જાણો કઈ રાશિઓ માટે ખુશીઓ લાવ્યો છે વર્ષ નો પહેલો મહિનો

વર્ષ 2019 શરુ થઈ ગયું છે. અને નવા વર્ષની નવી શરૂઆત થઇ ગઈ છે. એવામાં લોકોના મનમાં પ્રશ્ન હશે કે અમારો નવા વર્ષો પહેલો મહિનો કેવો પસાર થશે. તો આજના આ લેખમાં અમે તમારા માટે જાન્યુઆરી 2019 નું રાશિફળ લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ કે કઈ રાશિ માટે કેવો રહેવાનો છે આ મહિનો.

મેષ : આ મહિનો પ્રગતિશીલ અને શુભ છે. કર્મ પર ભરોસો વધશે. મહેનત કરવાથી ભાગ્ય વધારે ઉજ્વળ થશે. સ્વસ્થ્યના સંકેતોનું ધ્યાન રાખો. વધારે શ્રમ કરવાથી બચો. સંબંધ સારા બનશે. લાંબા અંતરની યાત્રાના યોગ બનશે. જવાબદારીના દબાણમાં મનોરંજનના અવસરોને ધ્યાનબહાર ન કરો. રહેણી કરણી સારી બની રહેશે. પોતાના સંબંધીઓથી સહયોગ મળશે. મહિનાની શરૂઆતના ભાગની અપેક્ષાએ પાછળનો ભાગ વધારે પ્રભાવી રહેશે. રૂટિન પર ધ્યાન કેન્દ્રિત રાખો. ઉતાવળ કરવાથી બચો.

વૃષભ : સુખ અને યોગ્યતાથી દાંપત્યમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર થશે. અવરોધોમાં ઘટાડો થશે. કરેલા પ્રયત્ન સફળ થશે. પોતાના ઓળખીતા સાથે સંબંધ બનાવીને ચાલો. શોધ – તપાસ કરવામાં રુચિ બનેલી રહી શકે છે. અનઅપેક્ષિત ઘટનાક્રમ પર અનુશાસનથી નિયંત્રણ રાખો. મહિનાનો અંતનો ભાગ શરૂઆતના ભાગની અપેક્ષાએ વધારે સકારાત્મક અને પ્રભાવી રહેશે. ભાગ્યની પ્રબળતા વધશે. શુભ પ્રસ્તાવ મળશે. માંગલિક કાર્ય થશે.

મિથુન : જમીન મકાન અને કામકાજના વિસ્તારની યોજનાઓ ફળીદાયી થશે. ભાગીદાર સહયોગી અને વિશ્વસનીય રહેશે. નેતૃત્વ ક્ષમતા વધશે. સ્થિરતાને બળ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાનપાન સારું રહેશે. સંબંધ સુધરશે. ખર્ચ અને રોકાણ વધેલું રહી શકે છે. કફ સંબંધિત સમસ્યાઓ ઉભરી શકે છે. મહત્વપૂર્ણ કામને શરૂઆતના સમય ગાળામાં કરી લેવાનો વિચાર રાખશો. અંતના સમયમાં અનપેક્ષિતતા વધી શકે છે.

કર્ક : શિક્ષણ, પ્રેમ, મૈત્રી, સંતાન અને પ્રતિસ્પર્ધા પક્ષ પ્રભવશાળી રહેશે. નવીનતા પર જોર આપશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ઉત્સાહ, સર્જનશક્તિ અને સકારાત્મકતાને બળ મળશે. જવાબદારીઓને સારી રીતે નિભાવશો. વ્યાવસાયીકરણ પર જોર બનાવી રાખો. અવરોધ આપમેળે જ દૂર થશે. લાભ અને કાર્ય-વ્યાપાર અપેક્ષા કરતા સારા રહેશે. મહિનો પ્રગતિશીલ શુભતાનો સંચાલક છે. લગ્ન માટે યોગ્ય લોકોને સારા પ્રસ્તાવ મળવાની સંભાવના છે. માંગલિક કાર્યોમાં જોડાશો.

સિંહ : જાન્યુઆરી મહિનો પ્રતિસ્પર્ધાઓમાં મોટી સફળતા અપાવી શકે છે. સુખ સુવિધાઓમાં વધારો થશે. પરિવારજનો સાથે સમાધાન થશે. સક્રિયતા બનાવી રાખો. અનુશાસન પર જોર આપો. કાર્યક્ષેત્રમાં બધાનો સહયોગ મળશે. અવસરોને વટાવવામાં સફળ થશો. લાભ અને વિસ્તારમાં સફળતા મળશે. શરૂઆતના સમયમાં યોજનાઓ આકાર લેશે. પાછળના ભાગમાં વ્યાવસાયીકરણ અને સખત મહેનતથી અપેક્ષિત પરિણામ મેળવવામાં સફળ થશો. રોકાણ પર ધ્યાન આપશો. વિચાર મોટા રાખજો.

કન્યા : વાણિજ્યિક કામમાં ઝડપ આવશે. વ્યવસાયના વિસ્તરણમાં સફળતા મળશે. લાભો પણ સારા રહેશે. નસીબના જોરે કામ બનશે. વ્યવસાયિક જીવન વ્યક્તિગત જીવન કરતા વધુ સારું રહેશે. સામાન્ય પ્રયત્નો સફળ થશે. સહયોગીઓ વિશ્વસનીય રહેશે. પ્રથમ અર્ધમાં સંપૂર્ણ મનોબળ અને ધૈર્યમાં કામ કરવાનું ચાલુ રાખો. બીજા અર્ધમાં પ્રયત્નો વધુ અસરકારક રહેશે. સ્પર્ધામાં પરીક્ષામાં સફળતા મેળવશો. મિત્રોનો વિશ્વાસ વધશે. ગતિ બનાવી રાખો.

તુલા : ઉત્સવના આયોજનમાં જોડાશો. પરિવારમાં હર્ષ અને આનંદનું વાતાવરણ રહેશે. પરિવારજનોની પ્રસન્નતા ઉત્સાહિત રાખશે. ખાનપાન અને રહેણી કરણી સુધરશે. વાણી અને વ્યવહાર અસરકારક રહેશે. દરેક વ્યક્તિની સલાહથી મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. અનપેક્ષિત નફો મળવાના યોગ છે. મૂલ્યવાન જ્વેલરીની પ્રાપ્તિ સંભવ છે. સૂચના સંપર્ક વધુ સારા રહેશે. વિશ્વ ભાઈચારાનો ભાવ વધશે. ખાસ સન્માનમાં વધારો થશે. મહત્વપૂર્ણ કાર્યો પહેલા કરો.

વૃશ્ચિક : સિદ્ધિઓ મેળવશો. તમારા સંબંધીઓ સાથે શેયર કરશો. આનંદ ઉત્સાહનું વાતાવરણ રહેશે. મહેમાનોનું આવવાનું બની રહેશે. જવાબદારીઓ સારી રીતે નિભાવશો. ટીમવર્ક પર ભાર મૂકવામાં આવશે. ભાગીદારી સફળ થશે. નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. વક્તૃત્વથી બધા પ્રભાવિત થશે. રહેણી કરણી આકર્ષક રહેશે. સમય પ્રગતિશીલ રીતે સુખાકારી છે. માંગલિક કાર્ય થશે. સારી તક મળશે. સંકોચ કર્યા વગર આગળ વધો. બિનજરૂરી શંકાને દૂર કરો.

ધનુ : શુભ કામોમાં આગળ આવીને ભાગ લેશો. દાન ધર્મ અને કલાક્ષેત્રમાં રુચી રહેશે. ન્યાયિક બાબતોમાં ધેર્ય રાખો. સંબંધો સુધરશે. પ્રભાવી વ્યક્તિઓ સાથે ભેટ અને વાત કરવામાં સફળ રહેશો. ગાણિતિક કામોમાં રુચિ રહી શકે છે. ઝડપ બનાવી રાખો. નિયમ પાલન પર ધ્યાન કેન્દ્રિત કરો. એકલા જ આગળ વધતા રહેવાના વિચાર બનેલા રહેશે. આવશ્યક કામોને સમય કરતા પહેલા પુરા કરશો. શરૂઆતનો સમય વધારે પ્રભાવી રહેશે.

મકર : કાર્ય વ્યાપાર પર ધ્યાન કેન્દ્રિત કરી રાખો. લાભ અને પ્રભાવ વધેલા રહેશે. મિત્રોનો સહયોગ મળશે. શુભ સૂચનાઓનું આદાન પ્રદાન વધશે. સંતાન સારું કામ કરશે. પ્રેમ સંબંધ ગાઢ થશે. પરીક્ષા પ્રતિયોગિતામાં સફળતા મળશે. અંગત જીવન ખુશહાલ રહેશે. ન્યાયિક કામોમાં ધૈર્ય બનાવી રાખો. સંબંધોનું સમ્માન રાખો. લેવડ-દેવડમાં સાવધાની રાખો. મહિનાની શરૂઆત કરતા અંતનો ભાગ વધારે પ્રભાવકારી રહેશે. નિર્ણય ક્ષમતા વધશે.

કુંભ : શાસન સમાજથી પ્રોત્સાહન મળશે. બધાનો સહયોગ યોજનાઓને આગળ વધારવામાં સફળ થશે. લાભ અને વિસ્તારમાં સફળતા મળશે. સાખ સમ્માન વધશે. અંગત અને વ્યવસાયિક બંને ક્ષેત્રોમાં આશા કરતા સારું કરી શકશો. જરૂરી કામોને મહિનાની શરૂઆતમાં પુરા કરવાના વિચાર રાકશો. પરીક્ષા પ્રતિયોગિતામાં સારા રહેશો. મહિનાની શરૂઆતમાં ખર્ચ અને રોકાણ વધી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉધાર ન આપો.

મીન : ભાગ્ય અને કર્મનો અદભુત સંયોગ જાન્યુઆરીને ખાસ બનાવે છે. ધર્મ, આસ્થા અને વિશ્વાસથી અસંભવને પણ સંભવ કરી બતાવશો. સારા પ્રસ્તાવ મેળવશો. સંકોચ કર્યા વગર આગળ વધશો. લાંબા અંતરની યાત્રાઓ સંભવ છે. ઉત્સવ મનોરંજનના અવસર આવશે. સંપર્ક સંચાર અસરકારક રહેશે. બધા વર્ગોનો સહયોગ મળશે. મહિનાની શરૂઆતમાં યોજનાઓને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત રાખો. આગળ જતા લાભ થશે અને વિસ્તરણમાં રસ રહેશે.