નવું સંશોધન ચકિત કરી શકે છે, અફગાનિસ્તાન સહીત બધા ભારતવાસીઓમાં આ સમાનતા છે.

ખોદકામ દરમિયાન ચકિત કરી દેનાર ખુલાસો થયો કે અફગાનિસ્તાન સહીત બધા ભારતવાસીઓનું…

હિસારના રાખીગઢી ગામે હડપ્પન સંસ્કૃતિના ખોદકામથી ઘણા આશ્ચર્યજનક રહસ્યો બહાર આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે અફઘાનિસ્તાન સહિતના તમામ ભારતીયોના ડીએનએ એક સમાન છે.

રાખીગઢીથી એક મોટી અને ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાખીગઢીના ખોદકામમાંથી મળી આવેલી હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાંથી એ હકીકત સામે આવી છે કે ભારતમાંથી જ આર્યો વિશ્વના અન્ય સ્થળોમાં ફેલાયા છે અને અફઘાનિસ્તાન સહિતના તમામ ભારતીયોના ડીએનએ એક સમાન છે. આનુવંશિક ઇજનેરી(આનુવંશિક અભિયાંત્રિક)ના અધ્યયને આ હકીકતની પુષ્ટિ કરી છે.

ભારતથી જ આર્યો વિશ્વના અન્ય સ્થળોમાં ફેલાયા

હિસારના રાખીગઢીમાં હડપ્પન સંસ્કૃતિના ખોદકામમાંથી મળી આવેલા 6000 વર્ષ જુનાં માનવ હાડપિંજરના ડીએનએમાં સાડા 12 હજાર વર્ષ જુનું જીન (જે ડીએનએનો એક ભાગ હોય છે) મળી આવ્યું ત્યારે આ તારણ કાઢવામાં આવ્યું છે ડેક્કન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર વસંત શિંદેએ. પ્રોફેસર શિંદે રાખીગઢીમાં મળી આવેલા માનવ હાડપિંજરનો અભ્યાસ કરી રહ્યા છે.

રાખીગઢીમાં ખોદકામમાં મળેલી હડપ્પન સંસ્કૃતિના નિશાન.

ડેક્કન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. વસંત શિંદેએ માનવ હાડપિંજરના ડીએનએ આધારે કર્યો દાવો

પ્રોફેસર શિંદેએ જાગરણને જણાવ્યું હતું કે હરિયાણાના હિસાર જિલ્લાના રાખીગઢીમાં મળેલા માનવ હાડપિંજરના ડીએનએના અભ્યાસ દરમિયાન જ્યારે અમે ભારતમાં મળી આવેલા સાડા 12 હજાર વર્ષ જુના માનવ હાડપિંજરના ડીએનએને રાખીગઢીના માનવ હાડપિંજરના ડીએનએ સાથે સરખાવ્યા તો તેમના જીન એક સમાન મળ્યા.

માનવ હાડપિંજરના ડીએનએને સાડા 12 હજાર વર્ષ જુના હાડપિંજરના ડીએનએ સાથે સરખાવવાથી જાણવા મળ્યું

એ જ રીતે, દક્ષિણ અને મધ્ય ભારતના લોકોના ડીએનએ પણ રાખીગઢીમાં મળી આવેલા માનવ હાડપિંજરના ડીએનએ સાથે સરખાવવાથી જાણવા મળ્યું કે તેમનામાં પણ એક સમાન જીનો છે. આનાથી પુષ્ટિ થઇ ગઈ કે તે સમયે સમગ્ર ભારતમાં એક સમાન રંગસૂત્ર ધરાવતા લોકો રહેતા હતા. હવે તેની વધારે પુષ્ટિ કરવા માટે દક્ષિણ અને મધ્ય પ્રદેશમાં મળી આવેલા માનવ હાડપિંજરના ડીએનએની પણ તપાસ કરવામાં આવશે.

રાખિગઢીમાંથી મળેલી વસ્તુઓ.

પ્રોફેસર શિંદેએ જણાવ્યું હતું કે, હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર લેબમાં ભારતભરના જુદા જુદા સ્થળોએથી ડીએનએ એકત્રિત કરવામાં આવ્યા છે. જેમાં અફઘાનિસ્તાનથી બંગાળ, કાશ્મીરથી અંદમાન અને નિકોબાર સુધીના લોકોના ડીએનએનો સમાવેશ થાય છે. અમે અમારા અભ્યાસમાં આ લેબની મદદ લઈ રહ્યા છીએ.

શિંદે તેમના અભ્યાસના આધારે દાવો કરે છે કે સાડા 12 હજાર વર્ષ પહેલાં ઉત્તર પશ્ચિમ ભારતમાં લોકો ખેતી અને શિકાર કરતા હતા. તેઓ આદિજાતિમાં રહેતા હતા. આમાંથી એક જનજાતિ ઈરાન તરફ જતી રહી હતી, જે ત્યાં જઈને સ્થાયી થઈ ગઈ. અહીં રહેતા લોકોએ ખેતી કરીને ગામ વસાવ્યું. ધીરે ધીરે આ ગામો શહેરોમાં વિકસિત થઇ ગયા. શિંદે કહે છે કે તે આર્ય જ હતા.

રાખીગઢીમાં માટીનું કોતરેલુ વાસણ મળ્યું.

તેમણે કહ્યું કે અત્યારે તેના ઉપર કામ ચાલી રહ્યું છે. આ સંદર્ભમાં અમે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છીએ જે છ મહિના સુધીમાં તૈયાર થઇ જશે, જે અમે કેન્દ્ર સરકારને સોપી દઈશું. હોવા છતાં ઉત્તર અને દક્ષિણ ભારતના લોકોના રંગ-રૂપમાં એક સમાનતા કેમ છે તેવું પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તેનું કારણ હવામાન, ભૌગોલિક સ્થિતિ અને ખોરાક છે.

હડપ્પન કાળમાં રાખિગઢી એક આધુનિક શહેર હતું.

રાખીગઢી 6000 વર્ષ જૂનું આધુનિક શહેર હતું. શરૂઆતમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. ત્યાર બાદ તેમણે કેટલાક દેશો સાથે વેપારના સંબંધો પણ બનાવ્યા. વેપારી કેન્દ્ર હોવાને કારણે દેશ-વિદેશથી લોકો અહીં આવતા જતા રહેતા હતા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.