નવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.

આ બેંકમાં જો તમારું ખાતું હોય તો આજે જ કરાવો પોતાનો મોબાઈલ નંબર અપડેટ, નહિ તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ આખા દેશમાં ઓટીપી બેઝડ કેસ વિડ્રોવલની સુવિધા શરુ કરી છે. આ સુવિધા અંતર્ગત હવેથી એટીએમ મશીનમાંથી 10,000 થી વધારે રકમ ઉપાડવા પર તમારે ઓટીપી નાખવો પડશે. એટલે કે તમે ઓટીપી વગર પૈસા નહીં ઉપાડી શકો. તેના માટે જરૂરી છે કે બેંકમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર (અપડેટ) હોય. જો તમારો મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટર નહિ હોય તો તમે પૈસા નહિ ઉપાડી શકો.

જો બેંકમાં તમારો મોબાઈલ નંબર અપડેટ નથી તો તમે 3 સરળ રીતે તેને અપડેટ કરી શકો છો. આવો તમને તેની સરળ રીતો જણાવીએ. પહેલી રીત ઓનલાઇન છે. તેના માટે તમારે સ્ટેટ બેંકની વેબસાઈટ www.onlinesbi .com પર લોગ-ઈન કરીને તેમાં જણાવ્યા મુજબના સ્ટેપસ અનુસરવા પડશે. આ રીતથી તમે ઓનલાઇન જ તમારો નંબર અપડેટ કરી શકો છો.

atm machine
atm machine

બીજી રીત એટીએમ દ્વારા મોબાઈલ નંબર અપડેટ કરવાની છે. તેના સિવાય ત્રીજી રીત બેંક બ્રાંચ દ્વારા મોબાઈલ નંબર અપડેટ કરવાની છે. એટીએમમાં જઈને મોબાઈલ નંબર અપડેટ કરવો ખુબ સરળ છે. સ્ટેટ બેંકના એટીએમ તમારા ઘરની આસપાસના વિસ્તારમાં ઘણી સરળતાથી મળી રહેશે.

તમારે ત્યાં જઈને અમુક સરળ સ્ટેપ અનુસરવાના છે. તમારે એટીએમ મશીનમાં પોતાનો એટીએમ કાર્ડ નાખવાનો રહેશે. પછી આવનારા વિકલ્પોમાંથી મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરવાનો છે. એટીએમ પિન માંગે ત્યારે તેમાં પિન નંબર નાખવાનો છે. પછી મોબાઈલ નંબર માંગે ત્યારે પોતાનો જૂનો અને નવો મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યારબાદ બંને ફોન પર આવેલા અલગ અલગ ઓટીપી નાખ્યાની થોડી વાર પછી તમારો મોબાઈલ નંબર અપડેટ થઇ જશે. અને તમે સ્ટેટ બેંકની આ સ્કીમનો સંપૂર્ણ રીતે ફાયદો ઉઠાવી શકો છો.

atm machine
atm mobile number update

બેંક બ્રાંચમાં જઈને મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે પોતાની સ્ટેટ બેંકની બ્રાંચ પર જવું પડશે, અને ત્યાં જઈને ત્યાંથી મળતા માર્ગદર્શન પ્રમાણે તમારે પ્રોસેસ પુરી કરવી પડશે. એકવાર તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જાય પછી તમે એટીએમમાંથી 10,000 થી વધારે રકમ ઉપાડી શકો છો.

આ માહિતીને તમારા મિત્રો સાથે શેયર કરવાનું ભૂલતા નહિ, જેથી તેઓ પણ પોતાનો મોબાઈલ નંબર બેંકમાં અપડેટ કરાવી દે અને એટીએમમાંથી પૈસા ઉપાડતા સમયે કોઈ મુશ્કેલી ના અનુભવે.

આ માહિતી ઝીન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.