નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

20 વર્ષ પછી નાગ પંચમી પર બન્યો છે શિવ યોગ, આ 5 રાશિઓ પર રહેશે પ્રભુના આશીર્વાદ

નાગ પંચમીનો તહેવાર 25 જુલાઇ શનિવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે નાગ પંચમીનો તહેવાર ખૂબ જ વિશેષ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષીઓનો દાવો છે કે આ વર્ષે નાગ પંચમી ઉપર શિવ યોગ ઉભા થઇ રહ્યા છે. આ યોગ 20 વર્ષ પછી આવે છે. આ અગાઉ નાગ પંચમી ઉપર શિવ યોગ વર્ષ 2000 માં ઉભા થયા હતા. પંચમીની તિથિને લક્ષ્મીની તિથિ પણ કહેવામાં આવે છે, તેથી આ યોગ 5 રાશિ વાળાને સમૃદ્ધ કરી શકે છે.

મેષ – આ રાશી વાળા માટે નાગ પંચમી ઉપર ઉભો થઇ રહેલો મહાસંયોગ ઘણો જ શુભ છે. અચાનક રીતે પૈસા પ્રાપ્ત થશે. ખરાબ કામો સુધરશે. ઉછીતા આપેલા પૈસા પાછા મળી શકે છે. શિવલિંગ અને નાગ દેવતાને મધ ચડાવવાથી વધુ લાભ થશે.

વૃષભ – નાગ પંચમી ઉપર બનેલા શિવ યોગથી વૃષભ રાશિના લોકોનો વાણીદોષ દૂર થશે. વાણીમાં શક્તિ આવવાથી સંબંધોમાં સુધારો થશે. તમારી જીભમાંથી નીકળેલા શબ્દો સાચા પડશે. ઉપરાંત, પૈસા જમા કરવાની યોજનાઓ પ્રબળ રહેશે. રોકાણની બાબતમાં પણ મોટો ફાયદો થવાની સંભાવના છે. દૂધમાં પતાશા ભેળવીને શિવલિંગ અને નાગ દેવને અર્પણ કરવાથી લાભ વધશે.

મિથુન – મિથુન રાશિમાં રાહુ બેઠો છે. કેતુ અને ગુરુની દ્રષ્ટિ પણ છે. વિદેશ માંથી પૈસા મળવાની સંભાવનાઓ ઉભી થઇ રહી છે. અટકેલા પૈસા પરત મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલી કામગીરી પૂરી થશે. બિલ્લીપત્રની માળા ઉપર લાલ સિંદૂર લગાવીને શિવલિંગ અને નાગ દેવતાને અર્પણ કરવાથી ખુબ જ પ્રગતી કરશો.

કર્ક – કર્ક રાશિના 12 મા ગૃહમાં રાહુ છે. નાગ પંચમી ઉપર શિવ યોગ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર કરશે. શાંતિથી સૂઈ શકશો ઘણા લાંબા સમયથી વધી રહેલા ખર્ચ ઉપર કાબૂ આવશે. ઋણદોષ અને દુશ્મનોથી સાવચેત રહેવું પડશે. શ્રાવણ મહિનામાં શિવલિંગ અને નાગ દેવને કેરીનો રસ ચડાવવાથી લાભ થશે.

સિંહ – સિંહ રાશિવાળાની કુંડળીમાં પણ ધનલાભના યોગ સારા યોગ બની રહ્યા છે. આ યોગ ઘર, દુકાન અથવા સંપત્તિમાં રોકાણ કરવા માટે શુભ સમય લઈને આવ્યો છે. શિવલિંગ અને નાગ દેવતાને સફેદ ફૂલ અને મીઠાઈ અર્પણ કરવાથી લાભ થઈ શકે છે.

કન્યા – કન્યા રાશી વાળા લોકોને વાહન સુખ મળે તેવું જોવા મળી રહ્યું છે. ઘરમાં સારુ વાતાવરણ રહેશે. નાની મોટી મુસાફરી પણ તમે આ સમય દરમિયાન કરી શકો છો. ધનલાભની બાબતમાં સ્થિતિ સામાન્ય રહેવાની છે. લીલા દોરામાં ફળ બાંધીને નાગ-નાગણને અર્પણ કરવાથી સફળતા મળશે.

તુલા – તુલા રાશિ વાળા લોકો માટે રાહુ અને કેતુ બંને ઘણા ફાયદાકારક છે. કેતુ ન માત્ર પૈસા જ આપશે, પરંતુ નોકરી અને ધંધામાં આવતી મુશ્કેલીઓને પણ દૂર કરશે. પાણીમાં કાળા તલને ઓગાળીને શિવલિંગ અને નાગ દેવતાનો અભિષેક કરવાથી ધનલાભની સ્થિતિ મજબૂત થશે.

વૃશ્ચિક – વૃશ્ચિક રાશિ માંથી સાડાસાતી જઈ ચુકી છે. આ રાશીના લોકો માટે સારો સમય આવી રહ્યો છે. વેપાર, ધંધામાં સફળતા મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. પૈસાની દ્રષ્ટિએ પણ લાભ થઈ શકે છે. શિવલિંગ અને નાગ દેવતાને મધ ચડાવવાથી વધુ લાભ થશે.

ધનુ – ધન રાશી ઉપર સ્વરાશી ગુરુ અને કેતુ બેઠા છે. આ રાશી વાળા લોકો માટે તો આ સંયોગ વધુ વિશેષ રહેશે. પૈસા પ્રાપ્ત થશે. નાણાકીય યોજનાઓ લાંબા સમય સુધી લાભ પ્રદાન કરશે. પીળા દોરામાં ચાંદીના નાગ-નાગણ અર્પણ કરો. તેમજ ગોળ ચડાવવાથી લાભ થશે.

મકર – મકર રાશિવાળા માટે પણ આ સંયોગ સારો છે, પરંતુ આ રાશિમાં સાડાસાતી ચાલી રહી છે. પૈસાની બાબતમાં પરિસ્થિતિ સામાન્ય રહેવાની છે. કાળા કપડામાં જંવ બાંધીને ચડાવવાથી તમારી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.

કુંભ – કુંભ રાશિમાં પણ શનિની સાડાસાતી ચાલી રહી છે. દુઃખમાંથી રાહત મળશે. આરોગ્ય સારું રહેશે. ગુસ્સો ઓછો થશે. સંબંધોમાં સુધારો થશે. પૈસાની બાબતમાં સ્થિતિ સામાન્ય જ રહેશે. ઠંડા પાણીમાં સફરજનનો રસ અથવા અન્ય કોઈ ફળનો રસ ભેળવીને અભિષેક કરવાથી ફાયદો થશે.

મીન – મીન રાશિમાં ધનલાભના યોગ ઉભા થઈ રહ્યા છે. લગ્નની બાબતમાં પણ આ યોગ ખૂબ ફળદાયક લાગે છે. કેરીના રસમાં પતાશા ભેળવીને શિવલિંગ અને નાગ દેવતાના અભિષેક કરવાથી લાભ મળશે.

આ માહિતી આજતલ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.