તમને પણ આવે છે ખરાબ સપના તો અપનાવો આ ઉપાય, જલ્દી મળશે તેનાથી છુટકારો.

ખરાબ સપનાના કારણે આવતી નથી ઊંઘ પુરી અને મનમાં રહે છે ડર તો આ ઉપાયથી મેળવો છુટકારો. જયારે પણ રાત્રે આંખ બંધ થાય છે, તો કોઈને કોઈ સપના જરૂર આવે છે. ક્યારે તે સપના ઘણા સારા હોય છે, તો ક્યારેક ઘણા ખરાબ હોય છે. ખરાબ સપના હંમેશા આપણી ઊંઘ ખરાબ કરી દે છે. અમુક સપના તો એટલા બધા ખરાબ હોય છે કે રાત આખી ડરને લીધે ઊંઘ જ નથી આવતી. તેવામાં ઘણા લોકો આ ખરાબ સપનાઓથી દુઃખી રહે છે. તેવામાં આજે અમે તમને આ ખરાબ સપના માંથી છુટકારો મેળવવાના ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

ખરાબ સપના માંથી છુટકારો મેળવવાના ઉપાય

(1) અગ્નિપુરાણ મુજબ જયારે તમે ખરાબ સપના જુવો છો અને તમારી આંખ ખુલી જાય છે, તો તમારે એ સ્થિતિમાં તરત પાછા સુઈ જવું જોઈએ. એમ કરવાથી તે સપનું તમારા મગજ માંથી જલ્દી નીકળી જાય છે અને તમે રાત આખી તેના વિષે વિચારી વિચારીને દુઃખી નથી થતા.

(2) સ્વપ્ન શાસ્ત્ર મુજબ વ્યક્તિ સારા કે ખરાબ સપના પોતાના કર્મો અનુસાર જુવે છે. તેવામાં જો તે બ્રાહ્મણોની સેવા અને દાન કરે તો આ ખરાબ કર્મો માંથી છુટકારો મેળવી શકે છે. આ રીતે તેને ખરાબ સપના આવવાનું પણ બંધ થઇ જશે.

(3) ઘરમાં વાસ્તુ દોષ હોવાથી સ્વપ્ન દોષ ઉત્પન થઇ જાય છે. તેના લીધે તમારે રાત્રે ખરાબ સપના જોવા પડે છે. આ અશુભ સપનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે. એટલા માટે એ જરૂરી છે કે તમે સૌ પહેલા તમારા ઘરનું વાસ્તુ ઠીક કરો. તેના માટે વાસ્તુ નિયમ મુજબ ઘરમાં વાસ્તુ રાખો અને એક હવન પણ કરાવી લો. તેનાથી વાસ્તુ દોષ અને સ્વપ્ન દોષ બંને દુર થઇ જશે.

(4) જો તમને ખરાબ સપના આવે તો તેના વિષે વધુ વિચાર ન કરો. પ્રયત્ન કરો કે તમે તેને વહેલામાં વહેલી તકે ભૂલી જાવ. જો તમે તેના વિષે વિચારતા રહેશો તો માનસિક ટેન્શન વધી જશે. તે તમારા આરોગ્ય માટે પણ સારું નથી. એટલા માટે ખરાબ સપનાને બસ એક સપનું માનીને ભૂલી જવામાં જ ભલાઈ હોય છે.

(5) એવી માન્યતા છે કે જો તમે રોજ સવારે સવારે સૂર્યદેવને અર્ધ્ય આપો અને તેની નિયમિત આરાધના કરો તો ખરાબ સપના માંથી મુક્તિ મળી જાય છે. સૂર્યદેવના આશીર્વાદથી તમારી અંદર સકારાત્મક ઉર્જા આવી જાય છે અને નકારાત્મક ઉર્જાથી ભરેલા ખરાબ સપના તમારી આસપાસ પણ નહિ ભટકે.

આશા રાખીએ છીએ કે તમને ખરાબ સપના માંથી છુટકારો મેળવવાના આ ઉપાય પસંદ આવ્યા હશે. જો હા તો બીજા સાથે શેર કરવાનું ન ભૂલશો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.