જાન્યુઆરી 2019 થી ઘરેલુ ગેસ સિલિન્ડર પર લાગુ થશે આ નવા નિયમ, ખુશીથી ઝૂમી ઉઠશે દેશની જનતા

ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ઉપભોક્તા માટે ઘણું મોટું પરિવર્તન થવાનું છે, જેના વિષે જાણવું તમારા બધા માટે ઘણું જરૂરી છે. ભારત સરકારનું પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય વર્ષ 2019 સુધી એવા ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવશે, જેમાં લીક થવા અને આગ લાગવાની સમસ્યા માંથી છુટકારો મળશે.

ગેસ સિલિન્ડર પર હવે જુના સીલની જગ્યાએ નવા સીલ લગાવવામાં આવશે, જેથી ઉપભોક્તાઓને ગેસ લીક થવાની જાણકારી મળી જશે. એટલે કે હવે લોકોને ઓછા વજનના સિલિન્ડર મળવાથી છુટકારો મળશે. આ નિયમ બધા ગેસ સિલિન્ડરમાં લાગુ પડશે, પછી ભલે તે HP હોય, ઈન્ડિયન હોય કે ભારતનો હોય.

એ પહેલા ગરીબી રેખાની નીચે જીવન જીવતા લોકોને મફતમાં ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ આ નવા ગેસ સિલિન્ડરને બધી ગેસ કંપનીઓ દ્વારા લાગુ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2019 સુધી નવા ગેસ સિલિન્ડરને ઉપલબ્ધ કરાવવાની યોજના શરુ કરી દેવામાં આવશે.

મિત્રો તમે જાણતા જ હશો, કે વીતેલા થોડા સમયમાં ગેસ સિલિન્ડર આપતી એજન્સીઓના કેટલાક કર્મચારીઓ ગ્રાહકોના ગેસના સિલિન્ડર માંથી ગેસ કાઢી બીજી જગ્યાએ સ્ટોર કરી દેતા હતા. આમ કરવાથી તે પુરા પૈસા લઈને ગ્રાહકોને ઓછો ગેસ આપતા હતા. હવે તમે જ વિચારો કે મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર માંથી થોડી થોડી માત્રામાં પણ ગેસ કાઢી લેવામાં આવે તો એમને તો કેટલો મોટો ફાયદો થઈ જાય છે. અને ગ્રાહકો તો બિચારા છેતરાતા જ રહે છે.

આવા કિસ્સા સામે આવતા ગેસ સિલિન્ડર પહોંચાડવા વાળા વ્યક્તિઓ આમ તો વજન કાંટો સાથે લઈને આવતા થઈ ગયા છે. છતાં પણ ઘણા એવા કિસ્સા જોવા મળે છે, જેમાં તેઓ એવું કહે છે કે અમારો વજન કાટો બગડી ગયો છે એટલે રીપેર કરવા આપ્યો છે, અથવા એનું કેલિબ્રેશન કરાવવાનું છે વગેરે બહાના બનાવી સિલિન્ડરનું વજન કરવાનું ટાળે છે. પણ આ નવા નિયમ લાગુ થવાથી આ બધી મગજમારી હંમેશ માટે દૂર થઈ શકે છે.

એ ઉપરાંત મિત્રો તમે એક વાતનું ધ્યાન રાખજો, કે જયારે પણ તમારા ઘરે ગેસ સીલીન્ડર આવે તો એના પર એની એક્સપાયરી ડેટ જરૂર ચેક કરો. કારણ કે એક્સપાયરી ડેટ વીતી ગયેલા સીલીન્ડર ફાટવાનો ભય વધારે રહે છે. તમારી થોડી સાવચેતી તમને નુકશાન થવાથી બચાવી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.