીયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. કોઈ પણ કામ સોસીયલ મીડિયા વગર અધુરો છે. કોર્પોરેટથી લઇને સ્ટાર્ટ અપ અને સામાજિક સંસ્થાઓ માટે પણ સોસીયલ મીડિયાની જરૂર પડે છે. તેને શરુ કરતા પહેલા તમારે ટ્રેનીંગની જરૂર રહેશે.

ફેશન ડીઝાઈનીંગ :-

માર્કેટમાં એવા ઘણા બધા બ્રેંડસ છે. જેના સંસ્થાપકોએ કોઈ કોલેજ માંથી ફેશન ડીઝાઈનીંગનો અભ્યાસ અભ્યાસ નથી કર્યો. પરંતુ આજે તેની બ્રેંડ આખા દેશ અને વિદેશોમાં પણ પોતાની પહોંચ ધરાવે છે. છોકરીઓના કપડા બનાવનારી કંપની બીબાની ફાઉંડર મીના બિન્દ્રા તેનું સૌથી સફળ ઉદાહરણ છે.

તેનું પોતાના ફેશન ડીઝાઈનીંગનું કામ શરુ કરવા માટે જરૂરી નથી, કે લાખો રૂપિયા લગાવીને શહેરમાં એક મોટો શોરૂમ ખોલી દેવામાં આવે, પરંતુ દુકાનો માંથી ઓર્ડર લઇને ઘર માંથી પણ શરુ કરી શકાય છે.

ઓનલાઈન ફિટનેસ ઈંસ્ટ્રકટર :-

ફીટનેશમાં તમને રસ છે અને તમે તેમાં તમારું પોતાનું કેરિયર બનાવવા માગો છો? તો તમારે જીમ ખોલવાની જરૂર નથી. તમે ધારો તો તે યુટ્યુબ કે પોતાની વેબસાઈટ બનાવીને લોકોને ટ્રેનીંગ આપી શકે છે.

ગ્રાફિક ડીઝાઈનીંગ :-

આ કામમાં એક વખત સફળતા મળી ગયા પછી તમે ઘરે બેઠા પણ તે કરી શકો છો. ગ્રાફિક ડીઝાઈનીંગનો વિસ્તાર ઘણો વિસ્તૃત છે અને તેમાં તકની કોઈ ખામી નથી.

ડાન્સ અથવા સંગીત સ્કુલ :-

તમે સંગીત કે ડાંસમાં કુશળતા ધરાવો છો? તો પોતાની સ્કુલ ખોલો અને લોકોને ટ્રેનીંગ આપો. સંગીત અને ડાંસ શીખવામાં રસ ધરાવવા વાળાની ખામી નથી.

સ્ક્રીપ્ટ રાઈટીંગ :-

તેના માટે તમારે મુંબઈ કે દિલ્હી જેવા શહેરની પસંદગી કરવી પડશે. બીજા શહેરોમાં આમ તો કામ નહિ જેવું છે. પરંતુ મોટા શહેરોના સ્ક્રીપ્ટ રાઈટર સારા પૈસા કમાય છે. તે પણ રસ અને હાઈ સ્કીલ વાળું કામ છે.

હેન્ડીમેન સર્વિસ :-

ઘરમાં ખરાબ ઇલેક્ટ્રિકસીટીને ઠીક કરવાથી નંબર અને બીજા ઘરેલું કામને ઠીક કરવાનો ધંધો હેંડીમેન સર્વિસ કહેવાય છે. શહેરોમાં આ કામના જાણકારની સારી એવી માગ છે. તે કામ ઘરે બેઠા સ્વતંત્ર રીતે પણ સારી રીતે કરી શકાય છે.

પાળેલા જાનવરો જાળવણી કરવી :-

મોટા લોકોને ત્યાં જે પાળેલા જાનવર હોય છે. હંમેશા તેની જાળવણી કરવા માટે કોઈ જાણકારની જરૂર પડી શકે છે. આપણા દેશમાં આ ધંધા વિષે ઘણી જાગૃતતા નથી. પરંતુ તેમાં પણ ભવિષ્ય બનાવવાની તક ઘણી છે.

ફક્ત ૧૦ મુર્રાહ ભેંશ થી બીઝનેસ શરુ કરી સિવિલ એન્જીનીયર આવી રીતે બન્યો કરોડપતિ. જાણવા અહી ક્લિક કરો >>>> ફક્ત ૧૦ મુર્રાહ ભેંશ થી બીઝનેસ શરુ કરી સિવિલ એન્જીનીયર આવી રીતે બન્યો કરોડપતિ

રીસર્ચ બેસ્ડ બિજનેશ :-

મોટાભાગે કોર્પોરેટ કંપનીઓ પાસે પોતાની રીસર્ચ ટીમ હોય છે, પરંતુ નાની કંપનીઓ એ કામ બહારના લોકો પાસે કરાવે છે. જો તમારી અંદર કોઈ પણ વિષયને ઊંડાણથી સમજવામાં રસ છે. તો એ કામ કરી શકો છો.

ફૂડ ટ્રક :-

આજ કાલ દરેક પાસે સમય ઓછો છે, એટલા માટે લોકો મોટા મોટા રેસ્ટોરન્ટમાં જવાને બદલે રોડ ઉપર જ ખાવાની મજા લઇ લે છે. આ કામને પૂરું કરવા માટે ફૂડ ટ્રક આવી ગયા છે. આ બિજનેશમાં પણ ફાયદાની ઘણી શક્યતા છે.

સપોર્ટસ કોચિંગ :-

આ કામમાં માત્ર તે કરી શકે છે. જેમણે ક્યારેક સ્પોર્ટ્સમાં રહ્યા હોય. તેમાં પણ સફળ થવામાં ઘણી તક છે. પોતાની એકેડમી ખોલીને તેમાં આગળ વધી શકાય છે.

ટ્રાંસલેશન સર્વિસ :-

જો તમને બે કે બે થી વધુ ભાષાઓનું સારું જ્ઞાન છે, તો ટ્રાંસલેટીંગનો બિજનેશ ઘણો સારો સાબિત થઇ શકે છે. વિદેશી ભાષાઓની જાણકારી સારી જગ્યા ઉપર પહોચાડી શકો છો.

કંસલ્ટેંસી સર્વિસ :-

નાની નાની કંપનીઓ નોકરી માટે ઉપર્યુક્ત માણસની શોધ માટે એવા કંસલ્ટેંસી સર્વિસની સેવાઓ લે છે. તેમાં સારું કમીશન મળે છે.

ટુર ગાઈડ :-

જો તમારા ઘર આજુબાજુ કોઈ એવું સ્થળ છે. જ્યાં પ્રવાસીઓ આવવાની ઘણી શક્યતાઓ છે કે પ્રવાસીઓ આવે છે. તો તમે ટુર ગાઈડ બની શકો છો. તેના માટે તમારે થોડી વિદેશી ભાષાઓ શીખવાની રહેશે અને તે સ્થળ વિષે સંપૂર્ણ જાણકારી લેવાની રહેશે.

કાર્ડ મેકર :-

કાર્ડ મેકિંગનો બિજનેશ દેશમાં હજુ એટલો પ્રચલિત નથી, પરંતુ તેમાં ઘણી શક્યતાઓ છે. તેના માટે સ્કીલની જરૂર રહેશે અને સોસીયલ મીડિયા ઉપર તમારી ઉપસ્થિતિ પણ હોવી જોઈએ.

કાગળના ગ્લાસ બનાવવાનો વ્યવસાય શરૂ કરીને ૨.૫ લાખ રૂપિયા મહીને કમાઈ શકો છો. જાણવા અહીં ક્લિક કરો. >>>>> કાગળના ગ્લાસ બનાવવાનો વ્યવસાય શરૂ કરીને ૨.૫ લાખ રૂપિયા મહીને કમાઈ શકો છો.

કુકિંગ કલાસેજ :-

ખાવાનું બનાવવાનો શોખ હોય અને લોકોને શીખવવાની આવડત હોય તો કુકિંગ કલાસેજ શરુ કરી શકાય છે. પ્રોફેશનલ કુક બનીને તમે કુકિંગનું કામ પણ કરી શકો છો.