નવા રાશન કાર્ડ માટે નહિ ખાવા પડે ધક્કા, ઓનલાઇન થશે પ્રક્રિયા, આ દસ્તાવેજોની પડશે જરૂર

હવે નવું રાશન કાર્ડ બનાવવા માટે ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી, ઓનલાઇન થઈ જશે કામ, આ દસ્તાવેજો જોઈશે

જો તમે નવું રાશન કાર્ડ બનાવવા માંગો છો, તો પોતાની નજીકના રાશન ડીલર સાથે સંપર્ક કરી શકો છો. તેના માટે પુરવઠા વિભાગના ચક્કર નહિ લગાવવા પડે. રાશન ડીલર તમારા દસ્તાવેજ વિભાગની ઓફિસમાં પહોંચાડશે. વિભાગ દરેક પ્રક્રિયા ઓનલાઇન પુરી કરીને રાશન કાર્ડ તૈયાર કરશે. જિલ્લા પુરવઠા વિભાગે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાવવાના ઉદ્દેશ્યથી હાલમાં આ વ્યવસ્થા શરૂ કરી છે.

લોકડાઉનમાં છૂટછાટ મળવા અને સીમિત કર્મચારીઓ સાથે સરકારી કાર્યાલય ખુલ્યા પછી કામ પણ શરૂ થઈ ગયું છે. જિલ્લા પુરવઠા વિભાગમાં રાશન કાર્ડ બનાવવાનું કામ તો શરૂ થઈ ગયું છે, પણ પબ્લિક ડીલિંગની પરેજી રાખવામાં આવી રહી છે. એવામાં સામાન્ય લોકોની સમસ્યાને જોતા રાશન કાર્ડના નવા અરજદારો માટે વ્યવસ્થા બનાવવામાં આવી છે.

જિલ્લા પુરવઠા અધિકારી જસવંત સિંહ કંડારી (દેહરાદૂન) એ જણાવ્યું કે, નવા રાશન કાર્ડ બનાવવા અને અપડેટ કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. તેના માટે રાશન ડીલરોને ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જે લોકો નવું રાશનકાર્ડ બનાવવા માંગે છે, તે સંબંધિત ક્ષેત્રના રાશન ડીલર સાથે સંપર્ક કરી જરૂરી દસ્તાવેજ જમા કરાવી શકે છે. તેમજ, આધાર કાર્ડના વેરિફિકેશન પણ થઈ શકશે. રાશન ડીલર ફોર્મને કાર્યાલયમાં જમા કરાવશે. ઓનલાઇન પ્રક્રિયા પુરી થયા પછી રાશન કાર્ડ તૈયાર થઈ જશે.

રાશન કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજ :

આધાર કાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્ષ, પરિવારના મુખિયાના 2 ફોટા, વીજળી અથવા પાણીનું બિલ.

ટ્રાંસફર પ્રક્રિયા હાલમાં નહિ :

પુરવઠા વિભાગે રાશન કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ તો કરી દીધી છે, પણ અત્યારે રાશન કાર્ડ ટ્રાન્સફર નથી કરવામાં આવી રહ્યા. કારણ કે લોકડાઉનને કારણે બિનજરૂરી યાત્રાઓ અટકાવી છે અને પબ્લિક ટ્રાંસપોર્ટ પણ બંધ છે. એવામાં લોકો એક સ્થળ પરથી બીજા સ્થળની યાત્રા ન કરે તેને ધ્યાનમાં રાખીને રાશન કાર્ડ ટ્રાન્સફરનું કામ અટકાવી દેવામાં આવ્યું છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.