નેહા ભસીને અનુ મલિકને કહ્યો દરીંદો, જણાવ્યું : મારે પણ એનાથી બચીને ભાગવું પડ્યું હતું

નેહા ભસીને પણ ઇન્ડિયન આઇડલ 11 માં જજના રૂપમાં પાછા આવેલ અનુ મલિક પર દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. નેહાએ સોના મહાપાત્રાના એક ટ્વીટના જવાબમાં આ વાતનો ખુલાસો કર્યો છે. નેહાએ લખ્યું કે, જયારે તે 21 વર્ષની હતી, ત્યારે અનુએ તેની સાથે અસભ્ય વર્તન કર્યું હતું. તે સમયે નેહા તેમને પોતે ગાયેલા ગીતની સીડીઓ આપવા ગઈ હતી.

આ ટ્વીટ પછી બોલી નેહા :

29 ઓક્ટોબરે સોના મહાપાત્રાએ એક ટ્વીટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, ઇન્ડિયાને જગાવવા માટે શું નિર્ભયાના લેવલ સુધીનો જ બનાવ બનવો જરૂરી છે? આના થોડા દિવસ પછી જ મને જજની સીટ છોડવાનું કહેવામાં આવ્યું હતું. મારા કો-જજે મને કહ્યું કે, મેં અનું માલિકને પબ્લિસિટી આપી છે. તેણે આપણા વિરોધી શો ની ટીઆરપી વધારી દીધી. એક વર્ષ પછી તે જ દરીંદો તે જ સીટ પર પાછો આવી ગયો.

આ છે નેહા ભસીનનું ટ્વીટ :

હું તમારી વાતથી સહમત છું. આપણે ખુબ સેક્સિએસ્ટ દુનિયામાં રહીએ છીએ. અનું મલિક એક દરીંદો છે. જયારે હું 21 વર્ષની હતી ત્યારે મારે પણ તેનાથી બચીને ભાગવું પડ્યું હતું. મેં પોતાને તે પરિસ્થિતિમાં જવા દીધી નહિ.

હું એ બોલીને ભાગી ગઈ કે મારી માં નીચે રાહ જોઈ રહી છે. તેના પછી પણ તેણે મને મેસેજ અને કોલ કર્યા, જેના મેં જવાબ આપવાનું બંધ કરી દીધું. હું તેને પોતાની સીડી એ આશાએ આપવા ગઈ હતી કે, મને ગાવાની એક તક મળી જાય. તે મારાથી મોટો હતો અને તેણે આવો વ્યવહાર કરવો ન જોઈએ. અનુ મલિક વિકૃત માનસિકતા વાળો માણસ છે.

ભલે મારી પાસે સોના જેવો બહાદુર ડીએનએ નથી. પરંતુ જેટલું હું એ ઇન્ડસ્ટ્રીને જાણ્યું છે, આ તે દુનિયા નથી જ્યાં પરિવારથી દૂર એક છોકરી સરળતાથી રહી શકે છે. તેને આ પ્રકારની વિકૃતિઓ વાળા લોકો મળશે. આ ઇન્ડસ્ટ્રીની અંદર અને બહાર રહેલા છે.

પરંતુ આપણે આ લોકોને કેમ માફ કરી દઈએ છીએ. શું આપણે જાણીએ છીએ કે આવું કરવું તેમને આપણી ગરિમાની સાથે ગડબડ કરવાની શક્તિ આપે છે. આપણને ઘરમાં છુપાવા માટે મજબુર કરે છે. મારે ઘણી વખત સંતાવું પડ્યું હતું, જેથી આવી સ્થિતિથી પોતાને બચાવી શકું. આ કેમ સારું છે? એક દરીંદો આઝાદ ખુલ્લો ફરી શકે છે, અને આપણી મહિલાઓએ ડરની સાથે સંતાવું પડે છે.

છેલ્લે એ કહેવા માંગીશ કે, 19 થી 30 વર્ષની ઉંમર સુધીના લોકો છે જે પોતાની ગંદી હરકતો છોડતા નથી. ટીવી દુનિયાનું કહેવાનું છે કે, એક મહિલાની ભૂમિકા માં ની છે, ભાભી અને બહેનની છે. અને મને પણ આ જણાવવામાં આવ્યું હતું. તો એક પુરુષની ભૂમિકા શું છે?

નેહાની ટ્વીટ પછી સોનાએ સોની પિક્ચર્સને ટેગ કરતા અનુ મલિક વિરુદ્ધ એક્શન લેવાનું કહ્યું. અનુ ઇન્ડિયન આઇડલના જજોમાંથી એક છે. સોનાએ લખ્યું કે, દિયર ઇન્ડિયા, મીડિયા, સોની પિક્ચર્સ, નેહા ભસીન 21 વર્ષની હતી. શ્વેતા પંડિત 15 વર્ષની હતી જયારે તેમને કિસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના ફેમિલી ડોક્ટરની દીકરી 14 વર્ષની હતી. ઇન્ડિયન આઈડલના પ્રોડ્યુસર ડેનિસ ડિસૂજા સહિત અનુ મલિકને લઈને ઘણી મહિલાઓએ પોતાની કહાની શેયર કરી.

સોનાએ એક લેટર પોસ્ટ કરીને લખ્યું, સેક્સુઅલ પ્રિડેટર અનુ મલિક નેશનલ ટીવી પર જજ તરીકે પાછો આવી ગયો છે. એક સમાજ તરીકે આ શું દેખાડે છે? શું સોની અમેરિકામાં અમેરિકન આઇડલમાં આ વાત કરવાની હિંમત કરશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.