નોટબુક ખરીદવા માટે નહોતા પૈસા તો પાંદડા પર લખવા લાગ્યો, દિલ પીગાળી દેશે આ ગરીબ બાળકનો ફોટો.

આ ફોટો જોઈને તમારું પણ દિલ પીગળી જશે, પૈસાની અછતના કારણે પાંદડા પર લખવા મજબુર થયો આ બાળક

જીવનમાં ભણતર ઘણું જ જરૂરી હોય છે, તેના વગર પોતાની કારકિર્દી અને સપના પુરા કરવા ઘણા મુશ્કેલ હોય છે. તે કારણ છે કે દરેક માતા પિતા પોતાના બાળકોને ભણવા માટે સ્કુલે મોકલે છે. સ્કુલમાં ભણવા વાળા આ મોટાભાગના વિદ્યાર્થીઓને ભણવાની તમામ વસ્તુઓ સરળતાથી પોતાના માતા પિતા દ્વારા મળી જાય છે.

આમ તો ઘણા બાળકો એવા પણ હોય છે, જે ગરીબીમાં ઘેરાયેલા હોય છે. તેવામાં આ બાળકો માટે પાયાના એજ્યુકેશનની સામગ્રીઓ મેળવવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ તે કહે છે ને કે જયારે તમે તમારા સપના પુરા કરવાનું નક્કી કરી લો છો, તો દુનિયાની કોઈ શક્તિ તમને નથી રોકી શકતી બસ એવું જ એક તાજું ઉદાહરણ ફિલીપીન્સમાં જોવા મળે છે.

ખાસ કરીને ફીલીપિંસના Lianga National Comprehensive School માં ભણતા Erlande Monter નામનો એક વિદ્યાર્થી ગરીબ હોવા છતાં પણ પોતાના સપના પુરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ગરીબ વિદ્યાર્થી પાસે કલાસમાં લખવા નોટબુક ન હતી, તો તેણે પોતાના મગજના ઘોડા દોડાવ્યા અને કેળાના પાંદડાને જ લખવાનું પેડ બનાવીને તેની ઉપર કલાસની નોટ્સ લખવા લાગ્યો. એ બાળકની આ પ્રેરણાદાયક કહાની તેના શિક્ષક Arcilyn Azarconએ પોતાની ફેસબુક એકાઉન્ટ ઉપર શેર કર્યું છે.

ગરીબ વિદ્યાર્થી દ્વારા કેળાના પાંદડાની નોટબુકની જેમ ઉપયોગ કરતા જોઈ સોશિયલ મીડિયા ઉપર બાળકોની ઘણી પ્રસંશા કરવામાં આવી રહી છે. બાળકના શિક્ષક જણાવે Azarcon છે કે મેં મારા વિદ્યાર્થીઓને બ્લેકબોર્ડ ઉપરથી નોટ્સમાં લખવાનું કહ્યું હતું. તેવામાં મેં જોયું કે Monter કેળાના પાંદડા ઉપર પોતાની નોટ્સ લખી રહ્યો હતો.

રસપ્રદ વાત એ હતી કે બાળકને નોટબુકની જગ્યાએ કેળાના પાંદડાનો ઉપયોગ કરવામાં કોઈ શરમ કે પછતાવો થઇ રહ્યો ન હતો. પરંતુ તે આ વસ્તુને લઈને શિક્ષક સાથે મજાક પણ કરવા લાગ્યા હતા. તેણે મજાકમાં શિક્ષકને નોટ્સ દેખાડીને પૂછ્યું કે, મેં બધું સારી રીતે લખ્યું ને?

Me: Get your notebook and copy the writings on the board.Students: (Students are writing✍️📝)Me: (after I write on the…

Posted by Arcilyn Balbin Azarcon Lpt on Sunday, November 17, 2019

હવે બાળકની આ સ્ટોરી સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ રહી છે. બાળકો સાથે વાતચીત દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે તે એક સૈનિક બનવા માંગે છે. એમ કરવા માટે એક પ્રોપર ભણતર પણ હોવું પણ જરૂરી છે. બસ એ કારણ છે કે તે પોતાના અભ્યાસ ઉપર એટલું ધ્યાન આપે છે. બાળકનું કુટુંબ ઘણું ગરીબ છે પરંતુ તે એ વાતનું બરોબર ધ્યાન રાખે છે કે પોતાના અભ્યાસ અને સપના વચ્ચે આ ગરીબી ક્યારે પણ અડચણ ન બને.

એ બાળક ખરેખર આપણા બધા માટે એક પ્રેરણા છે. જેને પણ લાગે છે કે તે ગરીબ છે કે તેની પાસે અભ્યાસ ન કરવાનું બીજું કોઈ કારણ છે, તો તે આ બાળક પાસેથી પ્રેરણા લઇ શકે છે. આ બાળકે સાબિત કરી દીધું છે કે જયારે તમારી અંદર તમારા સપના પુરા કરવાની ધગશ છે, તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમને રોકી નથી શકતી. આમ તો એક પ્રસિદ્ધ કહેવત પણ છે, તમે ગરીબ જન્મો છો, તો તેમાં તમારી કોઈ ભૂલ નથી, પરંતુ તમે ગરીબ જ મરો છો તો તેમાં માત્ર તમારી જ ભૂલ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.