નોકરી સાથે અભ્યાસ, આજે SDM બની ગયા પોલીસ કોન્સ્ટેબલ શ્યામ, દરેક છોકરાઓએ વાંચવી.

યુપી પોલીસમાં ૧૪ વર્ષ કોન્સ્ટેબલના હોદ્દા ઉપર ફરજ બજાવનાર શ્યામ બાબુ એ પીસીએસ-૨૦૦૬ પરીક્ષા પાસ કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે બતાવી દીધું જો વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ, દ્રઢ સંકલ્પ અને સખ્ત પરિશ્રમની ભાવના છે, તો દુનિયાની કોઈ તાકાત તેને કાંઈ પણ પ્રાપ્ત કરવાથી નથી રોકી શકતી.

ઉત્તર પ્રદેશના નાના એવા ગામમાં જન્મેલા શ્યામ બાબુએ નોકરી દરમિયાન પીસીએસ પરીક્ષાની તૈયારી સાથે જ પરીક્ષામાં સફળ પણ થયા. તે આજે એ યુવાનો માટે ઉદાહરણ બની ગયા છે. જે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.

ન હતો પીસીએસ બનવાનો પ્લાન : શ્યામ બાબુ એ આજતકને જણાવ્યું કે પીસીએસ બનવાનું કોઈ પ્લાનિંગ કર્યું ન હતું. વર્ષ ૨૦૦૫ માં જયારે તે ૧૯ વર્ષના હતા, ત્યારે તેની પસંદગી કોન્સ્ટેબલના હોદ્દા ઉપર થઇ ગઈ હતી. હાલમાં તે પ્રયાગરાજ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે.

તેમણે જણાવ્યું કે કોન્સ્ટેબલના હોદ્દા ઉપર ફરજ બજાવતા દરમિયાન કાંઈકને કાંઈ સારું કરવાના વિચાર આવતા હતા. ત્યાર પછી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફોર્મ ભરતા હતા. તેમણે જણાવ્યું પછી વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૩માં પીસીએસ બનવા માટે ગંભીરતા પૂર્વક તૈયારી શરુ કરી દીધી. આજે પરિણામ તમારા સૌની સામે છે.

નોકરી દરમિયાન તૈયારી : શ્યામ બાબુ એ જણાવ્યું પીસીએસની તૈયારી માટે કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસની મદદ નથી લીધી. હું માત્ર અભ્યાસ કરતો હતો. તેમણે કહ્યું પોલીસની નોકરીનો કોઈ ચોક્કસ સમય નથી હોતો, એ એવી નોકરી છે, તેમાં તમારી પાસે કોઈપણ સમયે કામ લઇ શકે છે.

ક્યારેક રાત્રે પણ ડ્યુટી લાગી જતી હતી, એટલા માટે તૈયારી માટે સમય કાઢવો સૌથી મોટો પડકાર હતો. પ્રયાસ કરતો રહેતો હતો કે ૫-૬ કલાક તૈયારી માટે મળી જાય. તે મેં પીસીએસ બનવાનો સંકલ્પ લીધો હતો, આમ તો હું પ્રયાસ કરતો હતો કે ૨ કલાક ઓછી ઊંઘ મળે, જેથી ૨ કલાક વધુ વાચી શકું. સ્થામ બાબુ એ વર્ષ ૨૦૧૭ માં નેટ ની પરીક્ષા ઈતિહાસ વિષયમાં પાસ કરી છે.

પરિવાર વિષે : શ્યામ બાબુનો જન્મ યુપીના બલિયા ગામમાં ૧૦ ઓક્ટોબર ૧૯૮૫ ના રોજ થયો હતો. તેમના ઇત ગામમાં જનરલ સ્ટોરની એક નાની એવી દુકાન ચલાવે છે. માતા ગૃહિણી છે. તે ૫ બહેનો અને એક ભાઈ છે. જેમાંથી તે સૌથી નાનો છે. તેની આ સફળતા ઉપર તેમનો પરિવાર આનંદ વ્યક્ત કરી રહ્યો છે.

શ્યામ બાબુ એ જણાવ્યું કે આજે હું જે કાંઈ કરી શક્યો છું તેની પાછળ મારા માતા પીરાના આશીર્વાદ છે. મારા પિતાજી મને મૌખિક રીતે ક્યારે પણ કાંઈ કહ્યું નથી પરંતુ તેમના કર્તવ્યો એ હંમેશા મને મોટીવેટ કર્યો છે. સંઘર્ષ કરીને તેમણે અમારું ભરણ પોષણ કર્યું છે.

યુવાનો માટે સંદેશ : શ્યામ બાબુના સહયોગી તેમની આ સફળતાથી ઘણા ખુશ છે. તેમણે જણાવ્યું જે કોઈ સહયોગી મારી સાથે કામ કરે છે તેમનો મને શરુઆત થઇ જ સાથ મળ્યો છે. ખાસ કરીને પરીક્ષા દરમિયાન બધાનો સારો સહકાર મળ્યો હતો.

અને તેમણે એ યુવાનોને સંદેશ આપ્યો જે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમણે કહ્યું તમે જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માગો છો, તેના માટે એક નિર્ણય લો અને પોતાનામાં વિશ્વાસ રાખો. સફળતા તમને જરૂર મળશે.