એક રૂમના ભાડાના ઘરમાં રહેતી હતી નેહા કક્કર, હવે બનાવ્યો પોતાનો જોવાલાયક આવો બંગલો

નેહા કક્કરે પોતાની મહેનત વડે કરી ગરીબી દૂર, હવે બની ગઈ છે આ સુંદર બંગલાની માલિક

નેહા કક્કર બોલીવુડના સૌથી ચર્ચિત સિંગર્સમાંથી એક છે. તેમને ‘ઈંડિયન શકીરા’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. નેહા કક્કર મધ્યમ વર્ગના પરિવારમાંથી છે. બાળપણમાં તેમણે ઘણા પડકારોનો સામનો કર્યો છે. પણ સિંગિંગના પેશને તેમનું જીવન બદલી નાખ્યું.

નેહા કક્કરે 4 વર્ષની ઉંમરથી જ માતાના જાગરણમાં ગાવાનું શરુ કર્યું હતું. અને પોતાની ગાયિકીને આગળ વધારવા માટે તેમણે 11 માં ધોરણનું ભણતર છોડીને ઈંડિયન આઇડલમાં ભાગ લીધો હતો. જોકે તેમાં તે વિજેતા બનતા બનતા રહી ગઈ હતી, પણ પછી તેમના મ્યુઝિક આલ્બમ અને ગીત જબરજસ્ત હિટ થયા.

નેહા કક્કરના ગીત ‘મિલે હો તુમ હમકો બડે નસીબો સે’ અને કોકટેલ ફિલ્મનું ગીત ‘સેકેંડ હેંડ જવાની’ ઘણું ફેમસ થયું હતું. બાળપણમાં નેહા 1 રૂમવાળા ભાડાના ઘરમાં રહેતી હતી, પણ પોતાની સફળતા પછી તેમણે પોતાના માટે એક શાનદાર બંગલો લીધો. નેહાએ પોતાના બંગલાનો શાનદાર ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો છે.

નવા ઘર સાથે જુના ઘરનો ફોટો પણ શેયર કર્યો :

રસપ્રદ વાત એ છે કે નવા બંગલામાં શિફ્ટ થયા પછી પણ નેહા પોતાના જુના ઘરને ભૂલી નથી. તેમણે નવા ઘરનો ફોટો શેયર કરવાની સાથે પોતાના જુના ઘરનો ફોટો પણ શેયર કર્યો છે. નેહા ઋષિકેશમાં અહીં પોતાના મમ્મી-પપ્પા અને મોટી બહેન સાથે રહેતી હતી.

નેહાએ પોતાના ફોટા સાથે કેપશનમાં લખ્યું છે, ‘ઋષિકેશમાં આ બંગલો છે, જે હવે અમારો છે. અને બીજું ઘરે તે છે, જ્યાં હું જન્મી હતી. તે ઘરમાં અમે કક્કર ફેમેલી એક જ રૂમમાં રહેતા હતા. ત્યાં મારી મમ્મીએ એક ટેબલ રાખ્યું હતું, જે અમારું રસોડું હતું. તે ઘર પણ અમારું પોતાનું ન હતું. તેના માટે અમે ભાડું ભરતા હતા.’

બાળપણની યાદો કરી દે છે ભાવુક :

નેહા જયારે પણ પોતાના બાળપણના દિવસોને યાદ કરે છે, તો તે સમયની સ્થિતિને યાદ કરીને ભાવુક થઈ જાય છે. નેહાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર લખ્યું, ‘અને આજે જયારે પણ હું આ શહેરમાં પોતાના બંગલાને જોઉં છું, તો હંમેશા ભાવુક થઇ જાવ છું. મારા પરિવારનો આભાર.’ નેહાના આ બંને ઘરોને જોઈને એવો અંદાજો લગાવી શકાય છે કે, તેમણે પોતાના પેશન એટલે કે સિંગિંગમાં સફળતા માટે કેટલી મહેનત કરી છે.

સેલિબ્રિટીઓએ વધાર્યો જોશ :

નેહાની આ પોસ્ટ પર ઘણી સેલિબ્રિટીઓએ કમેંટ કરી પોતાની ખુશી જાહેર કરી છે. તેમાં વિશાલ ડડલાની, જય ભાનુશાલી, રવિ ડૂબે, મનીષ પૉલ અને ગોહર ખાનનું નામ ખાસ કરીને લઈ શકાય છે.

જાણીતા સિંગર આદિત્ય નારાયણે લખ્યું છે, ‘દૃઢ નિશ્ચય અને મહેનતથી શું નથી મેળવી શકાતું, તેનું જીવતું જાગતું ઉદાહરણ છો તમે.’ ટીવી એક્ટ્રેસ રુબીના દિલૈકે પણ નેહા કક્કરની આ પોસ્ટની પ્રશંસા કરી છે.

બોલીવુડ સિંગર વિશાલ ડડલાનીએ લખ્યું, ‘મને તારા પર ગર્વ છે. તે ઘણો સંઘર્ષ કર્યો છે અને તે પોતાના આ યાત્રામાં સારો સમય પણ જોયો છે. તું ઘણી પ્રેરણાદાયક છે.’

થોડા સમય પહેલા નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નના સમાચારો આવી રહ્યા હતા. ઈંડિયન આઇડલ 11 ના સેટ પર બંનેની સગાઇ અને લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. પણ થોડા સમય પછી સ્પષ્ટ થઈ ગયું કે, આ બધું ફક્ત શો પર મનોરંજન માટે કરવામાં આવ્યું હતું, અને તેનો હકીકત સાથે કોઈ સંબંધ નથી.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.