રોહનપ્રીતની થઇ નેહા કક્કર, જુઓ મહેંદીથી લઈને લગ્ન સુધીનો આખો આલબમ.

નેહા કક્કરે મ્યુઝિક આર્ટિસ્ટ રોહનપ્રિત સાથે કરી લીધા લગ્ન, જુઓ તેમના લગ્નનો વાયરલ આલ્બમ. નેહા કક્કર અને રોહનપ્રીત ગુરુદ્વારામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્ન પરિવાર અને નજીકના ખાસ મિત્રો વચ્ચે થયા. આ સમય દરમિયાન બંનેએ પિંક કલરના આઉટફિટ પહેર્યા હતા.

આ પહેલા નેહાએ મહેંદી ફંક્શનના ફોટા શેર કર્યા હતા. આ દરમિયાન બંનેએ ગ્રીન કલરના આઉટફિટ્સ પહેર્યા હતા. બંને એક સાથે ખૂબ જ સુંદર લાગે છે.

નેહાએ મહેંદીથી રોહનપ્રીતનું નામ પણ લખ્યું છે. નેહાના હાથ ઉપર ખૂબ જ સુંદર મહેંદી છે. નેહાએ દિલ્હીના પ્રખ્યાત મહેંદીવાળા પાસે મહેંદી કરાવી છે.

હલ્દી (પીઠી) દરમિયાન બંનેએ પીળા રંગનો પોશાક પહેર્યો હતો. નેહાએ પીળા રંગની સાડી પહેરી હતી. રોહનપ્રીતે પીળા રંગનો કુર્તા પહેર્યો હતો.

આ પહેલા આ બંનેની રોકા સેરેમની થઇ હતી, જેનો વીડિયો નેહાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. નેહાએ આ વીડિયો શેર કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા હતા.

લગ્ન પહેલા બંનેનું ગીત ‘નેહરુ દા વ્યાહ’ રિલીઝ થયું હતું. ચાહકો બંનેની કેમિસ્ટ્રીથી ખૂબ પ્રભાવિત થયા હતા. રસપ્રદ વાત એ છે કે, નેહાએ આ ગીતને ફક્ત અવાજ નથી આપ્યો પણ કોમ્પઝ પણ કર્યું છે, સાથે સાથે તેના લિરિક્સ પણ લખ્યા છે.

લગ્ન પછી નેહા અને રોહનપ્રીત પંજાબમાં એક રિસેપ્શન પાર્ટી આપશે. જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજરી આપશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.