લોકોએ શોધી ભારતની ઓમ વેલી તમે પણ તમારા મોબાઈલમાં જોઈ શકો છો, જાણો રીત.

અમુક રહસ્ય અચાનક અને અજાણતા જ સામે આવી જતાં હોય છે.અને પછી એ વૈજ્ઞાનિકો સહિત જગત આખાને ચકરાવે ચડાવી દે છે. ભારતીય સંસ્કૃતિ પણ એવા અનેક રહસ્યોથી ભરપુર છે, જેનો ખ્યાલ ધુરંધર વૈજ્ઞાનિકોને પણ આવ્યો નથી. અમુક તો એવા અકલ્પનીય નજારા પણ સામે આવે છે,જેમાં ખરેખર હતપ્રભ થઇ જવાની સ્થિતી સામે આવે છે.

થોડા દિવસ પહેલાં જ લોકોએ મધ્ય પ્રદેશની ધરતીને ગુગલ મેપમાં જોતા એક અભુતપૂર્વ નજારો નીરખ્યો. જેને જોતાં આંખ પર વિશ્વાસ ન આવે એવી સ્થિતી બની ગઇ…!

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી થોડે દુર ભોજપુર નામે નાનકડા શહેર જેવું ગામ આવેલું છે. ભોજપુર આજે ભારતભરમાં તેમની ભૂમિ પર રહેલા ભોજેશ્વર મહાદેવના મંદિરને લીધે વિખ્યાત છે. અહિં દરવર્ષે લાખો શ્રધ્ધાળુઓ દર્શને આવે છે. કહેવાય છે કે,ભોજેશ્વરની શિવલિંગ ભારતભરમાં રહેલા શિવમંદિરોની શિવલિંગો કરતા વિશાળ કદની છે…! આ મંદિરનુ નિર્માણ રાજા ભોજે ૧૦૦૦ વર્ષ અગાઉ કર્યું હોવાનું કહેવાય છે.ભવ્યતાની સાથે પ્રાચીનતા આ મંદિરની શાલીનતામાં ઔર વધારો કરે છે.

આ મંદિર ભોપાલથી લગભગ ૨૮ કિલોમીટર દુર આવેલ છે. ભોપાલથી લઇને ભોજપુર અને તેમની આગળ સુધી પહાડીઓની હારમાળા પથરાયેલી છે.આ પહાડીઓથી વિશાળ ખીણ [ Valley ]નું નિર્માણ થાય છે,જેને “ૐ વેલી” [ ૐ Valley ] તરીકે ઓળખવામાં આવે છે.આ પહાડી ભોજપુરથી આગળ તરફ પણ લંબાય છે. મધ્યમાં ભોજપુર અને ભોજેશ્વર મંદિર આવેલ છે એમ કહો તો ચાલે છે.

ભોજેશ્વર મહાદેવના મંદિરને “ઉત્તર ભારતનું સોમનાથ” કહેવામાં આવે છે. એ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે તેમનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ કેટલું અને કેવું હશે…!અમુક પુરાવા કહે છે કે,આ મંદિર પાંડવોએ બાંધેલું. પણ રાજા ભોજનો ખ્યાલ વ્યાપક છે.

લોકોએ ગુગલ મેપમાં સેટેલાઇટ વ્યુમાં ઉપરથી દેખાતો અહીનો જનારો જોયો તો, ભોપાલ અને ભોજપુરનો સમાવેશ કરતી પહાડીઓની હારમાળા અર્થાત્ ઓમવેલી બિલકુલ એક વિશાળ “ૐ” આકારનો નજારો ઉભો કરતી હતી…!આ પહાડીઓની હારમાળાથી જોરાવર “ૐ”ની રચના થતી હતી…! અને આ “ૐ”ની બરાબર મધ્યમાં ભોજેશ્વર મહાદેવનું શિવલિંગ આવેલું હોવાનું પણ જણાયુ…!

ઉલ્લેખનીય છે કે, ભગવાન શિવના શિવલિંગને અને “ૐ”ને પુરાણકાળથી જ ઘનિષ્ટ સબંધ રહ્યો હોવાનું કહેવામાં આવે છેે. હવે તેનો એકદમ સ્પષ્ટ અને વિશાળ દાખલો મળી ગયો…!

આખરે શું કારણ હોય શકે આ પહાડીઓની ભુગોળથી બનતા ઓમનું ? અને એ ઓમની બરાબર મધ્યમાં જ ભગવાન ભોજેશ્વરનું શિવલિંગ…! ઉત્તર ભારતના સોમનાથ બરાબર વચ્ચે જ બિરાજે છે…! આ પ્રાચીન ભુગોળનો રાજા ભોજને ખ્યાલ હશે ? લાગે છે કે, હોવો જ જોઇએ અને એ માટે તો એમણે આ મધ્યમાં જ ભોજેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરી…! પણ તો સવાલ એ ઊભો થાય કે, ભોજરાજ પાસે એવા તો કેવા યંત્રો હશે કે તેમને આ વિશાળ જમીનના ભૃપુષ્ઠના આકારનો ખ્યાલ આવ્યો અને ખબર પડી કે આ ૐ આકારની ભૂમિ છે…? ત્યારે કોઇ આસમાન માંથી નજારો જોવાની ટેક્નોલોજી તો હતી નહિ અને જમીન પર રહીને તો શક્ય જ નથી કે, આ વિશાળ ભુપૃષ્ઠના આકારનો ખ્યાલ આવે….! વૈજ્ઞાનિકો માટે આ બધા સવાલો ગહન ચર્ચા અને શોધખોળનો વિષય બન્યા છે. અલબત્ત,આ રહસ્યએ બધાને અચંબામાં જરૂર નાખી દીધાં છે…!

કહેવાય છે કે, મહારાજા ભોજ એક મહાન વિદ્વાન રાજા હતાં. તેઓ અનેક કલાઓમાં પારંગત હતા. જગ વિખ્યાત વાત છે કે,વિદ્યાની બાબતમાં તો તેમનો મુકાબલો અસંભવ જ હતો…! પણ તે ઉપરાંત તેઓ વાસ્તુકલાના પણ શ્રેષ્ઠ જાણકાર હતાં. વાસ્તુશાસ્ત્ર ઉપર તેમણે પુસ્તક પણ લખેલ છે.કહેવાય છે કે, ભોપાલની રચના તેમણે પોતાના જ અભ્યાસ અને મંથનના આધારે સ્વસ્તિક અર્થાત્ સાથિયાની ડિઝાઇનમાં કરી હતી…!ભોપાલને તેમણે એક હજાર વર્ષ પહેલાં ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવ્યું હતું…!

ઓમ વેલી એક રહસ્ય જ છે…! ઘણા કિલોમીટરનો એરિયા બિલકુલ ઓમ આકારનો છે અને તેમની વચ્ચે બરાબર કેન્દ્રમાં ભગવાન ભોજેશ્વર બીરાજે છે…! આપણે પણ ગુગલ મેપ પરથી આ તસ્વીરો જોઇને કહી શકીએ કે, આ પહાડીઓ બિલકુલ ઓમ આકારમાં પથરાયેલી છે અને શિવલિંગ એની મધ્યમાં છે…!

ચોમાસાની મોસમમાં આ નજારો એકદમ સ્પષ્ટ રીતે ઉપસી આવે છે. કારણ કે,ચોમાસા દરમિયાન વેલીના વૃક્ષો ખીલી ઉઠે છે.ચારેબાજુ હરિયાળી છવાઇ જાય છે અને બાજુના જળાશયો પાણીથી છલકાઇ જાય છે…! ત્યારે આ વેલીમાં પહાડીઓ અને પ્રકૃતિ દેખીતી રીતે ક્લીન એવો ઓમનો આકાર ઉપજાવે છે.અને જાણે એક રહસ્ય પોકાર કરે છે…!

ભારતીય સંસ્કૃતિ આવા ઘણા બુધ્ધિમત્તામ્ વરિષ્ઠમ્ ના દાખલાઓથી સજ્જ છે.આ દાખલો જોતા પુરવાર થાય છે કે, મહારાજા ભોજની ટેક્નોલોજીકલ સમજ હજાર વર્ષ પહેલાં પણ આજના માનવીઓ કરતાં વધારે હતી…! અને એવું હોય તો જ આવા અદ્ભુત સમન્વયને તેઓ પારખી શક્યા અને તેમનો બેજોડ ઉપયોગ કરી શક્યા…!

ફાલ્ગુની ત્રિવેદી

આ ઓમ વેલી તમારા મોબાઈલ માં જોવા માટે ગુગલ મેપ માં ટાઈપ કરો  bhojpur mandir પછી સેટેલાઈટ વ્યુ કરી ને જોતા જાયો જ્યાં સુધી ઓમ નાં દેખાય ત્યાં સુધી ઉપર તરફ માઈનસ પ્લસ સેટ કરતા રહો જરૂર દેખાશે ૧૦૦%