નોકરે 2 રોટલી માટે કરી શેઠાણીની હત્યા, જણાવ્યું 7 રોટલીની ભૂખ હતી, ને મળતી હતી 5

હીરા ઘસુના સંચાલકની પત્ની રોઝીની હત્યામાં નોકરની કબુલાત

નોકરના ક્વાર્ટરના બાથરૂમમાં લોહીના ડાઘા જોઇને શંકા ગઈ, આરોપીની આંગળી ઉપર રોઝીના દાંતના નિશાન મળ્યા.

યમુનાનગર, હરિયાણાના યમુનાનગરમાં એક નોકરે બે રોટલી માટે પોતાની માલિકનું ચપ્પુથી ગળું કાપી હત્યા કરી નાખી. પોલીસે એ વાતનો ખુલાસો શુક્રવારે કર્યો. તેમણે પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે તેને સાત રોટલીની ભૂખ લાગતી હતી, પરંતુ માલિકના પત્ની પાંચ રોટલી જ આપતી હતી, જેથી તે ભૂખ્યા રહી જતા હતા.

ડીએસપી પ્રદીપ રાણાએ જણાવ્યું, નોકર રાજેશ પાસવાને ૨૬ વર્ષની રોઝીની હત્યા કરી નાખી. રોઝીના પતિ દીપાંશુ હિરાઘસુના સંચાલક છે. શનિવારે આરોપીને કોર્ટમાં રજુ કરી પોલીસ રિમાન્ડ ઉપર મોકલવામાં આવશે. પોલીસ તે અંગે પણ તપાસ કરી રહી છે ક્યાંક રેપ કર્યા પછી તો હત્યા નથી કરવામાં આવી. પોસ્ટમોર્ટમ દરમિયાન તે અંગેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોપીના ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવશે. આમ તો આરોપી રાજેશ સાથે તે અંગે પૂછપરછ કરી તો તેણે કાન પકડીને કયું, રામ-રામ-રામ.

પોતાના ભાગની એક રોટલી કુતરાને આપવાની થતી હતી : પુછપરછમાં રાજેશે પોલીસને જણાવ્યું – માલિક દીપાંશુના લગ્ન પહેલા હું જ ખાવાનું બનાવતો હતો. ત્યારે જેટલું ખાવું હોય એટલું ખાઈ શકતો હતો. ગયા વર્ષે લગ્ન પછી માલિકની પત્નીએ મારી પાસે ખાવાનું બનાવવાનું બંધ કરી દીધું. તે સાફ સફાઈ અને કપડા ધોવાનું કામ કરાવવા લાગ્યો. મને ૭-૮ રોટલીની ભૂખ લાગતી હતી, પરંતુ માલિકની પત્ની પાંચ રોટલીથી વધુ આપતી ન હતી. મેં ઘણી વખત તેમને કહ્યું પણ કે મારી ભૂખ નથી પૂરી થતી. માર્ચમાં મારા પિતાનું મૃત્યુ થઇ ગયું. હું ઘરે બિહાર ગયો હતો. ત્યાંથી આવ્યો તો મારા ભાગની રોટલી માંથી એક રોટલી કુતરાને પણ આપવાની રહેતી હતી.

ભૂખ લાગી હતી, માલિકની પત્નીએ ના કહી દીધી તો ગળું કાપી નાખ્યું :-

રાજેશે જણાવ્યું, ગુરુવારે મને ખુબ જ ભૂખ લાગી હતી. પરંતુ માલિકની પત્નીએ કહ્યું – દીપાંશુ આવે પછી જ ખાવાનું બનશે. તે વાત ઉપર મને એટલો ગુસ્સો આવ્યો કે રસોડા માંથી ચપ્પુ ઉપાડ્યું અને તેની પથારી ઉપર જ તેનું ગળું કાપી નાખ્યું. માલિકની પત્નીએ બચવાનો ઘણો પ્રયાસ પણ કર્યો. માલિકની પત્નીએ મારા હાથ ઉપર દાંતથી બચકું ભર્યું, પરંતુ મેં છોડાવી લીધો. હું લગભગ પાંચ મિનીટ સુધી ગળા ઉપર ચપ્પુ ચલાવતો રહ્યો.

હત્યા પછી ચપ્પુને રસોડામાં ધોઈને છુપાવી દીધું. રૂમ ઉપર જવા લાગ્યો. દરવાજો ન ખુલ્યો તો નાના દરવાજા ઉપરથી કુદીને બહાર ગયો. ત્યાં જઈને લોહીથી ભરેલા કપડા ધોયા, લગભગ પોણા બે વાગ્યે માલિકને મોબાઈલ ફોન ઉપર બીના જણાવી કે મેડમ દરવાજો ખોલતા નથી. હું ડરી ગયો હતો, પરંતુ જાણતો હતો કે ક્યાંક ભાગ્યો તો ક્યાંકને ક્યાંકથી પકડાઈ જઈશ. ઘરે જ રહું તો કદાચ કોઈ શંકા ન કરે, એવું વિચારીને ભાગ્યો નહિ.

જયારે પિતાના મૃત્યુ વખતે હું ઘરે ગયો હતો તો માલિકને ફોન કરીને ૩૦ હજાર રૂપિયા ખાતામાં નખાવવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે ના કહી દીધી હતી. તે સમયે મને ગુસ્સો આવ્યો હતો.

ડીજીપીના ભાઈ અને વિલાસયુર ડીએસપીને ત્યાં પણ કામ કરી ચુક્યો છું.

આરોપી રાજેશ ઘણા વર્ષોથી યમુનાનગરમાં રહે છે. તે આ પહેલા વિલાસપુરના તે સમયે ફરજ ઉપર રહેલા ડીએસપી સાથે પણ કામ કરી ચુક્યા છે. તે ડીજીપીના ભાઈ સાથે પણ તે રહી ચુક્યા છે. ડીજીપી રહેલા કેપી સિંહના ભાઈ આદર્શપાલે તેને એટલા માટે નોકરી માંથી કાઢી મુક્યો હતો કે તે આળસુ હતો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.