નમસ્તેનો આ અર્થ તમે જાણી લેશો, તો હંમેશા સુખી રહેશો, રામાયણમાં પણ લખી છે આ વાત.

શું તમે જાણો છો નમસ્તેનો અર્થ? ન જાણતા હોય તો જાણી લો, રામાયણમાં વાલ્મીકીએ પણ જણાવ્યો છે મહિમા, નમસ્તેનો આ ગુઢાર્થ તમે જાણી લેશો તો સુખી થઇ જશો.

સામાન્ય રીતે આપણે જ્યારે પણ કોઈને મળીએ છીએ ત્યારે નમસ્કાર કરીએ છીએ અથવા તો એકબીજા સાથે હાથ મિલાવીએ છીએ, રામચરિત માનસમાં કેટલાક લોકો માટે કહેવામાં આવ્યું છે, જેમને નમસ્કાર કરવો, આપણા માટે કોઈ જોખમ આવવા સમાન છે. જ્યારે પણ આ લોકો નમસ્કાર કરે છે, ત્યારે નજીકના ભવિષ્યમાં કોઈ સંકટ આવવાની સંભાવના પ્રબળ બની જાય છે.

રામચરિત માનસના અરણ્યકાંડમાં રાવણ અને મારીચનો પ્રસંગ છે. ગોસ્વામી તુલસીદાસજીએ આ સંદર્ભમાં સમજાવ્યું છે કે 9 પ્રકારના લોકો સાથે દુશ્મનાવટ ન કરવી જોઈએ. આ લોકોની કોઈપણ વાત તરત માની લેવી જ ચતુરાઈ છે, અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

આ પ્રસંગમાં ગોસ્વામી તુલસીદાસજીએ જણાવ્યું છે કે ઇચ્છતા ન હોવા છતાં પણ મારીચને રાવણની વાત માનવી પડી અને રાવણના કહેવાથી સોનાનું હરણ બનવું પડ્યું જ્યારે મારીચ જાણતો હતો કે આમ કરવાથી શ્રીરામ તેને મારી નાખશે.

રાવણ સીતાનું હરણ કરવા માટે લંકા માંથી નીકળીને તેના મામા મારીચ પાસે જાય છે અને તેમને પ્રણામ કરે છે.

મારીચ રાવણને નમતો જોઇને સમજી જાય છે કે હવે ભવિષ્યમાં કોઈ સંકટ આવવાનું છે.

શ્રી રામચરિત માનસમાં લખ્યું છે કે –

નવની નીચ કૈ અતિ દુઃખદાઈ

જીમી અંકુસ ધનુ ઉરગ બિલાઈ.

ભયદાયક ખલ કૈ પ્રિય બાની

જીમી અકાલકે કુસુમ ભવાની!

દોહાનો અર્થ – રાવણને આ રીતે નમતો જોઇને મારીચ વિચારે છે કે કોઈ હલકા વ્યક્તિનું નમવું દુઃખદાયક હોય છે. મારીચ રાવણના મામા હતા, પરંતુ રાવણ રાક્ષસ રાજા અને ઘમંડી હતો. તે કારણ વિના કોઈની આગળ નમતો ન હતો. મારીચ એ વાત જાણતો હતો અને તેનું નમવું તે કોઈ ભયંકર મુશ્કેલીની નિશાની હતી. ત્યારે ભયભીત બનીને મારીચે રાવણને પ્રણામ કર્યા.

મારીચ વિચારે છે કે જે રીતે કોઈ ધનુષ વળે છે, તો તે કોઈના માટે મૃત્યુ રૂપી તીર છોડે છે. જયારે કોઈ સાંપ નમે છે તો તે ડંખ મારવા માટે નમે છે. જેમ કે એક બિલાડી નમે છે, તો તે તેના શિકારને ઝડપવા માટે નમે છે. બસ એવી જ રીતે રાવણ પણ મારીચની સામે નમ્યો હતો. કોઈ હલકી વ્યક્તિની મીઠી વાણી પણ ખૂબ પીડાદાયક હોય છે, બસ તેજ રીતે જેમ કે ઋતુ વિનાનું કોઈ ફળ. મારીચ હવે સમજી ગયો હતો કે ભવિષ્યમાં તેની સાથે કંઈક ખરાબ થવાનું છે.

તુલસીદાસજીએ સ્પષ્ટ લખ્યું છે –

તબ મારીચ હ્રદય અનુમાના

નવહી બીરોધે નહિ કલ્યાણા

સસ્ત્રી મર્મિ પ્રભુ સઠ ધની

બૈદ બંદી કબી ભાનસ ગુની.

અર્થ – આ દોહામાં, મારીચની વિચારસરણી દર્શાવવામાં આવી છે આપણે કેવા લોકોની વાત તાત્કાલિક માની લેવી જોઈએ. નહિંતર જીવનું સંકટ ઉભું થઇ શકે છે. આ દોહા પ્રમાણે શસ્ત્રધારી, આપણા રહસ્ય જાણવા વાળા, સમર્થ સ્વામી, મૂર્ખ, ધનિક વ્યક્તિ, વૈદ્ય, ભાટ, કવિ અને રસોઈયાઓ તેવા લોકોની વાત તાત્કાલિક માની લેવી જોઈએ. તેનો ક્યારેય વિરોધ ન કરવો જોઇએ, નહીં તો આપણો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

આપણે વર્તમાન સમય માટે કોરોના સામે લડતા હોવાથી કોરોના આપણા શરીરનું સંપૂર્ણ રહસ્ય જાણે છે, એ આપણને બીમાર કરી શકે છે અને આપણે એને જોઈ સુધ્ધા નથી શકતા, આવા સમયે આપણે એને નમસ્કાર જ કરવા યોગ્ય ગણાય, એટલે બધાને બે ગજ અંતર રાખીને નમસ્કાર જ કહેવા.

આ માહિતી ધ ઇન્ડિયા પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.