નાની બહેન પર હુમલો કરવાનો હતો કુતરો, 6 વર્ષના ભાઈએ આવી રીતે બચાવ્યો જીવ, આવ્યા 90 ટાંકા

કુતરો નાની બહેન પર હુમલો કરવાનો હતો, તેના 6 વર્ષના ભાઈએ બહાદુરી દેખાડતા આ રીતે બચાવ્યો જીવ

એક ભાઈ અને બહેનનો સંબંધ ખૂબ જ મજબૂત હોય છે. બંને વચ્ચે નાની નાની બાબતોમાં સામાન્ય બોલાચાલી થતી રહે છે પરંતુ જ્યારે વાત એક બીજાને બચાવવાની આવે છે ત્યારે ભાઈ હંમેશા બહેન માટે કંઇ પણ કરવા માટે તૈયાર રહે છે. એક ભાઈની ફરજ બને છે કે તે પોતાની બહેનનું દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરે. ખાસ કરીને જ્યારે તે ભાઈ બહેન કરતા ઉંમરમાં મોટો હોય છે, ત્યારે તો તેની જવાબદારી ઘણી જ વધી જાય છે.

આજે અમે તમને એક 6 વર્ષના ભાઈ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેણે તેની નાની બહેનનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો.

બહેન માટે કૂતરાનો હુમલો સહન કરી લે છે ભાઈ

આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક બહાદુર ભાઈની ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ઘટના Nikki Walker દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે અમેરિકામાં રહેતા 6 વર્ષના Bridger Walkerએ તેની નાની બહેનને કૂતરાના હુમલાથી બચાવી.

વાત 9 જુલાઈ છે. બ્રિજરની નાની બહેન ઉપર એક કૂતરો હુમલો કરવાનો હતો. તેની બહેનનો જીવ જોખમમાં જોઇને આ 6 વર્ષનો ભાઈ પોતે વચ્ચે આવી ગયો. આ સ્થિતિમાં કૂતરાએ તેની ઉપર હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી.

ઘાયલ ભાઈને આવ્યા 90 ટાંકા

કૂતરાએ બ્રિજરના ચહેરા ઉપર ખરાબ રીતે હુમલો કર્યો. તેનો ચહેરો ખૂબ જ ઈજાગ્રસ્ત થઈ ગયો. રસપ્રદ વાત એ છે કે આટલી ઇજાઓ થવા છતાં તેણે તેની બહેનનો હાથ છોડ્યો નહીં અને તેને સાથે લઈને દોડતો રહ્યો. કૂતરા સાથે લડાઈને કારણે બ્રિજરના ચહેરા ઉપર 90 ટાંકા આવ્યા. તે પોતે એટલો ઈજાગ્રસ્ત થઈ ગયો પણ તેણે તેની બહેનને ઉની આંચ પણ આવવા દીધી નહિ.

એટલા માટે કરી હતી મદદ

જ્યારે બ્રિજરને પૂછવામાં આવ્યું કે તમે તમારી બહેનને આ રીતે બચાવી તો તમને ડર ન લાગ્યો? ત્યારે તમારા મગજમાં શું ચાલી રહ્યું રહ્યું હતું? આ અંગે તેમણે જવાબ આપતા કહ્યું ‘મેં વિચાર્યું કે જો કોઈને મરવાનું થાય તો તે હું જ હોઈશ.’

વાયરલ થઇ ભાઈની બહાદુરીની ઘટના

નાની બહેનને કૂતરાથી બચાવનાર આ ભાઈની બહાદુરી હવે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે. Nikki Walker દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ ઘટનાને અત્યાર સુધીમાં 9 લાખ 76 હજારથી વધુ લાઇક્સ મળી ચુકી છે. Nikki Walker મુજબ આ નાનું બાળક તેનો ભત્રીજો છે. તેણે તેના ભત્રીજાના આરોગ્ય વિષે અપડેટ આપતાં જણાવ્યું કે બ્રિજર હવે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યો છે.

જો કે તમને 6 વર્ષના ભાઈની આ બહાદુરી કેવી લાગી, અમને કમેંટમાં જરૂર જણાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.