નાણાવટી હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા અભિષેક બચ્ચને શેયર કર્યો રોમાંચક ફોટો.

કોરોનાની સારવાર વચ્ચે જુનિયર બચ્ચને હોસ્પિટલમાંથી શેયર કર્યો ઇટરેસ્ટિંગ ફોટો

અભિષેક બચ્ચન કોવિડ 19 પોઝિટિવ. અભિષેકે તેમના ચાહકોનો તેમનો પ્રેમ અને પ્રાર્થના માટે આભાર માનતા ટ્વિટર ઉપર સ્વાસ્થ્ય સંબંધિત સમાચાર શેર કર્યા હતા.

ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન તેમના પિતા અમિતાભ બચ્ચન સાથે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર લઇ રહ્યા છે. આ દરમિયાન અભિનેતા અભિષેક બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ ઉપર આકાશના વાદળોની એક તસવીર શેર કરી છે. જોકે તેમણે કોઈ કેપ્શન ઉમેર્યું નથી, પરંતુ લોકેશન ટેગ ઉપરથી ખબર પડે છે કે આ નાણાવટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું દ્રશ્ય છે, જ્યાં તે અને તેમના પિતા અભિનેતા અમિતાભ બચ્ચન 11 જુલાઈથી કોવિડ -19ની સારવાર લઇ રહ્યા છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં અભિષેકની પત્ની અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ પણ કોવિડ-19ની સારવાર કરાવી રહ્યા હતા. આ દરમિયાન જયા બચ્ચનનો કોવિડ ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.

અભિષેકે તેમના ચાહકોનો તેમના પ્રેમ અને પ્રાર્થના માટે આભાર માનતા ટ્વિટર ઉપર સ્વાસ્થ્ય સંબંધિત સમાચાર શેર કર્યા હતા. ‘તમારી સતત પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર. હંમેશા માટે આભારી. એશ્વર્યા અને આરાધ્યાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ હવે ઘરે રહેશે. હું અને મારા પિતા તબીબી કર્મચારીઓની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં છીએ.’

આ દરમિયાન એશ્વર્યાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે તે કુટુંબ માટેની પ્રાર્થનાથી ‘ખરેખર અભિભૂત હતી. તેમણે લખ્યું, ‘તમારી પ્રાર્થના, ચિંતા, શુભેચ્છાઓ અને પ્રેમ બદલ હંમેશ માટે ઋણી… ભગવાન તમને સર્વને આશીર્વાદ આપે. આપ સૌના ભલા માટે મારી શુભેચ્છાઓ .. તમે ખરેખર સારા અને સલામત રહો અને સુરક્ષિત રહો. તમને સૌને પ્રેમ કરું છું.’

અમિતાભ બચ્ચને પણ તેમના ચાહકોનો આભાર માન્યો છે. તેમણે બધાની ચિંતાઓ અને પ્રાર્થના માટે સૌનો આભાર માન્યો. અમિતાભ બચ્ચન તાજેતરમાં જ ફિલ્મ ગુલાબો-સિતાબોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના સિવાય આયુષ્માન ખુરાનાની પણ મહત્વની ભૂમિકા હતી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.