માં દુર્ગાના આશીર્વાદ સાથે આજનો દિવસ લઈને આવ્યું છે લાભ અને સફળતાના અવસર.

મેષ રાશિ : આજનો દિવસ નવી ઉર્જા શક્તિ અને ઉત્સાહ સાથે શરૂ થશે. કોઈ બાબતમાં તમે મોટા રિસ્કનું મન બનાવી શકો છો. તે તમારા માટે ફાયદાકારક પણ રહેશે. કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નુકશાન કારણ હોઈ શકે છે. આજે તમારે બધા કામ પોતાના જ દમ પર કરવા પડશે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. હનુમાનજીને બેસનના લાડુંનો ભોગ ધરાવો.

વૃષભ રાશિ : આજનો દિવસ નવી ઉર્જા શક્તિ અને ઉત્સાહ સાથે શરૂ થશે. કોઈ બાબતમાં તમે મોટું રિસ્ક લેવાનું વિચારી શકો છો. તે તમારા માટે ફાયદાકરક પણ રહેશે. કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નુકશાનકારક સાબિત થઈ શકે છે. આજે તમારે પોતાના બધા કામ પોતાના દમ પર જ કરવા પડશે. ઘરના કંસ્ટ્રક્શનનું કામ શરૂ કરી શકો છો. પ્રેમ સંબંધોમાં વાયદા પુરા ન કરવા પર પોતાનો બચાવ કરશો.

મિથુન રાશિ : આજે જુના સંબંધીઓ અને પરિચિત લોકોનો ભરપૂર સ્નેહ મળશે. આર્થિક બાબતો માટે દિવસ અનુકૂળ રહેશે. સંતાન સુખ મળશે. લગ્ન સંબંધિત કામ પણ અડચણ વગર પુરા થશે. માતા-પિતા સાથે અણબનાવ શક્ય છે. વાહન સુખ અને ભવન સુખના યોગ પણ આજે તમારી રાશિમાં દેખાઈ રહ્યા છે. જુના મિત્રો સાથે મુલાકાત થશે.

કર્ક રાશિ : આજે તમારો દિવસ સામાન્ય રહેશે. આ રાશિના વિદ્યાર્થી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. પરિવારમાં વિવાદની સ્થિતિ બની શકે છે. તમે કોઈ વાતને લઈને થોડા પરેશાન થઈ શકો છો. કોઈ મિત્ર સાથે અણબનાવની પણ શક્યતા છે. નકામા ઝગડા કરવાથી બચવું જોઈએ. જૂની વાતોને લીધે અમુક કામોમાં તમારું મન નહિ લાગે. મસ્તક પર ચંદનનું તિલક લગાવો, તમારી બધી મુશ્કેલી દૂર થશે.

સિંહ રાશિ : આજે વિદ્યાર્થીગણ પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળ થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સ્વસ્થ અને ખુશહાલ રહેશો. કાર્યક્ષેત્રમાં પણ તમને યોગ્ય સમજીને અમુક મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. કોઈની સાથે ત્યારે જ મિત્રતા કરો જયારે તેના વિષે સંપૂર્ણ જાણકારી ભેગી કરી લો અને તેને સારી રીતે સમજી લો.

કન્યા રાશિ : ખર્ચમાં વધારો થશે. બજેટ બગડશે. દેવું લેવું પડી શકે છે. કોઈ વ્યક્તિની વાતોમાં આવી ન જવું. ગુસ્સા અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો. કિંમતી વસ્તુઓ સાચવીને રાખો. સ્વાસ્થ્યનો પાયો નબળો રહેશે. વ્યાપાર-વ્યવસાય સારો ચાલશે. આવક બની રહેશે. ઓછા પરિશ્રમમાં પણ તમને વધારે સફળતા પ્રાપ્ત થશે. નોકરી અને વ્યવસાયમાં આજે કામનું દબાણ રહેશે, પણ મન પ્રસન્ન રહેશે.

તુલા રાશિ : આજનો દિવસ ખુશનુમા રહેશે. આર્થિક સ્થિતિ પાટા પર આવશે. કારોબારમાં લાભના અવસર મળતા રહેશે. પારિવારિક સમસ્યાઓમાં અટવાયેલા રહેશો. સ્વાસ્થ્ય ખરાબ થશે. કાર્ય સફળતામાં આવતી અડચણોથી તમે થોડા સમય માટે નિરાશ થઈ શકો છો. સંબંધોમાં તિરાડ પડી શકે છે. લગ્ન જીવન સુખમય રહેશે. લવ લાઈફમાં ટેંશન બની રહેશે.

વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે મિશ્રિત સાબિત થશે. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમને અચાનક ધન લાભ મળી શકે છે, પણ તમારા ભાગીદાર સાથે કોઈ વાત પર અસહમતી થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં આજે તમારે ઘણો વધારે પરિશ્રમ કરવો પડી શકે છે, પણ તમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલી પ્રશંસા તમારો આત્મવિશ્વાસ વધારશે. કોઈ જૂની કાયદાકીય બાબતોમાં પણ અડચણ આવી શકે છે.

ધનુ રાશિ : આજે તમારા બધા કામ મરજી પ્રમાણે પુરા થશે. તમે પોતાના બાળકો સાથે ખુશીની ક્ષણ પસાર કરશો. પારિવારિક સંબંધ મજબૂત થશે. આ રાશિના વિદ્યાર્થી જે એન્જીનિયરિંગ કરી રહ્યાં છે, તેમના માટે આજનો દિવસ શુભ છે. તેમને કોઈ મોટી કંપની તરફથી નોકરી માટે ફોન આવી શકે છે. તમને મિત્રોનો ભરપૂર સહયોગ મળશે. તમારું લગ્ન જીવન ખુશીઓથી ભરાયેલું રહેશે. વ્યાપારના ક્ષેત્રમાં બીજા લોકો સાથે સંપર્ક કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. સરકારી કામોમાં સફળતા મળશે. પાણીમાં ગંગાજળ અને ચોખાના અમુક દાણા મિક્સ કરી સૂર્યદેવને અર્પણ કરો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે.

મકર રાશિ : કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણની સ્થિતિ રહેશે. તમારી મહેનત અને કામ પ્રત્યે લગન સફળતા અપાવશે. રાજકારણીઓ માટે આજનો દિવસ સફળતાનો છે. માર્કેટિંગ, લો અને આઇટી ફિલ્ડના લોકો પોતાના ટાર્ગેટને પ્રાપ્ત કરશો. બીટેક અને એમબીએના વિદ્યાર્થી સફળ રહેશે. લવ પાર્ટનરને ફરિયાદના અવસર નહિ આપો. ભૂરો રંગ શુભ છે. સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. ગરીબોમાં કાળા વસ્ત્રનું દાન કરો. શ્રીહનુમાનજી મંદિરમાં કપૂર સળગાવો.

કુંભ રાશિ : આજે તમારું કોઈ મોટું કામ સંતાનની મદદથી પૂરું થઈ જશે. માતા-પિતાનો સહયોગ પણ બની રહેશે. સાંજે તેમની સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જશો. આજે તમને કોઈ મોટી ખુશખબર મળશે. આ રાશિના વિદ્યાર્થીઓની આજે ભણવા પ્રત્યે રુચિ બની રહેશે. તમારી પાસે કોઈ નવી જવાબદારી પણ આવી શકે છે, જેને તમે સફળતા પૂર્વક પુરી કરશો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આજે વ્યાપારમાં ભાગીદારીથી લાભ થશે. અનાથાશ્રમમાં જઈને કંઈક દાન કરો, સંતાન સુખની પ્રાપ્તિ થશે.

મીન રાશિ : બીટેક અને મેડિકલના વિદ્યાર્થીઓને સફળતાની પ્રાપ્તિ થશે. આઇટી, બેન્કિંગ અને ટીચિંગ સાથે જોડાયેલા લોકો સફળ રહેશે. લગ્નની વાત કરવાનો શાનદાર સમય છે. જેને પ્રેમ કરો છો, તેને દિલની વાત કહી દો. વધતા શુગરથી પરેશાન થઈ શકો છો. સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. પીળો અને સફેદ રંગ ભાગ્યવૃદ્ધિ કારક છે. શ્રી વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરો.