એસીડીટી અને છાતીની બળતરાથી હંમેશ માટે મુક્તિ નારિયેળના પાણીથી જાણો ક્યારે પીવું?

એક ગ્લાસ નારિયેળનું પાણી તમારી તરસ છીપાવવા ની સાથે-સાથે તમને તાજગી પણ આપે છે. પરંતુ નારિયેળના પાણી નું કામ આનાથી ઘણું વધારે છે. તમે આ નારિયેળના પાણીથી પોતાની એસીડીટી અને છાતીની બળતરાની સમસ્યામાં પણ રાહત મેળવી શકો છો. અને આ રાહત તમને નારિયેળનું પાણી પીધા બાદ તરત મળવાની શરુ પણ થઇ જાય છે. જી હા, આ સમસ્યાઓ માટે તમારે હવે દવા લેવાની જરૂર નથી. તેથી નારિયેળનું પાણી તે લોકો માટે એક બહેતર કુદરતી ઉપાય છે, જે દવાઓથી દુર ભાગે છે. માત્ર એક નારિયેળનું પાણી, અને એસીડીટી માં રાહત.

કેવી રીતે કરે છે નારિયેળનું પાણી તેનું કામ?

જયારે તમે નારિયેળનું પાણી પીવો છો તો તમારા શરીરનું પીએચ એસીડીક લેવલ આલ્કલાઈન (Alkaline) માં બદલાઈ જાય છે. તે તમારા પેટમાં મ્યુકસ પણ ઉત્પન્ન કરે છે જે તમને વધારે એસીડ બને ત્યારે તેનાથી સુરક્ષા પ્રદાન કરે છે. ફાયબર વધારે હોવાથી તે પાચન માં મદદરૂપ થાય છે અને એસીડીટીને ફરીથી થતાં રોકે છે. તેના સિવાય, નારિયેળનું પાણી પેટમાં થતી બળતરાને ઓછી કરીને ઠંડક પણ પહોચાડે છે.

કેવી રીતે સેવન કરવું:

આપણી એક્સપર્ટ ડાયેટીશિયન કહે છે કે એસીડીટી થી રાહત મેળવવા માટે ખાવાના અડધા કલાક પછી એક ગ્લાસ નારિયેળનું પાણી પીવો. બે-ત્રણ મહિના સુધી પોષ્ટિક ખાણી-પીણીની સાથે-સાથે આ રીતે નારિયેળનું પાણી પીવાથી એસીડીટી થી હંમેશા માટે છુટકારો મળી શકે છે. એસીડીટી થી છુટકારો દેવા સિવાય નારિયેળનું પાણી કેટલીક બીજી રીતે પણ લાભકારી છે, તેથી નિયમિત રૂપે આ કુદરતી હેલ્ધી ડ્રીંક ને પીવાની આદત પાડો.